ભાવનગર: નરાધમ પિતાએ 14 વર્ષીય દીકરી પર આચર્યું વારંવાર દુષ્કર્મ
ભાવનગના બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અહીં સાવકા પિતાએ 14 વર્ષીય દીકરી પર વારંવાર દુષ્કર્મ આચરતા લોકો ખળભળાટ મચી ગયો છે. પિતાની પોલીસે કરી ધરપકડ.
ભાવનગર: શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અહીં સાવકા પિતાએ 14 વર્ષીય દીકરી પર વારંવાર દુષ્કર્મ આચરતા લોકો ખળભળાટ મચી ગયો છે. આ વાતની જાણ દીકરીની માતાને થતા બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સાવકા પિતાએ ભાઈને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદ બાદ બોરતળાવ પોલીસે પોસ્કો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. દીકરી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પિતાની પોલીસે ધરપકડ કરી છે.
વડોદરા: ઢોર ચરાવવા ગયેલ મહિલા સાથે સૃષ્ટી વિરુધ્ધનુ કૃત્ય આચરવામાં આવતા ચકચાર
વડોદરા: વાઘોડિયાના ખંધા ગામે આધેડ મહિલા સાથે સૃષ્ટી વિરુધ્ધનુ કૃત્ય કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર આધેડ મહિલા પશુ ચરાવવા સિમમા ગઈ હતી ત્યારે એકલતાનો લાભ લઈ કોતર ઝાડીમા ખેંચી જઈ પ્રવિણ વસાવા નામના વ્યક્તિએ બાળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ મહિલાએ પરીવારને જાણ કરાતા આરોપી સાને પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ દાખલ થતા જ પોલીસ એક્શનમાં આવી હતી અને નરાધમ યુવકને જડપી પાડ્યો હતો.
વાઘોડિયાના ખંઘાગામે સીમમા ઢોર ચરાવવા ગયેલી 55 વર્ષીય આધેડ મહિલાને ગામના જ યુવાને વાસનાનો શિકાર બનાવી હતી.એકલતાનો લાભ લઈ કોતર ઝાડીઓમા વારંવાર દુષ્કર્મ કરી સૃષ્ટી વિરુધ્ધનુ કૃત્ય પ્રવિણ વસાવાએ આચર્યુ હતુ.નરાઘમે કૃત્ય આચરતા ભોગ બનનાર આધેડના પશુઓ ખોવાઈ જતા પરીવાર સમક્ષ આઘેડે દુષ્કર્મનો ભોગ બન્યાનો ફાંડો ફોડ્યો હતો.પ રિવાર સહિત સમાજના આગેવાનોએ વાઘોડિયા પોલીસને જાણ કરતા દુષ્કર્મના આરોપીની પોલીસે કલાકોમા જ ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
હથિયાર લઈને ઘરમાં ઘૂસ્યા બદમાશો, પતિને દોરડાથી બાંધીને ગર્ભવતી પત્ની પર કર્યો ગેંગરેપ
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગર્ભવતી મહિલા સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 5 આરોપીઓ હાથમાં હથિયાર લઈને ઘરમાં ઘૂસી ગયા અને મહિલા સાથે વારાફરતી બળાત્કાર કર્યો. ઘટના પંજાબ પ્રાંતના જેલમ શહેરની છે. ડેઈલી પાકિસ્તાન ન્યૂઝ પેપરના અહેવાલ મુજબ, ઘરમાં ઘૂસીને આ લોકોએ પહેલા મહિલા અને તેના પતિ પર હુમલો કર્યો, પછી પતિને દોરડાથી બાંધી દીધો. ઘટનાની માહિતી મળતાની સાથે જ પાકિસ્તાનની પંજાબ પોલીસે ગુનેગારોની શોધખોળ શરૂ કરી દીધી છે. પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે પીડિત મહિલાનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો છે અને તેના બ્લડ સેમ્પલ ફોરેન્સિક તપાસ માટે લાહોર મોકલવામાં આવ્યા છે.