શોધખોળ કરો

Anand News: ન્યૂઝીલેન્ડમાં યુવતીની છેડતી મામલે અમુલના ડિરેક્ટરે કર્યો મોટો ખુલાસો

આણંદ: થોડા દિવસ અગાઉ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનું ડેલિકેશન ન્યૂઝીલેન્ડ ગયું હતું. જ્યાં એક યુવતીની છેડતી કરવામાં આવી હોવાની ફરિયાદ થઈ હતી.

આણંદ: થોડા દિવસ અગાઉ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનું ડેલિકેશન ન્યૂઝીલેન્ડ ગયું હતું. જ્યાં એક યુવતીની છેડતી કરવામાં આવી હોવાની ફરિયાદ થઈ હતી. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના બે ડિરેક્ટર પર ન્યૂઝીલેન્ડમાં ફરિયાદ થઈ હોવાની વાત સામે આવી હતી. આ સમગ્ર ઘટનામાં અમુલ ડેરીનું નામ બદનામ થયું હતું.
વિશ્વવિખ્યાત અમૂલ ડેરીનું નામ બદનામ થતાની સાથે અમુલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે આ અંગે સ્પષ્ટતા કરી છે.

વિપુલ પટેલે કહ્યું કે, ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી અમૂલના કોઈપણ ડિરેક્ટર ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયા નથી આ સંપૂર્ણ બાબતે અમુલનું નામ ખરાબ થઈ રહ્યું છે. અમુલ બ્રાન્ડના નામે 18 જેટલા સંઘો દૂધનું વેચાણ કરે છે. આવી બદનામીના કારણે આ 18 સંઘો પાસેથી અમુલે પોતાનું નામ પાછું લેવાની ચીમકી આપી છે. સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા સ્થાપિત Amul ડેરીને અન્ય ડેરી સંઘો વચ્ચે સ્પર્ધાના સર્જાય તે માટે અમુલનું નામ આપવામાં આવ્યું હતું. ન્યૂઝીલેન્ડમાં બનેલી ઘટનાના કારણે વિશ્વવિખ્યાત સહકારીતાનું માળખું વિખેરાય તેવી વકી છે.

ડમીકાંડ મામલે વધુ 5 આરોપી જેલ હવાલે

ભાવનગરમાં સામે આવેલા ડમીકાંડ મામલે રોજેરોજ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. ગઈ કાલે ડમીકાંડ મામલે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તો બીજી તરફ આજે વધુ 5 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. ચંદ્રદીપ ચૌહાણ, મહાવીરસિંહ સરવૈયા,કીર્તિકુમાર પનોત, સંજય સોલંકી,અને મહેશ ચૌહાણને જેલ હવાલે કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, ડમી ઉમેદવાર કાંડમાં અત્યાર સુધીમાં 20 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. અન્ય 7 આરોપીઓ પૈકી 4 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ અને 3 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. 

વ્યાપક ડમીકાંડ અને તેની સાથે સામે આવેલા તોડકાર્ડ અંગે ગુજરાતના રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનો આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળ્યા હતા. રાજપૂત સમાજના આગેવાનોએ ગૃહરાજ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી કે યુવરાજસિંહ સામે દાખલ કરવામાં આવેલા ગુનાની ન્યાયિક તપાસ કરવામાં આવે. જે કોઈ કસૂરવાર હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે પરંતુ યુવરાજસિંહ કે યુવરાજસિંહના પરિવારને ખોટી રીતે હેરાનગતિ કરવામાં ના આવે. આ ઉપરાંત યુવરાજસિંહ જે ડમીકાંડ બહાર લાવ્યા તે અને ભૂતકાળમાં જેટલી પણ ગેરરીતિઓ બહાર લાવ્યા છે તે અંગેની પણ યોગ્ય તપાસ કરવામાં આવે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવસારી પર તોળાઈ રહ્યું છે પૂરનું સંકટ: પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર, હેલ્પલાઇન નંબર્સ જાહેર
નવસારી પર તોળાઈ રહ્યું છે પૂરનું સંકટ: પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર, હેલ્પલાઇન નંબર્સ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક અતિભારે: 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમારની આગાહી
ગુજરાતમાં આગામી 3 કલાક અતિભારે: 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમારની આગાહી
વાયનાડમાં ભૂસ્ખલનથી  3 લોકોના મોત, રુંવાડા ઊભા કરી દેશે આ તબાહીનો Video 
વાયનાડમાં ભૂસ્ખલનથી  3 લોકોના મોત, રુંવાડા ઊભા કરી દેશે આ તબાહીનો Video 
IMD Heavy Rain Alert: દેશના 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો હવામાનનું અપડેટ 
IMD Heavy Rain Alert: દેશના 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો હવામાનનું અપડેટ 

વિડિઓઝ

Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?
Surat School Holiday : ભારે વરસાદની આગાહીને પગલે સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર
Gujarat Rain Alert: Heavy rain forecast in Gujarat, see report
Gujarat Rain Breaking News:  ગુજરાતમાં મેઘમહેર, વાપીમાં સૌથી વધુ 8.5 ઈંચ વરસાદ
Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવસારી પર તોળાઈ રહ્યું છે પૂરનું સંકટ: પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર, હેલ્પલાઇન નંબર્સ જાહેર
નવસારી પર તોળાઈ રહ્યું છે પૂરનું સંકટ: પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર, હેલ્પલાઇન નંબર્સ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક અતિભારે: 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમારની આગાહી
ગુજરાતમાં આગામી 3 કલાક અતિભારે: 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમારની આગાહી
વાયનાડમાં ભૂસ્ખલનથી  3 લોકોના મોત, રુંવાડા ઊભા કરી દેશે આ તબાહીનો Video 
વાયનાડમાં ભૂસ્ખલનથી  3 લોકોના મોત, રુંવાડા ઊભા કરી દેશે આ તબાહીનો Video 
IMD Heavy Rain Alert: દેશના 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો હવામાનનું અપડેટ 
IMD Heavy Rain Alert: દેશના 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો હવામાનનું અપડેટ 
Gujarat Rain: 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ગુજરાત રેઈન એલર્ટ: આગામી બે દિવસ આ 5 જિલ્લાઓમાં તૂટી પડશે અત્યંત ભારે વરસાદ
ગુજરાત રેઈન એલર્ટ: આગામી બે દિવસ આ 5 જિલ્લાઓમાં તૂટી પડશે અત્યંત ભારે વરસાદ
7 જુલાઈ 2026થી બુધ ગ્રહ થશે વક્રી: આ 5 રાશિના લોકોએ અત્યંત સાવધ રહેવું પડશે! જાણો અસર
7 જુલાઈ 2026થી બુધ ગ્રહ થશે વક્રી: આ 5 રાશિના લોકોએ અત્યંત સાવધ રહેવું પડશે! જાણો અસર
ઝિમ્બાબ્વે પ્રવાસમાં ટીમ ઈન્ડિયા સાથે નહીં જાય ગૌતમ ગંભીર, આ દિગ્ગજ બનશે કોચ
ઝિમ્બાબ્વે પ્રવાસમાં ટીમ ઈન્ડિયા સાથે નહીં જાય ગૌતમ ગંભીર, આ દિગ્ગજ બનશે કોચ
Embed widget