શોધખોળ કરો

Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં પણ કમોસમી વરસાદ શરુ થયો

રાજ્યમાં આજે ફરી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં અને બોટાદ બાદ હવે ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.

ભાવનગર: રાજ્યમાં આજે ફરી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં અને બોટાદ બાદ હવે ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.  ભાવનગર જિલ્લામાં વાતાવરણ  અચાનક પલટો આવ્યો હતો.  વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ શરૂ થયો  છે.   ભાવનગર-રાજકોટ હાઇવે રોડ પર  સિહોર, સોનગઢ, સણોસરા સહિતના વિસ્તારના ગામોમાં  હળવો વરસાદ શરૂ થયો છે. 

વરસાદના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી છે. પરંતુ આ કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતા કરનારો છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાન થવાનો ખતરો છે. 

બોટાદ જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ 

હવામાન વિભાગની આગાહી વચ્ચે બોટાદ જિલ્લાના વાતાવરણમાં  પલ્ટો આવ્યો છે. સવારથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ જિલ્લામાં અલગ-અલગ વિસ્તારમાં  કરા સાથે કમોસમી વરસાદ શરુ થયો છે. 

બોટાદ તાલુકાના પાળીયાદ ગામ સહિત રાણપુર તાલુકાના રાણપુર સહિત મોટી વાવડી ગામે કમોસમી વરસાદ શરૂ થયો છે.  કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના જુવાર, બાજરી, તલ સહિતના ઉનાળુ પાકને મોટાપાયે નુકશાન થવાની શક્યતા છે. 

રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે.  રાજકોટ જિલ્લાના લોધિકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.  મેટોડા જીઆઇડીસી તેમજ આજુબાજુના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. બાલસર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. 

રાજકોટ શહેરમાં વરસાદી ઝાપટું

રાજકોટ શહેરમાં પણ વરસાદી ઝાપટું પડ્યું છે. શહેરના યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટું પડ્યું છે. શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાન બદલાયું હતું. શહેરના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. 

આજે આ જિલ્લાઓમાં કરાઈ છે વરસાદની આગાહી

આજે સોમવાર  5મેના દિવસે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર અને બોટાદ સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી કરાઈ છે.

આગામી પાંચ દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટશે. હાલ સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં અચાનક હવામાનમાં પલટો આવ્યો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી પણ કરવામાં આવી છે. આજે પણ વરસાદને લઇ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 8મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

ટોપ સ્ટોરી

યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી ખર્ચનો હિસાબ કે મજાક ?
Hun To Bolish : હું તો બોલીશ : વકીલો અને મહેસૂલ કર્મચારીઓ નારાજ કેમ ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા થયો મોટો વિવાદ
Unjha Umiya Mataji Sansthan: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા હોદ્દેદારો, પૂર્વ IAS મહેન્દ્રભાઈ પટેલ પ્રમુખ
Gujarat Monsoon 2026: ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, 2018 બાદ સૌથી ઓછો વરસાદ, સૌરાષ્ટ્રમાં 23% ખાધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'
જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Post Officeની ધમાકેદાર સ્કીમ, 5 વર્ષમાં માત્ર વ્યાજથી 450000 રુપિયાની કમાણી
Post Officeની ધમાકેદાર સ્કીમ, 5 વર્ષમાં માત્ર વ્યાજથી 450000 રુપિયાની કમાણી
Embed widget