શોધખોળ કરો
અમદાવાદમાં સતત વધી રહ્યા છે માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન, વધુ 14 વિસ્તારનો થયો સમાવેશ
મધ્યઝોનમાં શાહપુર મિલ કમ્પાઉન્ડની મીરાસી વાડ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં વેજલપુરની બે સોસાયટીઓ જનતાનગર માર્કેટ અને અશ્વલેખા ફ્લેટ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવવામાં આવ્યા છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ દિવસને દિવસે વધી રહ્યા છે. જોકે અમદાવાદમાં કોરોનાના કેસોમાં થોડો ઘટાડો ચોક્કસ આવ્યો છે. તેમ છતાં અમદાવાદ શહેરમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની યાદી લાંબી જ થતી જઈ રહી છે. ગઈકાલે વધુ 14 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ શહેરમાં કુલ 60 સ્થળો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની યાદીમાં સમાવેશ છે.
ગઈકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બહાર પાડેલી નવા માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની યાદીમાં દક્ષિણ પશ્ચિમઝોનની પાંચ સોસાયટીઓનો સમાવવામાં આવી છે. ઉપરાંત થલતેજની બે અને ઘાટલોડિયાની ત્રણ સોસાયટીઓને પણ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન હેઠળ સમાવવામાં આવી છે.
મધ્યઝોનમાં શાહપુર મિલ કમ્પાઉન્ડની મીરાસી વાડ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં વેજલપુરની બે સોસાયટીઓ જનતાનગર માર્કેટ અને અશ્વલેખા ફ્લેટ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવવામાં આવ્યા છે.
પશ્ચિમઝોનમાં ચાંદખેડા વિસ્તારની જનતાનગર સોસાયટી પાસે 661 નંબરની ગલી માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન હેઠળ સમાવવામાં આવી છે.
નોંધનીય છે કે, ગઈકાલે સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 681 નવા કેસ નોંધાયા હતા, જ્યારે વધુ 19 દર્દીઓનાં મોત થયા હતા. જ્યારે 563 દર્દીઓએ સાજા થયા હતા. રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 33,999 થઈ ગઈ છે અને મૃત્યુઆંક 1888 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 24601 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
દુનિયા
Advertisement