શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

IND vs PAK: ભારત પાકિસ્તાનની મેચ જોવા આવશે સચિન, રજનીકાંત અને અમિતાભ, અરિજીત સિંહ કરશે પરફોર્મ

IND vs PAK: ભારતીય ટીમ આજે અમદાવાદ પહોંચશે જ્યારે પાકિસ્તાનની ટીમ બુધવારે અમદાવાદ પહોંચી હતી.

IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબર, શનિવારના રોજ રમાનારી મેચને લઇને કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. ભારતીય ટીમ આજે અમદાવાદ પહોંચશે જ્યારે પાકિસ્તાનની ટીમ બુધવારે અમદાવાદ પહોંચી હતી. અગાઉ ભારતીય ઓપનર શુભમન ગિલ પણ અમદાવાદ પહોંચી ચૂક્યો છે. ભારતીય ટીમ ITC નર્મદા હોટેલમાં રોકાશે.          

IND vs PAK: ભારત પાકિસ્તાનની મેચ જોવા આવશે સચિન, રજનીકાંત અને અમિતાભ, અરિજીત સિંહ કરશે પરફોર્મ

ભારત-પાકિસ્તાન મેચના દિવસે અમદાવાદમાં સચિન તેંડુલકર, રજનીકાંત અને અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજો હાજર રહેશે. મેચ પહેલા બૉલિવૂડના સિંગર અરિજીત સિંહ પરફોર્મ કરશે.  પાકિસ્તાનની ટીમ હયાત હોટલમાં રોકાઇ છે. અહીં પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હોટલમાં આવનાર દરેક મુલાકાતીઓની નોંધણી કરવામાં આવી રહી છે. બુધવારે રાતે પોલીસ કમિશનરે પણ હોટલની મુલાકાત લીધી હતી. પાકિસ્તાનની ટીમ આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ માટે જશે.        

મેચ દરમિયાન પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવશે. 21 DCP, 47 ACP, 131 PI, 369 PSI સહિત સાત હજાર પોલીસ કર્મચારીઓ ખડેપગે રહેશે. જ્યારે ચાર  હજારથી વધુ હોમગાર્ડ પણ સુરક્ષામાં તૈનાત રહેશે. NSG, NDRF અને SDRF પણ સુરક્ષા વ્યવસ્થામાં જોડાશે.             

ભારત અને પાકિસ્તાન મેચ પહેલા જ અમદાવાદ અને ગાંધીનગરની હોટલ માલિકોનો એક મોટો ખેલ ખુલ્લો પડી ગયો હતો. .અમદાવાદની મેચ જાહેર થઇ તે દિવસથી જ મેચના દિવસ દરમિયાન હોટલના ભાડામાં પાંચ થી દસ ગણો વધારો કરનાર હોટલોએ અચાનક જ ભાડામાં ધરખમ ઘટાડો કર્યો છે. અમદાવાદની ટોચની હોટલોએ ભાડામાં 10 થી 30 હજાર સુધીનો ઘટાડો કર્યો હતો. 13 અને 14 ઓક્ટોબરે અમદાવાદની હોટલ હાઉસફૂલ થઇ ગઇ હોવાની વાતો ખોટી સાબિત થઇ હતી. અનેક લોકોએ તે જ ડરથી મોંઘા ભાવે હોટલો બુક કરાવી દીધી પરંતુ હવે તાજ ઉમેદ હોટલે 10 હજાર, કામા હોટલે 20 હજાર, તો લેમન ટ્રી હોટલે 30 હજાર રૂપિયા સુધીનું રૂમ ભાડું ઘટાડ્યું છે. રૂમ ભાડું ઘટાડવા પાછળનું બહાનું કેટલાક ક્રિકેટ ચાહકોને મેચની ટિકિટ ન મળતાં કેટલાક રૂમ કેન્સલ થયા હોવાનું ગણાવાઇ રહ્યું છે.

અમદાવાદમાં ભારત પાકિસ્તાનની મેચ પહેલા પોલીસે મોટી કાર્યવાહી કરી હતી.  અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની 150 બનાવટી ટિકિટ સાથે એક આરોપીની અટકાયત કરી હતી. નોંધનીય છે કે વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં મેચ રમાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Reality check : ગુજરાત યુનિ.માં હેલ્મેટના નિયમનું ઉલ્લંઘન, એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં ખુલાસોAhmedabad Bopal Accident case: અકસ્માત સર્જનાર નશામાં ધૂત નબીરાના નફ્ફટાઈ ભર્યા બોલVadodara News |  ફોન લેનની કામગીરીનો પાદરામાં ખેડૂતોએ કર્યો વિરોધ, વળતર ન મળ્યાનો લગાવ્યો આરોપHarsh Sanghavi: કાયદા-વ્યવસ્થાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બોલાવી બેઠક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
IPL 2025 Mega Auction: અફઘાનિસ્તાનના 18 વર્ષના ખેલાડી પર મુંબઈએ કર્યો કરોડોનો વરસાદ, નેટ બોલર પર લગાવ્યો મોટો દાવ
અફઘાનિસ્તાનના 18 વર્ષના ખેલાડી પર મુંબઈએ કર્યો કરોડોનો વરસાદ, નેટ બોલર પર લગાવ્યો મોટો દાવ
IPL 2025 PBKS: પંજાબ કિંગ્સે 3 ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ કર્યો, ટીમે કેપ્ટન માટે ખોલ્યો ખજાનો?
IPL 2025 PBKS: પંજાબ કિંગ્સે 3 ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ કર્યો, ટીમે કેપ્ટન માટે ખોલ્યો ખજાનો?
IPL 2025 auction: ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આટલા કરોડમાં ખરીદ્યો
IPL 2025 auction: ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આટલા કરોડમાં ખરીદ્યો
Mallika Sagar: કોણ છે IPL 2025 ની ઓક્શનર મલ્લિકા સાગર ? નેટવર્થ જાણી ચોંકી જશો
Mallika Sagar: કોણ છે IPL 2025 ની ઓક્શનર મલ્લિકા સાગર ? નેટવર્થ જાણી ચોંકી જશો
Embed widget