શોધખોળ કરો

બોટાદ કથિત તોડકાંડમાં મોટો વળાંક: MLA ઉમેશ મકવાણા CMને મળ્યા, CID તપાસની કરી માંગ

ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળીને ભદ્રાવાડી અને દુબઈના કનેક્શનની CID ક્રાઈમ પાસે તપાસ કરાવવા રજૂઆત કરી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • બોટાદના ધારાસભ્યે કથિત તોડકાંડ, ઓનલાઈન ગેમિંગની ઉચ્ચ તપાસ માંગી.
  • આ નેટવર્ક કરોડો નહીં, હજારો કરોડના ગેરકાયદેસર વ્યવહારો કરે છે.
  • મુખ્યમંત્રીએ નિષ્પક્ષ તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી.

Botad extortion case: બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ અને ઓનલાઈન ગેમિંગના ગેરકાયદેસર નેટવર્ક અંગે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રૂબરૂ મુલાકાત કરી છે. આ બેઠકમાં તેમણે આ સમગ્ર મામલાની અત્યંત ગંભીર અને ઉચ્ચસ્તરીય તપાસ કરાવવાની પ્રબળ માંગણી કરી છે.

આજે ગાંધીનગરમાં બોટાદ જિલ્લાના કોળી સમાજના આગેવાનો, યુવાનો અને વડીલો સાથે એક અગત્યની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક બાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ મુખ્યમંત્રીશ્રીને મળીને સમગ્ર સ્થિતિનો ચિતાર આપ્યો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ મામલો માત્ર 1 કરોડ રૂપિયાના તોડકાંડ પૂરતો મર્યાદિત નથી. આ તો બોટાદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ચાલતા ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજીના મોટા નેટવર્ક સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે. આ સિન્ડિકેટ દ્વારા કરોડો નહિ પરંતુ હજારો કરોડ રૂપિયાના ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો થતા હોવાની પ્રબળ આશંકા છે. આથી આ વિશાળ નેટવર્ક પાછળ કોણ જવાબદાર છે, નાણાં ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, તથા તેનું સંચાલન કોણ કરે છે તેની ઊંડાણપૂર્વક તપાસ થવી અત્યંત આવશ્યક છે.

ધારાસભ્યશ્રીએ વિશેષ ભાર મૂકીને માંગ કરી હતી કે હાલમાં બોટાદ પોલીસ દ્વારા ચાલી રહેલી તપાસને વધુ વ્યાપક બનાવવી જોઈએ. આ કેસની તપાસ રેન્જ આઈ.જી. કક્ષાના ઉચ્ચ અધિકારી અથવા સી.આઈ.ડી. ક્રાઈમ મારફતે નિષ્પક્ષ રીતે કરાવવામાં આવે. તેમણે ઉમેર્યું હતું કે ભદ્રાવાડી ગામ સાથે જોડાયેલી કેટલીક વ્યક્તિઓ કે જેઓ હાલમાં દુબઈમાં બેસીને આ ઓનલાઈન ગેમિંગનું આખું સિન્ડિકેટ ચલાવતા હોવાની શંકા છે, તેમની ભૂમિકા, તેમના નાણાકીય વ્યવહારો અને સ્થાનિક સંપર્કોની પણ ઝીણવટભરી ટેકનિકલ તપાસ થવી જોઈએ.

આ ઉપરાંત, ગારીયાધાર, ગઢડા તાલુકાના ટાટમ, રામપરા, વાવડી અને બોટાદ તાલુકાના કાનિયાડ જેવા વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઓનલાઈન ગેમિંગનું મોટું નેટવર્ક સક્રિય હોવાની માહિતી મળી છે. આથી તપાસ માત્ર એક સ્થળ કે વ્યક્તિ પૂરતી સીમિત ન રહેતા, સમગ્ર નેટવર્કની તમામ કડીઓ જોડીને તેના મૂળ સુધી પહોંચવું જોઈએ.

ધારાસભ્યશ્રીએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાનું આ દુષણ 13 થી 30 વર્ષની વયના યુવાનોમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. જેના કારણે અનેક યુવાનો આર્થિક અને સામાજિક રીતે પાયમાલ થઈ રહ્યા છે. જો આ નેટવર્કના તાર વિદેશમાં બેઠેલા સૂત્રધારો સાથે જોડાયેલા હોય, તો તેની પણ તપાસ કરી કાયદા મુજબ કડક પગલાં લેવા જોઈએ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ધારાસભ્યશ્રી અને આગેવાનોની આ રજૂઆતને અત્યંત ગંભીરતાથી સાંભળીને ખાતરી આપી હતી કે આ સમગ્ર મામલે યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે અને કોઈપણ દોષિતને બક્ષવામાં આવશે નહિ.

Frequently Asked Questions

બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શા માટે મુલાકાત કરી?

તેમણે બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ અને ઓનલાઈન ગેમિંગના ગેરકાયદેસર નેટવર્ક અંગે ઉચ્ચસ્તરીય તપાસની માંગણી કરવા મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી.

ધારાસભ્ય મકવાણાના મતે આ મામલો માત્ર 1 કરોડના તોડકાંડ પૂરતો મર્યાદિત નથી, તો તે શું છે?

આ મામલો બોટાદ જિલ્લામાં ચાલતા ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજીના મોટા નેટવર્ક સાથે જોડાયેલો છે. તેમાં હજારો કરોડ રૂપિયાના ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો થતા હોવાની આશંકા છે.

આ કેસમાં કયા પ્રકારની તપાસની માંગ કરવામાં આવી છે?

ધારાસભ્યએ રેન્જ આઈ.જી. કક્ષાના ઉચ્ચ અધિકારી અથવા સી.આઈ.ડી. ક્રાઈમ દ્વારા નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસની માંગ કરી છે. તેમાં દુબઈથી સંચાલિત શંકાસ્પદ ભૂમિકાની પણ તપાસ કરવાની વાત છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ધારાસભ્યની રજૂઆત પર શું ખાતરી આપી?

મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે આ સમગ્ર મામલે યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે કોઈપણ દોષિતને બક્ષવામાં આવશે નહીં.

Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Embed widget