શોધખોળ કરો

Delhi Pollution : દિલ્લીમાં એર પોલ્યુશન ગંભીર સ્તરે, કેજરીવાલ સરકારે લીધો મોટો નિર્ણય, 10 નવેમ્બર સુધી શાળા બંધ

આતિશીએ કહ્યું કે, શાળાઓને ધોરણ 6 થી 12 સુધીના ઓનલાઈન વર્ગોમાં શિફ્ટ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

Delhi Primary School Closed: દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશીએ રવિવારે કહ્યું કે, રાષ્ટ્રીય રાજધાનીમાં વાયુ પ્રદૂષણના ખતરનાક સ્તરને જોતા સરકારે પ્રાથમિક શાળાઓને 10 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ સમયગાળા દરમિયાન, શાળાઓને ધોરણ 6 થી 12 સુધીના ઑનલાઇન વર્ગોમાં શિફ્ટ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

 દિલ્હી સરકારમાં શિક્ષણ મંત્રી આતિશીએ કહ્યું હતું કે દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું ઉચ્ચ સ્તર આરોગ્યની દ્રષ્ટિએ તેના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે. ખાસ કરીને તે બાળકો માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ જ કારણ છે કે વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે 10 નવેમ્બર 2023 સુધી દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓને બંધ કરવાનો નિર્ણય લીધો છે.

દિલ્હીના દરેક વિસ્તારમાં પ્રદૂષણનો ખતરો

આવતા સપ્તાહ સુધી હજું  દિલ્હીમાં લોકોને પ્રદૂષણથી રાહત મળે તેવી કોઈ શક્યતા નથી. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર, દિલ્હીના શાદીપુર વિસ્તારમાં લોકોને સૌથી વધુ પ્રદૂષણનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીમાં હવાની ગુણવત્તાનું સ્તર છેલ્લા ત્રણ દિવસથી ગંભીર શ્રેણીમાં છે. દિલ્હીના આરકે પુરમમાં AQI 489, દ્વારકા સેક્ટર 8માં 486, ઓખલા ફેઝ ટુમાં 484, પટપરગંજમાં 464, IGI એરપોર્ટ (T3)ની આસપાસ 480, બવાનામાં 479, મુંડકામાં 474, નજફગઢમાં 472 હતો. દિલ્હીના અન્ય વિસ્તારોમાં AQI સ્તર વધુ કે ઓછું સમાન છે.

દિલ્હીના ઈન્ડિયા ગેટ વિસ્તારમાં પ્રદૂષણની સ્થિતિ પણ ગંભીર છે. દિલ્હીના કુતુબ મિનાર વિસ્તારમાં ડ્રોનની મદદથી લેવામાં આવેલી તસવીરથી સ્પષ્ટ થાય છે કે ધંધની પરત  દક્ષિણ દિલ્હી વિસ્તાર સુધી છવાયેલી છે.  સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર, આ સ્થિતિ આગામી કેટલાક દિવસો સુધી યથાવત રહેવાની સંભાવના છે.                                                                                                                                                                        

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી

Assembly Elections 2024 Live: 'BJP કરે છે વોટ જેહાદ, અહી બનશે MVAની સરકાર', નાના પટોળેનો મોટો દાવો

UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?

ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dahod:આધાર અને રેશનકાર્ડ અપડેટ માટે દાહોદમાં લાગી લાંબી લાઈન| Abp AsmitaVadodara Crime: સતત બીજા દિવસે ઘર પર પથ્થર મારો અને ઝીંકાઈ સોડાની બોટલ | Abp AsmitaParag Shah:હિંદુઓ જાગી ગયા છે..મહારાષ્ટ્ર સરકાર તો મહાયુતિ જ બનાવી રહી છે..Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં વોટિંગ શરૂ, અક્ષય કુમાર સહિતના દિગ્ગજોએ કર્યું વોટિંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
Assembly Elections 2024 Live: 'BJP કરે છે વોટ જેહાદ, અહી બનશે MVAની સરકાર', નાના પટોળેનો મોટો દાવો
Assembly Elections 2024 Live: 'BJP કરે છે વોટ જેહાદ, અહી બનશે MVAની સરકાર', નાના પટોળેનો મોટો દાવો
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
પેન્શનધારકોને લાઇફ સર્ટિફિકેટ માટે ધક્કા ખાવા નહી પડે, ઘરે બેઠા મળશે સુવિધા

Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ

Maharashtra Assembly Election 2024: અક્ષય કુમારે મુંબઇમાં આપ્યો મત, રાજકુમાર રાવ અને અલી ફઝલે કર્યું મતદાન

E-Aadhaar: E-Aadhaar શું હોય છે, જાણો તમારા આધાર કાર્ડથી કેટલું છે અલગ?

Embed widget