શોધખોળ કરો

Ahmedabad: રામોલમાં પતિએ પત્નીનું મર્ડર કર્યું, તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી 

અમદાવાદ શહેરમાં ઘર કંકાસમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. શહેરના રામોલ વિસ્તારમાં  પતિએ પત્નિની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાખી છે.

અમદાવાદ: અમદાવાદ શહેરમાં ઘર કંકાસમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. શહેરના રામોલ વિસ્તારમાં  પતિએ પત્નિની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાખી છે.  રામોલ પોલીસે ગણતરીના કલાકોમાં જ  આરોપીની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. આરોપીએ ડીસીમીસના ઘા ઝીંકી  પત્નીને મોતનો ઘાટ ઉતારી હતી. 

આ ઘટનાની જાણ થતાં જ રામોલ પોલીસ એક્ટિવ થઇ અને ગણતરીના કલાકોમાં આરોપીની અટકાયત કરી  હતી. પોલીસે આરોપીના રીમાન્ડ મેળવવા અને હત્યાના કારણો શોધવા કવાયત હાથ ધરી છે.

નાની મોટી બાબતે ઝઘડા અને ઘરકંકાસ થતો

મૃતક કુરેશાબાનુ અને આરોપી અહેઝાજ અકબર અલી મુળ ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના મુસાફીર તાલુકાના નેહાલપુર ગામના વતની છે. સામાજિક રીત રિવાજ મુજબ પંદર વર્ષ અગાઉ બંનેના લગ્ન થયા હતા. તેમના લગ્ન જીવનથી તેમને કુલ ચાર સંતાનો છે. જેમાં બે દિકરા અને બે દિકરીઓનો સમાવેશ થાય છે. જ્યારથી લગ્ન થયા ત્યારથી કુરેશા બાનુ અને એહેઝાજ અકબર અલી વચ્ચે નાની મોટી બાબતે ઝઘડા અને ઘરકંકાસ થતો હતો. આરોપી મૃતક કુરેશાબાનુને માર પણ મારતો હતો.  

આરોપી અહેઝાજ અકબર અલી મૃતક કુરેશાબાનુને અવાર નવાર માર મારતો. બંને વચ્ચેના ઝઘડા વધી જતાં અને કુરેશાબાનુને તેના પતિના મારથી બચાવવા કુરેશ બાનુના ભાઇઓએ તેમને અમદાવાદ ખાતે સ્થળાંતર કરવાનો નિર્ણય કર્યો હતો. ચાર ભાઇઓએ ભેગા મળી રામોલ વિસ્તારમાં શાલીમારની ચાલીમાં મકાન અપાવ્યુ હતું. તેમજ જીવન નિર્વાહ ચલાવવા માટે રીક્ષા ભાડે અપાવી હતી. આરોપી દિવસે રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતો હતો. જોકે રાત્રે ઘરે પહોંચ્ચા બાદ પતિ-પત્ની વચ્ચેના ઝઘડા ચાલુ જ રહેતા હતા. જેમાં  5મી તારીખે રાત્રિના પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને 6 તારીખે વહેલી સવારે આરોપીએ પોતાની પત્નીને તીક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હતી.

પત્નીની હત્યા કર્યા બાદ આરોપી રીક્ષા લઇ ફરાર થઈ ગયો હતો.  જો કે ઘટનાની જાણ થતાં જ રામોલ પોલીસ એક્ટિવ થઇ હતી અને ગણતરીના કલાકોમાં આરોપીની અટકાયત કરી લીધી હતી. પોલીસે આરોપીના રીમાન્ડ મેળવવા અને હત્યાના કારણો શોધવા કવાયત હાથ ધરી છે.  

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Student Winter Cloths : શિયાળામાં વિદ્યાર્થીઓના ગરમ કપડાને લઈ સ્કૂલોને શું અપાઈ ચેતવણી?Coldplay Concert: બે જ કલાકમાં બે લાખથી વધુ ટિકિટનું વેચાણ, વેઈટિંગમાં 5 લાખ લોકોAhmedabad Crime:  શાકભાજી વેપારી પર થયેલા ફાયરિંગમાં થયું વેપારીનું મોત, પરિવાર શોકમાંRBI Threat News:ભારતીય રિઝર્વ બેન્કને મળી ધમકી, કહ્યું-હું લશ્કરે તૈયબાનો CEO બોલુ છું..

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
Embed widget