શોધખોળ કરો

બાલાસિનોરમાં 2 કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ, હેરણ નદીમાં પૂર આવતા રાજવાસણા રબર ડેમ છલકાયો

Gujarat Rain: ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું છે, ત્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વહેલી સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે.

Gujarat Rain: ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું છે, ત્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વહેલી સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. મહિસાગરના બાલાસિનોર, આણંદ, ખેડા અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે નદી-નાળા બે કાંઠે વહેવા લાગ્યા છે.

મહિસાગર: બાલાસિનોરમાં 2 કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ

મહિસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાં વહેલી સવારથી જ કાળાડીબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. માત્ર બે જ કલાકના ગાળામાં પોણા ત્રણ ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતા બાલાસિનોરના મુખ્ય રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. અવિરત વરસાદના કારણે માર્ગો પર જળભરાવ થતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

આ પણ વાંચો...Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર

આણંદ: 2.20 ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોને સલામત સ્થળે ખસેડાયા

આણંદ જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. આણંદ શહેરમાં 2 કલાકમાં 2.20 ઈંચ વરસાદ નોંધાયો છે. ખંભાત, બોરસદ, વલ્લભવિદ્યાનગર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારો જેવા કે ઉંદેલ, કાળી તલાવડી, ટીંબા, વટાદરા, ગોલાણા, વડગામ, મીતલી અને ઝીણજમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ખંભાતના મોચીવાડ, ટાવર, બાવાબાજીશા અને સાલવા જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બેઠક મંદિર પાસે પણ રસ્તા પર ભારે જળભરાવ જોવા મળ્યો હતો. સ્થિતિને ગંભીરતાથી લેતા શાસ્ત્રીનગરી, રાધારી અને આંબાખાડ વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

મનપાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી

થોડા જ વરસાદમાં શહેરના મુખ્ય માર્ગો જળમગ્ન થઈ જતાં મનપાની પ્રી-મોન્સૂન કામગીરીના દાવાની પોલ ખુલી ગઈ છે. ટ્રાફિકની ગતિ ધીમી પડી જતાં જનજીવન પર વ્યાપક અસર પડી છે. જો વરસાદ ચાલુ રહેશે તો નીચાણવાળા વિસ્તારોમાં સ્થિતિ વધુ વિકટ બની શકે છે.

ખેડા: ડાંગરના પાકને નુકસાન જવાની ભીતિથી ખેડૂતો ચિંતિત

ખેડા જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. માતર પંથકના ભલાડા, પરીએજ, લીંબાસી સહિતના તમામ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જોકે, આ સમયે પડેલા ધોધમાર વરસાદના કારણે ડાંગરના પાકને વ્યાપક નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે સ્થાનિક ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે.

છોટાઉદેપુર: પાવી જેતપુરમાં 2.83 ઈંચ વરસાદ, હેરણ અને અશ્વિની નદીમાં ઘોડાપૂર

છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાએ સૌથી રૌદ્ર અને ભવ્ય રૂપ બતાવ્યું છે. પાવી જેતપુરમાં 2.83 ઈંચ, ક્વાંટ તાલુકામાં અઢી ઈંચ અને નસવાડીમાં 2.36 ઈંચ વરસાદ ખાબક્યો છે.  ભારે વરસાદના કારણે જિલ્લાની બીજી સૌથી મોટી નદી હેરણ નદી અને નસવાડીની અશ્વિની નદીમાં ઘોડાપૂર આવ્યા છે. મોટી ડુંગરી ભરેડા કોતરમાં પણ નવા નીરની આવક થઈ છે.

ગુજરાતનો એકમાત્ર રબ્બર ડેમ છલકાયો:

હેરણ નદીમાં પૂર આવવાના કારણે રાજવાસણા સ્થિત ગુજરાતનો એકમાત્ર રાજવાસણા રબ્બર ડેમ છલોછલ ભરાઈને ઓવરફ્લો થયો છે. ડેમ પરથી પ્રચંડ પ્રવાહ સાથે પાણી વહેતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. નદી-નાળા છલકાઈ જતાં અને નવા નીરની આવક થતાં સ્થાનિક પંથકના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget