શોધખોળ કરો

ગુજરાતમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની રેસમાં કયા 3 નેતાનું ચાલી રહ્યું છે નામ? કોણ છે રેસમાં મોખરે?

પ્રદેશ પ્રમુખના પદની રેસમા 3 દિગ્ગજનેતાઓ હોવાનું સામે આવ્યું છે. આ રેસમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલનું નામ સૌથી મોખરે છે.  પૂર્વ કેન્દ્રિયમંત્રી અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ પ્રદેશ પ્રમુખની રેસમાં છે. પૂર્વ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષીનેતા અર્જુન મોઢાવડીયાનું નામ પણ પ્રમુખ પદની યાદીમાં છે. ભરતસિંહ સોલંકી આજે સવારે દિલ્હી દરબારમાં પહોંચ્યા છે. 

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કોંગ્રેસને હવે ગમે ત્યારે નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે. પ્રદેશ પ્રમુખના પદની રેસમા 3 દિગ્ગજનેતાઓ હોવાનું સામે આવ્યું છે. આ રેસમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલનું નામ સૌથી મોખરે છે.  

આ ઉપરાંત પૂર્વ કેન્દ્રિયમંત્રી અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ પ્રદેશ પ્રમુખની રેસમાં છે. પૂર્વ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષીનેતા અર્જુન મોઢાવડીયાનું નામ પણ પ્રમુખ પદની યાદીમાં છે. ભરતસિંહ સોલંકી આજે સવારે દિલ્હી દરબારમાં પહોંચ્યા છે. 

આગામી દિવસોમાં અન્ય સિનિયર નેતાઓને બોલાવવામાં આવશે. આ સપ્તાહના અંત સુધીમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી-પ્રમુખની જાહેરાત થઈ શકે છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે અવિનાશ પાંડે નક્કી માનવામાં આવે છે.

સુરેન્દ્રનગર જિલ્લા કૉંગ્રેસમાં ભડકો,  30થી વધુ હોદેદ્દારો આમ આદમી પાર્ટીમાં જોડાયા 

રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ તમામ પક્ષો કામે લાગી ગયા છે.  સુરેન્દ્રનગરમાં જિલ્લા કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખે રાજીનામું આપી દીધું છે. વઢવાણ નગરાપાલિકાના પૂર્વ પ્રમુખે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તો સોશિયલ મીડિયા સેલના પ્રમુખ અને ઉપપ્રમુખનું પણ રાજીનામું પડી ગયું છે.  હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા છે. કોંગ્રેસમાંથી રાજીનામા બાદ તમામ સભ્યો આજે આમ આદમી પાર્ટીમાં સામેલ થયા  છે. 

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને દોઢ વર્ષ જેટલો સમય હવે બાકી રહ્યો છે. ત્યારે આગામી ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી પણ પૂરેપૂરી તાકાત લગાવશે. આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપવા માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 

સુરેન્દ્રનગર જિલ્લા કૉંગ્રેસના હોદેદારો, પૂર્વ હોદેદારો અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.  સુરેન્દ્રનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ આપ પાર્ટીનો ખેસ પહેરાવી તમામનું સ્વાગત કર્યું હતું. કૉંગ્રેસના હોદ્દેદારો, પુર્વ હોદેદારો સહીત અંદાજે 30 થી વધુ લોકો‌ આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકીય માહોલ ગરમાયો છે.  આગામી દિવસોમાં ‌આમ‌ આદમી પાર્ટી વધુ મજબૂત અને સંગઠીત થઈ એક મોટા અને સક્ષમ રાજકીય પક્ષ તરીકે રાજ્ય સહિત દેશમાં લડત આપશે તેવું  આહવાન પણ‌ કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં આવતા વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓમાં ચૂંટણીઓને લઈને દોડધામ અત્યારથી ચાલુ છે. ભાજપ પાસે સત્તા ચાલુ રાખવાનો પડકાર છે. જ્યારે કોંગ્રેસને 2024માં જો મજબૂતાઈથી લડવું હોય તો સારું પ્રદર્શન કરવું ખૂબ જરૂરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
રાજકોટના ડેપ્યુટી મેયર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી
IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Deputy Mayor : રાજકોટના ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ પર જીવલેણ હુમલો, જુઓ અહેવાલKhambhat Protest : ખંભાતમાં ધાર્મિક ગ્રંથના અપમાનને લઈ મુસ્લિમોમાં ભારે રોષ, પોલીસ સ્ટેશનનો ઘેરાવPatan Medical Collage Ragging Case : ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનું મોત, 15 વિદ્યાર્થી સસ્પેન્ડHun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓ બનશે ડૉક્ટર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
રાજકોટના ડેપ્યુટી મેયર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી
IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Unlucky Moles on Body: સાવધાન આ 6 અંગમાં તલ, નોતરે છે દુર્ભાગ્ય,નથી માનતો શુભ
Unlucky Moles on Body: સાવધાન આ 6 અંગમાં તલ, નોતરે છે દુર્ભાગ્ય,નથી માનતો શુભ
Geyser Safety Tips: ઠંડીમાં ગીઝરનો ઉપયોગ કરતા અગાઉ આ બાબતોનું રાખો ધ્યાન, નહી થાય કોઇ દુર્ઘટના
Geyser Safety Tips: ઠંડીમાં ગીઝરનો ઉપયોગ કરતા અગાઉ આ બાબતોનું રાખો ધ્યાન, નહી થાય કોઇ દુર્ઘટના
પત્નીને નોકરી છોડવા માટે મજબૂર કરી શકે પતિ? હાઇકોર્ટે શું આપ્યો ચુકાદો
પત્નીને નોકરી છોડવા માટે મજબૂર કરી શકે પતિ? હાઇકોર્ટે શું આપ્યો ચુકાદો
G20 Summit: નાઇજીરિયા બાદ જી-20 સમિટ માટે બ્રાઝિલ પહોંચ્યા PM મોદી, કરાયું ભવ્ય સ્વાગત
G20 Summit: નાઇજીરિયા બાદ જી-20 સમિટ માટે બ્રાઝિલ પહોંચ્યા PM મોદી, કરાયું ભવ્ય સ્વાગત
Embed widget