શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
એક જ રાતમાં અડધું અમદાવાદ પાણીમાં ડૂબ્યું, કયા-કયા વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ? જાણો વિગત
અમદાવાદમાં હવામાન વિભાગની આગાહીના પગલે ચારેબાજુથી વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના તમામ વિસ્તારોમાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. અમદાવાદમાં મેઘરાજાએ મોડી રાતથી ધમાકેદાર એન્ટ્રી કરી હતી.
અમદાવાદમાં હવામાન વિભાગની આગાહીના પગલે ચારેબાજુથી વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના તમામ વિસ્તારોમાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. અમદાવાદમાં મેઘરાજાએ મોડી રાતથી ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જેને લઈને અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. અમદાવાદમાં સૌથી વધુ વરસાદ સરખેજમાં 9 ઈંચ પડ્યો હતો.
સરખેજમાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે અમદાવાદના અનેક વિસ્તારોની સોસાયટીઓમાં પાણી ફરી વળ્યાં છે. મોડી રાતે વાસણા બેરેજના 6 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મોડી રાતે ભારે પવન અને કડાકા-ભડાકા સાથે વરસાદ તુટી પડ્યો હતો જેને કારણે અમદાવાદમાં અનેક વિસ્તારોમાં ઝાડ ધરાશાયી થયા છે.
પ્રહલાદનગર, આનંદનગર, વેજલપુર, પાલડી, ઘોટલોડિયા, ગોતા, સોલા, સરખેજ, થલતેજ, નારાયણપુરા, રાણીપ, હાટકેશ્વર, નરોડા, બાપુનગર, બોપાલસ રખિયાલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ તમામ વિસ્તારોમાં સરેરાશ 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
રાતભરના વરસાદને પગલે હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાયું ગયું છે. ખોખરાથી હાટકેશ્વર, સી.ટી.એમ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. મણિનગર ગોરના કુવા વિસ્તારમાં પાણી ભરાયા છે. અમરાઈવાડી મેટ્રો રેલની પાસે જનતાનગર, ગાયત્રીનગર, રાજપુર પોસ્ટ ઓફિસ પાસે તેમજ જોગણી માતાના મંદિર પાસે પાણી ભરાયા છે.
વટવા પુનિતનગર રેલવે ફાટક, ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોના ઓટલાઓ સુધી પાણી ફરી વળ્યા, મિલ્લતનગર વિસ્તાર ઈશનપુર રોડ, મણિનગર જવાહરચોક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતાં.
અમદાવાદમાં 4 અન્ડરપાસને સુરક્ષા કારણોસર બંધ કરી દેવામાં આવ્યા છે. શાહીબાગ, ઉસ્માનપુરા, અખબારનગર અને પરિમલ ગાર્ડન અન્ડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે તેને બંધ કરી દેવામાં આવ્યા છે. વાસણા બેરેજના 6 ગેટ ખુલ્લા કરી દેવામાં આવ્યા છે અને તેમાંથી 6000 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થઈ રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion