શોધખોળ કરો

આગામી 24 કલાકમાં ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડશે? હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના છે.

ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે. થોડા સમયના વિરામ બાદ રાજય પર ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહેલી જોવા મળી રહી છે. આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી બે દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં પણ પડશે. નોંધનીય છે કે, રવિવારે પણ અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના છે. રવિવારે ઉત્તર ગુજરાતમાં વરસાદે ધોધમાર બેટિંગ કરી હતી જેને લઈને નદી-નાળા છલકાઈ ગયા હતાં. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ભરૂચ, દાદરાનગર હવેલીમાં મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ઘણાં વિસ્તારોમાં વરસાદી પડે તેવી સંભાવના છે. ગુજરાતમાં પડેલા સાર્વત્રિક વરસાદના પગલે રાજ્યના 94 તાલુકાઓમાં સિઝનનો 40 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો હતો. જેમાં 103 ડેમ 100 ટકા કરતા વધુ ભરાયા હતા. આ વખતે જોકે સૌથી વધુ વરસાદ કયા જિલ્લામાં થયો તેની વાત કરીએ તો કચ્છમાં 251.66 ટકા વરસાદ નોંધાયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન

વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના

Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ શરુ

અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી

Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન

Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Embed widget