(Source: ECI/ABP News/ABP Majha)
રાજ્યના આ શહેરમાં આજે ધૂળેટીના ઉજવણી કરી તો કપાઈ જશે પાણી-ગટરના કનેક્શન
તો શહેરમાં ધૂળેટીના પર્વ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવવાની પોલીસની રણનીતિ છે.
અમદાવાદમાં જો રંગોત્સવથી (Holi) ઉજવણી કરતા ઝડપાયા તો પાણી અને ગટરનું ક્નેક્શન કપાશે. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે ધૂળેટી (Dhuleti)ના પર્વની ઉજવણી માટે અમદાવાદ (Ahmedabad) કોર્પોરેશને મોટો નિર્ણય કર્યો છે. જો રંગોત્સવની રંગેચંગે ઉજવણી કરી, અને પાંચથી વધુ લોકોએ ભેગા થઇ પરસ્પર રંગ લગાવ્યા તો પછી રંગ ધોવા માટે પાણી નહીં મળે. કારણ કે, કોર્પોરેશન ઉજવણી કરવા પર પાણી અને ગટરનું કનેક્શન કાપી શકે છે.
એવામાં જાહેર રસ્તા કે ઘરોમાં જો ભેગા થઇને રંગોત્સવની ઉજવણી કરનારને પકડવા શહેરના પશ્ચિમ વિસ્તારમાં મનપા (AMC)ની 200 ટીમ ચેકીંગ માટે ફાળવાઇ છે. તો શહેરમાં ધૂળેટીના પર્વ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવવાની પોલીસની રણનીતિ છે. જેમાં 12 DCP, 17 ACP, 70 PI, 175 PSI સાથે જ પોલીસ કોસ્ટેંબલ અને હોમગાર્ડ જવાનો પણ તૈનાત રહેશે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશન(AMC)માં 2, સુરત કોર્પોરેશન(SMC)માં 2, રાજકોટ કોર્પોરેશનમાં 2, સુરત 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મોત સાથે કુલ 8 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4492 લોકોના કોરોનાથી મોત થયા છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા ગઈકાલે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1605 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,84,846 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 11528 છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
સુરત કોર્પોરેશનમાં 611, અમદાવાદ કોર્પોરેશનમાં 607, વડોદરા કોર્પોરેશનમાં 202 , સુરત 164, રાજકોટ કોર્પોરેશનમાં 159, રાજકોટ 38, વડોદરા 30, ભાવનગર કોર્પોરેશન-28, મહેસાણા 26, અમરેલી 24, જામનગર કોર્પોરેશન 24, કચ્છ 23, પાટણ 23, દાહોદ 22, ગાંધીનગર કોર્પોરેશન 22, ખેડા 22, ગાંધીનગર 19, પંચમહાલ 19, આણંદ 17, નર્મદા 17, ભરૂચ 16, જામનગર 15, વલસાડ 13, મોરબી 12, નવસારી 12, મહીસાગર 11, સાબરકાંઠા 11, અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં 10-10 કેસ નોંધાયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 45,66,141 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,29,222 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં ગઈકાલે કુલ 1,36,737 લોકોને રસી આપવામાં આવી છે. ગઈકાલે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 1,26,396 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.