શોધખોળ કરો

Bhavnagar Rain: ભાવનગર શહેરમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો જોરદાર વરસાદ

હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ભાવનગર શહેરમાં ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી થઈ છે.  કમોસમી વરસાદ અને માવઠાના સંકટ વચ્ચે ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભાવનગરમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, ખેડૂતોને નુકસાનની ભીતિ.
  • નડિયાદમાં ભારે પવન સાથે વરસાદ, વાહનચાલકોને મુશ્કેલી.
  • મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો.

ભાવનગર: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ભાવનગર શહેરમાં ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી થઈ છે.  કમોસમી વરસાદ અને માવઠાના સંકટ વચ્ચે ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો છે.  સવારથી જ વરસાદી વાતાવરણ જેવો માહોલ ભાવનગર શહેરમાં જોવા મળી રહ્યો હતો. શહેરના વાતાવરણમાં બપોર બાદ અચાનક પલટો આવ્યો અને કમોસમી વરસાદનું આગમન થયું છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે.  કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાની પહોંચે તેવી શક્યતા છે.

નડિયાદમાં ભારે પવન શરૂ થતા મીની વાવાઝોડા જેવા દ્રશ્યો 

નડિયાદમાં ભારે પવન શરૂ થતા મીની વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા હતા. વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો છે.  વાહન ચાલકોને ભારે પવનના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે પવનના કારણે અમદાવાદ-વડોદરા હાઇવે પર વિઝિબિલિટી ઓછી થઇ ગઈ છે.  વાતાવરણમાં અચાનક પલટો આવતા અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે.

નડિયાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી હતી. ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. 

મહેસાણા જિલ્લામાં વરસાદ

મહેસાણા જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે બહુચરાજી, સાંપાવાડા સહિત ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકશાન થવાની શક્યતા છે. 

હવામાન વિભાગની વરસાદની આગાહી

હવામાન વિભાગે પોતાની આગાહીમાં  અમરેલી,  ભાવનગર,  રાજકોટ,  ભરૂચ,  સુરેન્દ્રનગર,  પાટણ,  મહેસાણા, મોરબી, કચ્છ, બોટાદ,  અમદાવાદ,  આણંદ,  ખેડા,  પંચમહાલ,  દાહોદ,  વડોદરા,  છોટાઉદેપુર,  સાબરકાંઠા, ગાંધીનગર,  અરવલ્લી,  મહીસાગર,  નર્મદા,  સુરત અને બનાસકાંઠામાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી હતી.  

આજે કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગ મુજબ,  રાજ્યમાં આજે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.  3 વરસાદી સિસ્ટમ અને 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે.  કેટલાક જિલ્લામાં યલો એલર્ટ સાથે છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.  કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે. 

આ સિવાય સાબરકાંઠા, અરવલ્લી, ગીર સોમનાથમાં પણ કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. પંચમહાલ, મહીસાગરમાં  કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.  દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદામાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે છુટાછવાયા સ્થળો પર સામાન્યથી લઈ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.    

હવામાન વિભાગે આજે દ્વારકા, જામનગર, રાજકરોટ, મોરબીમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.  આંધી તોફાન સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવી શકે છે. ભારે તોફાન સાથે અનેક જિલ્લાઓમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. 

ટોપ સ્ટોરી

'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
સોના-ચાંદીના ભાવમાં જંગી કડાકો: ચાંદી 6,661 રૂપિયા સસ્તી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ કેટલો થયો
સોના-ચાંદીના ભાવમાં જંગી કડાકો: ચાંદી 6,661 રૂપિયા સસ્તી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ કેટલો થયો
1 ઓક્ટોબરથી થશે આ મોટા બદલાવ, બેંક નિયમથી લઈ LPG, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર 
1 ઓક્ટોબરથી થશે આ મોટા બદલાવ, બેંક નિયમથી લઈ LPG, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર 
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
Embed widget