શોધખોળ કરો
ભાવનગરના મહુવા યાર્ડમાં ખેડૂતોને મોટું નુકસાન: ખુલ્લામાં પડેલી અંદાજે 5,000 ગૂણી મગફળી વરસાદમાં પલળી
આધુનિક શેડ હોવા છતાં મગફળી ખુલ્લામાં રાખવામાં આવી હતી, જેના કારણે પાકના અંતિમ તબક્કે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો.
ભાવનગરના મહુવા તાલુકામાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે પડેલા વરસાદને કારણે સ્થાનિક માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. આધુનિક સુવિધાઓ અને મોટા શેડ હોવા છતાં, ખુલ્લામાં રાખવામાં આવેલી અંદાજે 5,000 ગૂણીથી વધુ મગફળી વરસાદના પાણીમાં પલળી ગઈ છે, જેનાથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
1/5

મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા વેચાણ માટે લાવવામાં આવેલી મગફળીને સુરક્ષિત રાખવા માટે આધુનિક સુવિધાઓ સાથેના મોટા શેડ બનાવવામાં આવ્યા છે.
2/5

પરંતુ, ગઈકાલે ગ્રામ્ય પંથકમાં પડેલા વરસાદ પહેલા આ મગફળીને શેડમાં ખસેડવામાં આવી ન હતી. મગફળીનો ઉતારો ખુલ્લામાં જ આપવામાં આવ્યો હોવાથી અચાનક આવેલા વરસાદને કારણે અંદાજે 5,000 થી વધુ ગૂણી મગફળી સંપૂર્ણપણે પલળી ગઈ.
Published at : 20 Sep 2025 05:55 PM (IST)
આગળ જુઓ





















