શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Bhavnagar: ઉત્તર પ્રદેશથી નોકરીના બહાને 200થી વધુ લોકોને ગુજરાતમાં લાવી ભિક્ષા મંગાવવામાં આવતી હોવાનો દાવો થતા ખળભળાટ

ભાવનગર: ઉત્તર પ્રદેશથી અમુક લોકોને ગુજરાતમાં લાવીને ભિક્ષા મંગાવવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આ દાવો તળાજા એસટી ડેપો ખાતેથી એક ભિક્ષુકે કર્યો છે.

ભાવનગર: ઉત્તર પ્રદેશથી અમુક લોકોને ગુજરાતમાં લાવીને ભિક્ષા મંગાવવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આ દાવો તળાજા એસટી ડેપો ખાતેથી એક ભિક્ષુકે કર્યો છે.ભાવનગર જિલ્લાના તળાજા એસ.ટી ડેપો નજીક એક ભિક્ષુકે આજે સૌથી મોટો ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે પોતાને નોકરી આપવાની લાલચ આપી અને લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ બળજબરી પૂર્વક ભિક્ષા મંગાવવામાં આવતી હોવાનું જણાવ્યું હતું.

આ સાથે તેઓએ દાવા સાથે  જણાવ્યું હતું કે ગુજરાતમાં 200થી 300 વ્યક્તિઓને લાવવામાં આવ્યા છે અને તમામ વ્યક્તિઓને જુદા જુદા સ્થળોએ ભિક્ષા મંગાવવા માટે ઉતારવામાં આવ્યા છે. આ વ્યક્તિએ પ્રતિક્રિયા આપી અને ભિક્ષાવૃત્તિના ચુંગાલમાંથી છોડાવવા પોલીસ સમક્ષ મદદ માગી છે. તેઓએ જણાવ્યું હતું કે ભાવનગરમાં નારી ચોકડી નજીક 30 જેટલા વ્યક્તિઓને મૂકવામાં આવ્યા છે અને બળજબરીપૂર્વક ભિક્ષા મંગાવવામાં આવતી હોવાનું જણાવ્યું હતું. જોકે આ બાબતે પોલીસ તપાસ કરે તો સત્ય અને ખરી હકીકત બહાર આવે તેમ છે.

વિધાનસભા ગૃહમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી. જે મુજબ મહિલા સલામતિ અંગે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. મહિલાઓ વિરૂદ્ધના ક્રાઈમ રેટમાં ગુજરાતનું સ્થાન ૩૩માં સ્થાને છે. ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષમાં મહિલા સુરક્ષાના વિષયમાં ગંભીરતા પૂર્વક કામગીરી કરીને મહિલા વિરુધ્ધના ગુનાઓને નિયંત્રિત કરવામાં ખૂબ સફળતા મેળવી છે, આશરે ૨૯ કેસોમાં ખુબ ઓછા સમયમાં આજીવન કેદ અને ફાંસીની સજા આપવામાં આવી છે. ડ્રગ્સ સામેનું અભિયાન આજથી જંગ તરીકે લડાશે. ડ્રગ્સની દરીયાઇ સરહદો પરની દુશ્મન દેશ સાથેની લડાઇ હવે ગલી ગલી સુધી પહોંચશે. સીઆઇડી ક્રાઇમમાં રાજયમાં પ્રથમ વાર પોલીસ અધીક્ષક કક્ષાના અધિકારી સેલના વડપણ હેઠળ એનડીપીએસ સેલની રચના થશે.

  • રાજ્યના કોઇ પણ ખૂણે કોઇ પણ ઘટના બને તો શહેરી વિસ્તારમાં ૧૦ મીનીટમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ૩૦ મીનીટના રીસ્પોન્સ ટાઇમ હાંસલ કરવા ગૃહ રાજ્ય મંત્રીએ યોજના જાહેર કરી છે, આ માટે ૧૧૦૦ નવા વાહનો અને નવા પોલીસ સ્ટાફની ફાળવણી આખા રાજ્યને ડાયલ ૧૧૨માં સમાવેશ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
  • શોધ યોજનાના માધ્યમથી રાજ્યના તમામ પોલીસ સબ ઇન્સપેકટર કક્ષાના પોલીસ સ્ટેશનોને પોલીસ ઇન્સ્પેકટર કક્ષામાં ત્રણ તબક્કામાં અપગ્રેડ કરાશે, પોલીસ સ્ટેશન દીઠ આઇ.ટી. એક્ષ્પર્ટની જગ્યા ઉભી કરાશે.
  • ગ્રામ સુરક્ષા કવચ યોજના અંતર્ગત ૨૦૦ આઉટપોસ્ટને હેડ કોન્સ્ટેબલ / એએસઆઇ કક્ષાથી પોલીસ સબ ઇન્સપેકટર કક્ષામાં અપગ્રેડ તેમજ એક પોલીસ કોન્સ્ટેબલ અને એક મોટર સાયકલની ફાળવણી કરવામાં આવશે.
  • ત્રિશુળ યોજના અંતર્ગત રાજ્યના તમામ જિલ્લામાં સાયબર ક્રાઇમને પહોંચી વળવા માટે અતિ આધુનિક રાજ્ય સ્તરીય સાયબર યુનીટ બનાવવામાં આવશે.
  • સુગમ યોજના હેઠળ રાજ્યના મહાનગરોમાં મોબીલીટી અને સલામતી માળખાને મજબુત બનાવવા ૧,૦૦૦ ટ્રાફીક પોલીસની નવી જગ્યાઓ અને આધુનિક તકનીકી સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે.
  • કોમી તોફાનો અને હિંસાત્મક બનાવો તરફની ઝીરો ટૉલરન્સ નીતિના ભાગરૂપે એસઆરપીએફ જુથ-૨, અમદાવાદની કંપનીને સ્પેશ્યલ એકશન ફોર્સ તરીકે વિકસાવવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
સોનું ખરીદવાનો ગોલ્ડન ચાન્સ, ઓલ ટાઇમ હાઇ કરતા ₹4000 સસ્તું થયું, જાણો ચાંદીનો ભાવ કેટલો ઘટ્યો?
સોનું ખરીદવાનો ગોલ્ડન ચાન્સ, ઓલ ટાઇમ હાઇ કરતા ₹4000 સસ્તું થયું, જાણો ચાંદીનો ભાવ કેટલો ઘટ્યો?
ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલટી મારી, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત 
ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલટી મારી, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ponzi scam: Bhupendrasinh Zala: કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા વૈભવી કારનો હતો શોખીન, જુઓ કલેક્શનDhavalsinh Zala:  બેના ચાર કેમ કરવા તે ભૂપેન્દ્રસિંહને આવડે છે, ખુદ MLA જ કરતા કૌભાંડીનું માર્કેટિંગBhupendrasinh Zala:શું ભાગી ગયો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા?, ક્યાં ખોવાયા એક કા ડબલ કરનારાTourist Place: ગુજરાતમાં છેલ્લા 20 દિવસમાં 16 પ્રવાસન સ્થળો પર 61 લાખથી વધુ ઉમટ્યા પ્રવાસીઓ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
સોનું ખરીદવાનો ગોલ્ડન ચાન્સ, ઓલ ટાઇમ હાઇ કરતા ₹4000 સસ્તું થયું, જાણો ચાંદીનો ભાવ કેટલો ઘટ્યો?
સોનું ખરીદવાનો ગોલ્ડન ચાન્સ, ઓલ ટાઇમ હાઇ કરતા ₹4000 સસ્તું થયું, જાણો ચાંદીનો ભાવ કેટલો ઘટ્યો?
ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલટી મારી, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત 
ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલટી મારી, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત 
મહારાષ્ટ્રમાં MVA પર તોળાતું જોખમ? આ કારણે ઉદ્ધવ ઠાકરે ગઠબંધનથી બહાર થઈ શકે છે!
મહારાષ્ટ્રમાં MVA પર તોળાતું જોખમ? આ કારણે ઉદ્ધવ ઠાકરે ગઠબંધનથી બહાર થઈ શકે છે!
ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં રાજ્યના આ વિસ્તારમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો શું કહ્યું ?
ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં રાજ્યના આ વિસ્તારમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો શું કહ્યું ?
KL Rahul: નવી નોકરી શોધી રહ્યો છે KL રાહુલ? દિલ્હી કૅપિટલ્સના માલિકને મોકલ્યો નોકરી માટે મેસેજ
KL Rahul: નવી નોકરી શોધી રહ્યો છે KL રાહુલ? દિલ્હી કૅપિટલ્સના માલિકને મોકલ્યો નોકરી માટે મેસેજ
Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર
Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર
Embed widget