(Source: ECI/ABP News/ABP Majha)
અમરેલી: શાંતા બા હોસ્પિટલનો ઘોર બેદરકારીનો કિસ્સો, મોતિયાબિંદના ઓપરેશન બાદ 25એ ગૂમાવી દષ્ટી
અમરેલી:અમરેલી શાંતા હોસ્પિટલની ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. અહીં 25 લોકોનું મોતિયાબિંદનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જો કે ઓપરેશન બાદ દર્દીઓએ ન દેખાતું હોવાની ફરિયાદ કરી હતી.
Amreli:અમરેલી શાતા હોસ્પિટલની ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. અહીં 25 લોકોનું મોતિયાબિંદનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જો કે ઓપરેશન બાદ દર્દીઓએ ન દેખાતું હોવાની ફરિયાદ કરી હતી.
અમરેલી સિવિલ હોસ્પિટલમાં ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. અહીં 25 દર્દીના ઓપરેશન કરવામાં આવ્યાં હતા. જો કે ઓપરેશન બાદ દર્દીઓ દષ્ટી છીનવાઇ જવાની ફરિયાદ કરતાં હાહાકાર મચી ગયો છે.
અમરેલીની શાંતા બા હોસ્પિટલમાં મોતિયાબિંજ ઓપરેશન કરાવ્યા બાદ 25 દર્દીઓને આંખની રોશની ગુમાવી હોવાની ફરિયાદ કરી હતી. જેમાંથી ચાર દર્દીઓને સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી એક દર્દીને સંપૂર્ણ રીતે દેખાતું બંધ થયું હોવાની ફરિયાદ સામે આવી છે.
ઉલ્લેખનિય છે કે, ગત મહિને અમરેલીની સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં અનેક દર્દીઓએ પોતાની આંખોના નિદાન માટે તપાસ કરાવી હતી તપાસ બાદ આ દર્દીઓને અસહ્ય પીળા અને આંખની રોશની ઓછી થવાની ફરિયાદ સામે આવી હતી જે બાદ આ દર્દીઓને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એબીપી અસ્મિતા એ કરેલી વાત અનુસાર આ દર્દીઓ ને આંખમાં ઓછું દેખાવાનું અને પીડા થતી હોવાની ફરિયાદો હતી તો બીજી તરફ ડોક્ટરોના મતે આંખમાં રસી થઈ ગયું હોવાના કારણે પીળા થઈ રહી હતી જે બાદ આ દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા અને ચાર પૈકી ત્રણ દર્દીઓ ને સાજા થઈને ડિસ્ચાર્જ આપવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી કુલ 25 અસરગ્રસ્ત દર્દીઓ પૈકી અનેક દર્દીઓને રાજકોટ ભાવનગર અને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. જો કે ઓપરેશન બાદ એવી ફરિયાદ થતાં સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આ રહી છે.
BAPS: આવતીકાલથી અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ, PM મોદીના હસ્તે ઉદ્ઘાટન
અમદાવાદઃ અમદાવાદમાં આવતીકાલ એટલે કે 14 ડિસેમ્બરથી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહોત્સવનો પ્રારંભ કર્યો હતો. તેઓ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે. કાર્યક્રમની શરૂઆત સાંજે 5:30 વાગ્યે શરૂ થશે. અમદાવાદના ઓગણજમાં 600 એકર જમીનમાં મહોત્સવ યોજાવાનો છે. BAPS સંસ્થા દ્વારા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે.
બીએપીએસ સંસ્થા દ્ધારા અમદાવાદના ઓગણજ પાસે મહિનાઓની મહેનત બાદ પ્રમુખસ્વામી મહારાજ નગર બનાવ્યું છે. 14 ડિસેમ્બરથી શરૂ થનાર મહોત્સવની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં દિલ્લી જેવું જ અક્ષરધામ તૈયાર કરાયું છે. જેમાં ખૂબ જ સુંદર રીતે નકશીકામ કરાયું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દુનિયાભરમાંથી હરિભક્તો અમદાવાદમાં આવી રહ્યા છે. ખાસ કરીને યૂએસ, યૂકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ સહિતના દુનિયાભરના દેશોમાંથી હરિભક્તો અને મહેમાનો પહોંચશે.
ઉપરાંત અહી બાળનગરી બનાવાઈ છે, જેનું સંચાલન સાડા ચાર હજાર બાળકો કરશે. પોતાના અભ્યાસને અસર ન પહોંચી તે રીતે એક મહિના સુધી બાળકો મુલાકાતીઓને માહિતી આપશે.પ્રમુખ સ્વામી નગરમાં કુલ બે સભા ગૃહ છે. પ્રમુખ સ્વામી મહારાજ સભા ગૃહ અને નારાયણ સભાગૃહ જેમા વિચાર સમારોહ થશે.
બાળ નગરી શતાબ્દી મહોત્સવમાં આકર્ષણનું કેન્દ્ર રહેશે. બાળકોના સર્વાંગી વિકાસ માટે આ બાળનગરી તૈયાર કરવામાં આવી છે જેમાં સાડા ચાર હજાર બાળકો અને બાલિકાઓ આ બાળ નગરીનો સંચાલન કરવાના છે જો કે એક મહિના સુધી આ તમામ બાળકો અહીં આવતા મુલાકાતિઓને માહિતગાર કરશે અને સૌથી મોટી વાતો એ છે કે આ બાળકોના ભણતર ઉપર કોઈ અસર ના પડે તેના માટે શિક્ષકોની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. અહીં બાળકોનું જીવનમાં કઈ રીતનું ઘડતર થવું જોઈએ તેની માહિતી પુરી પાડવામાં આવી છે. સાથે સાથે ખૂબ જ સુંદર કલાત્મક ડોમ બાળકો માટે તૈયાર કરવામાં આવ્યા છે.
ઉદ્ધાટનના બીજા દિવસે મુલાકાતીઓ સતત એક મહિના સુધી પ્રમુખ સ્વામી નગરની મુલાકાત લઈ શકશે. 600 એકર જમીન પર તૈયાર કરાયેલા નગરમાં ભવ્ય પ્રવેશ દ્વાર, અક્ષરધામની પ્રતિકૃતિ, બાળનગરી, ગ્લો ગાર્ડન અને વિવિધ થીમના પ્રદર્શન સૌ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
સાથે સાથે આયોજન થકી સામાજીક, આધ્યાત્મિક અને રાષ્ટ્રને લગતી વિવિધ બાબતોને ઉજાગર કરવામાં આવશે. 600 એકરમાં તૈયાર થયેલ નગર માટે 250 કરતા વધુ બિલ્ડરો અને ખેડૂતોએ નિઃસ્વાર્થ સહયોગથી જમીન આપી હતી. જે બાદ સતત દોઢ વર્ષની મહેનત બાદ આ નગર તૈયાર કરવામાં આવ્યું છે. પ્રમુખસ્વામીનગરની વિશેષતાઓમાં અનેક તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં સાત ભવ્ય પ્રવેશદ્વાર તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં મુખ્ય પ્રવેશદ્વારને સંતદ્વાર નામ અપાયું છે. જેમાં ભારતના 28 જેટલા મહાપુરૂષો અને સંતોની આઠ ફુટ ઉંચી મૂર્તિઓ મુકવામાં આવી છે