શોધખોળ કરો
નહેરાએ ભાજપના નેતાઓને આપ્યો જોરદાર જવાબઃ તિલ-તિલ મિટૂંગા પર દયા કી ભીખ મૈં લૂંગા નહીં....વાંચો આખી કવિતા
અમદાવાદના ભૂતપૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાને જવાબદાર ગણાવીને તેમના પર દોષનો ટોપલો ઢોળી દીધો છે.

અમદાવાદઃ ભાજપના નેતાઓએ અમદાવાદમાં કોરોનાના વધતા કેસો માટે અમદાવાદના ભૂતપૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાને જવાબદાર ગણાવીને તેમના પર દોષનો ટોપલો ઢોળી દીધો છે. ભાજપના નેતાઓ નેહરાને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે ત્યારે તેનો જવાબ આપવા નહેરા મેદાનમાં આવ્યા છે. એક અઠવાડિયા સુધી ભાજપના નેતાઓના આક્ષેપોને સહન કર્યા રછી મંગળવારે વિજય નહેરાએ શિવમંગલ સિંહ 'સુમન'ની કવિતા 'વરદાન માંગૂંગા નહીં' ટ્વિટ કરીને ભાજપના ટ્રોલનો જવાબ આપ્યો હતો. નહેરાએ 'સુમન'ની કવિતા આખેઆખી મૂકી છે કે જે નીચે મુજબ છે. जीवन महासंग्राम है तिल-तिल मिटूंगा पर दया की मीख मैं लूंगा नहीं । वरदान मांगूंगा नहीं ।। स्मृति सुखद प्रहरों के लिये अपने खंडहरो के लिए यह जान लो मैं विश्व की संपत्ति चाहूंगा नहीं । वरदान मांगूंगा नहीं ।। क्या हार में क्या जीत में किंचित नहीं भयभीत मैं संघर्ष पथ पर जो मिले यह भी सही वह भी सही । वरदान मांगूंगा नहीं ।। लघुता न अब मेरी छुओ तुम हो महान बने रहो अपने हृदय की वेदना मैं व्यर्थ त्यागूंगा नहीं । वरदान मांगूंगा नहीं । चाहे हृदय को ताप दो चाहे मुझे अभिशाप दो कुछ भी करो कर्तव्य पथ से किंतु मागूंगा नहीं । वरदान मांगूंगा नहीं। નહેરાએ આ કવિતા દ્વારા ભાજપના નેતાઓને સાફ મેસેજ આપી દીધો છે કે, હું ભાજપના નેતાઓની દયા પર નથી જીવતો અને તૂટી જઈશ પણ તમારા પગમાં નહીં પડું કે તમારી દયા નહીં માંગુ. નેહરાએ પોતાની સામે કુપ્રચાર કરનારા ટ્રોલનો આ કવિતા દ્વારા જવાબ આપ્યો છે. નેહરાની કામગીરી સારી ન હોવાથી તેમને હટાવાયા હોવાનો પ્રચાર છેલ્લાં કેટલાંક દિવસથી ભાજપના આઇ.ટી. સેલ દ્વારા કરાઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર સક્રિય રહેતા નેહરાને અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર પદેથી દૂર કરાયા પછી 18 મે પછી નેહરાએ કોઇ ટ્વિટ કરી નહોતી. મંગળવારે તેમણે આ ટ્વિટ કરીને સંકેત આપી દીધો છે કે, એ ભાજપ સામે શરણાગતિ સ્વીકારવાના મૂડમાં નથી.
વધુ વાંચો





















