બોટાદમાં કથિત 1 કરોડ રૂપિયાના 'તોડકાંડ' મામલે ભારે ચર્ચા ચાલી રહી છે, જેમાં રાજકીય પક્ષો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે.
Botad: કથિત 1 કરોડના તોડકાંડ મામલે ભાજપની પહેલી પ્રતિક્રિયા, જાણો કોણે આપી MLA ઉમેશ મકવાણાને ખુલ્લી ચેલેન્જ
Botad News: બોટાદમાં ચર્ચાસ્પદ બની રહેલા કથિત 1 કરોડ રુપિયાના 'તોડકાંડ' મામલે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ જાહેર પ્રતિક્રિયા આપવામાં આવી છે.

- બોટાદ 'તોડકાંડ' પર ભાજપે આપ ધારાસભ્યને ખુલ્લી ચેલેન્જ.
- ભાજપ નેતાએ પક્ષને બદનામ કરવાના પ્રયાસોનો આક્ષેપ કર્યો.
- આપ ધારાસભ્યે ભાજપ-પોલીસની કથિત મિલીભગતનો પર્દાફાશ કર્યો.
- લાખોની લેવડદેવડ અને સીસીટીવી ફૂટેજના પુરાવાનો દાવો.
Botad News: બોટાદમાં ચર્ચાસ્પદ બની રહેલા કથિત 1 કરોડ રુપિયાના 'તોડકાંડ' મામલે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ જાહેર પ્રતિક્રિયા આપવામાં આવી છે. બોટાદના સર્કિટ હાઉસ ખાતે ભાજપના આગેવાન અને રાણપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિનોદ સોલંકીએ કોળી સમાજના અન્ય ભાજપ આગેવાનો સાથે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાના આક્ષેપો સામે વળતી ચેલેન્જ ફેંકી છે.
કોળી સમાજનો ઉપયોગ કરી ભાજપને બદનામ કરવાનો પ્રયાસ
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિનોદ સોલંકીએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોળી સમાજના ખંભે બંદૂક રાખીને ભાજપને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આંતરિક રાજકીય મતભેદોમાં એકબીજાનો કાંટો કાઢવા માટે કોળી સમાજનો દુરુપયોગ થઈ રહ્યો છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે જો ભોગ બનનાર વ્યક્તિ કોળી સમાજનો દીકરો હોય અને તેને અન્યાય થયો હોય તો તેની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થવી જ જોઈએ.
તપાસ પર વિશ્વાસ અને ખુલ્લી ચેલેન્જ
વિનોદસોલંકીએ કથિત તોડકાંડ મામલે નિષ્પક્ષ પોલીસ તપાસની માંગ કરતા DySP મહર્ષિ રાવલ પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, તપાસના અંતે સત્ય બહાર આવશે અને ભાજપનું કોઈ ઇન્વોલ્વમેન્ટ નહીં હોવાનું સ્પષ્ટ થશે. તેમણે ધારાસભ્ય ઉમેશ મકવાણાને ખુલ્લી ચેલેન્જ આપતા કહ્યું કે, ભાજપનો કોઈ મહામંત્રી કે અન્ય હોદ્દેદાર 1 કરોડનું પેમેન્ટ લેવા ગયો હોવાનું સાબિત કરી બતાવે. જો ભાજપનો કોઈ પણ આગેવાન રકમ લેવા ગયો હોવાનું સાબિત થશે તો તેઓ પોતે જાહેર જીવન છોડી દેશે.
સોશિયલ મીડિયા પર ભાજપ જિલ્લા પ્રમુખ મયૂરભાઈ પટેલના નામ અને ફોટા સાથે કરાયેલા આક્ષેપોને ફગાવતા તેમણે કહ્યું હતું કે, આ પ્રકારની ઘટના બની છે કે નહીં તે પોલીસ તપાસનો વિષય છે અને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી કોઈ સમાજ કે વ્યક્તિનું નામ જાહેર કરવું યોગ્ય નથી.
શું કહ્યું હતું ઉમેશ મકવાણાએ?
એબીપી અસ્મિતાના લોકપ્રિય કાર્યક્રમ 'હું તો બોલીશ'માં ધારાસભ્ય ઉમેશ મકવાણાએ બોટાદના કલ્પેશ મીઠાપરા નામના યુવક સાથે થયેલા લાખો રૂપિયાના તોડકાંડનો મોટો પર્દાફાશ કર્યો હતો. ઉમેશ મકવાણાના દાવા મુજબ, ગત 14-8-2026 ના રોજ રાત્રિના સમયે પોલીસ કલ્પેશને ઉઠાવી ગઈ હતી. ત્યારબાદ તેને શારીરિક માર ન મારવા તેમજ કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહી ન કરવાના બદલામાં લાખો રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.
ધારાસભ્યએ સીધો આરોપ લગાવ્યો હતો કે આ સમગ્ર કૌભાંડમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને બોટાદ ભાજપના મોટા આગેવાનોની સંપૂર્ણ મિલીભગત છે. યુવકને કાયદાકીય સકંજામાંથી બચાવવાના નામે ભાજપના જ નેતાઓએ વચેટિયાની ભૂમિકા ભજવી હતી. આ તોડકાંડ પેટે ગારીયાધારથી આંગડિયા પેઢી મારફતે બોટાદમાં 40 થી 60 લાખ રૂપિયા જેટલી માતબર રકમ મોકલવામાં આવી હતી. આ રકમ કટકે-કટકે 20-20 લાખના હપ્તામાં લેવાઈ હોવાનો દાવો કરાયો છે. સૌથી મોટો આક્ષેપ એ છે કે ભાજપના એક મોટા નેતા પોતે આંગડિયા પેઢીમાં જઈને આ પૈસા લાવ્યા હતા અને આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ નક્કર પુરાવા તરીકે ઉપલબ્ધ હોવાનો દાવો મકવાણાએ કર્યો છે.
Before You Go
Electricity Crisis: રાજ્યમાં વીજ સંકટ પર સરકારે તોડ્યું મૌન?
Frequently Asked Questions
બોટાદમાં કયા મુખ્ય મુદ્દા પર ચર્ચા ચાલી રહી છે?
આ કથિત તોડકાંડ મામલે ભાજપ દ્વારા પ્રથમ જાહેર પ્રતિક્રિયા કોણે આપી?
બોટાદ ભાજપના આગેવાન અને રાણપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિનોદ સોલંકીએ કોળી સમાજના અન્ય આગેવાનો સાથે પ્રેસ કોન્ફરન્સ યોજીને પ્રતિક્રિયા આપી.
ધારાસભ્ય ઉમેશ મકવાણાએ 'તોડકાંડ' અંગે કયા આક્ષેપો કર્યા છે?
ધારાસભ્યએ દાવો કર્યો કે કલ્પેશ મીઠાપરા પાસેથી પોલીસ અને ભાજપ નેતાઓની મિલીભગતથી લાખોનો તોડ થયો છે. તેમણે એક મોટા ભાજપ નેતાએ આંગડિયામાંથી પૈસા લીધા હોવાના CCTV ફૂટેજ ઉપલબ્ધ હોવાનો પણ દાવો કર્યો.
વિનોદ સોલંકીએ ધારાસભ્ય ઉમેશ મકવાણાને કઈ ખુલ્લી ચેલેન્જ ફેંકી?
તેમણે ચેલેન્જ ફેંકી કે ભાજપનો કોઈ મહામંત્રી કે હોદ્દેદાર 1 કરોડનું પેમેન્ટ લેવા ગયો હોવાનું સાબિત કરે. જો સાબિત થશે, તો તેઓ જાહેર જીવન છોડી દેશે.






















