શોધખોળ કરો

Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ,  મહુવાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ 

જિલ્લાના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ અને 10 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે.

ભાવનગર: ભાવનગર જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે.  જિલ્લાના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ અને 10 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. તાલુકાના  રાજાવદર તેમજ બોરડી ગામ સહિતના ગામોમાં બપોર બાદ વરસાદ વરસ્યો છે.  

ધોધમાર વરસાદના પગલે બોરડી તેમજ રાજાવદર ગામનાં રસ્તાઓ પર વરસાદી પાણી જોવા મળ્યા હતા. અમુક ખેતરમાં વાવેલા પાકને આ વરસાદ ફાયદાકારક માનવામાં આવી રહ્યો છે પરંતુ બાજરી જેવા પાકને નુકસાનકારક કહેવામાં આવી રહ્યો છે. 

ભાવનગર પંથકમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે.  ભાવનગરના મહુવાના તલગાજરડામાં પણ આજે વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.  

અમરેલી જિલ્લામાં આજે વરસ્યો વરસાદ 

લાંબા વિરામ બાદ ફરી એક વખત અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  રાજુલા, ખાંભા,  ધારી ગીર અને જાફરાબાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને લઈ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.
  
રાજુલા શહેરમાં ભારે વરસાદને લઈ બજારમાંથી પાણી વહેતા થયા છે.  ખાંભાના ડેડાણ, માલકનેશ સહિતના ગામમાં વરસાદ વરસ્યો છે. ડેડાણ ગામની બજારમાં નદીની માફક વહેતા થયા પાણી. કાંગસા, સુખપુર, ગોવિંદપુર સહિતના ગામમાં વરસાદ વરસ્યો છે. રાજુલ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસ્યો છે. 

ધોધમાર વરસાદને લઈ રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. સારા વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો ખૂશખૂશાલ થયા છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. લાંબા વિરામ બાદ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. 

જાફરાબાદ પંથકમાં ઘોઘમાર વરસાદ

રાજુલા, ખાંભા,  ધારી બાદ જાફરાબાદ પંથકમાં ઘોઘમાર વરસાદ શરૂ થયો છે.  જાફરાબાદના લોર,  ફાચરીયા,  કાગવદર,  પાટી,  માણસા સહીતના ગામમાં ઘોઘમાર વરસાદ શરૂ થયો છે.  થોડા દીવસોના વિરામ બાદ વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. 

રાજ્યમાં  સરેરાશ 92.64 ટકા વરસાદ

આગામી દિવસોમાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ પર છે અને નાગરિકોને પણ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યમાં  સરેરાશ 92.64 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં 96.94 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં 96.91 ટકા, પૂર્વ-મધ્યમાં 93.79 ટકા, કચ્છમાં 85.14 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 84.74 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગર દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

ટોપ સ્ટોરી

28 થી 30 સપ્ટેમ્બરે બેંકો બંધ નહીં રહે! મોડી રાત્રે સમાધાન થતાં હડતાળ પાછી ખેંચાઈ
28 થી 30 સપ્ટેમ્બરે બેંકો બંધ નહીં રહે! મોડી રાત્રે સમાધાન થતાં હડતાળ પાછી ખેંચાઈ
IND vs WI 1st ODI: કોહલીની તોફાની સદી અને ગિલનો ધમાકો, ભારતે વિન્ડિઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st ODI: કોહલીની તોફાની સદી અને ગિલનો ધમાકો, ભારતે વિન્ડિઝને 8 વિકેટે હરાવ્યું
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
28 થી 30 સપ્ટેમ્બરે બેંકો બંધ નહીં રહે! મોડી રાત્રે સમાધાન થતાં હડતાળ પાછી ખેંચાઈ
28 થી 30 સપ્ટેમ્બરે બેંકો બંધ નહીં રહે! મોડી રાત્રે સમાધાન થતાં હડતાળ પાછી ખેંચાઈ
IND vs WI 1st ODI: કોહલીની તોફાની સદી અને ગિલનો ધમાકો, ભારતે વિન્ડિઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st ODI: કોહલીની તોફાની સદી અને ગિલનો ધમાકો, ભારતે વિન્ડિઝને 8 વિકેટે હરાવ્યું
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
શેર ખરીદવા પર લાગશે UPI ચાર્જ? બ્રોકર્સ કે ગ્રાહકો, કોણ ચૂકવશે? NSE ના CEO નો મોટો ખુલાસો
શેર ખરીદવા પર લાગશે UPI ચાર્જ? બ્રોકર્સ કે ગ્રાહકો, કોણ ચૂકવશે? NSE ના CEO નો મોટો ખુલાસો
બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું
બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
Embed widget