શોધખોળ કરો

Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ

Bhavnagar : હવામાન વિભાગની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લામાં પણ વરસાદની માહોલ જામ્યો હતો

Bhavnagar : હવામાન વિભાગની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લામાં પણ વરસાદની માહોલ જામ્યો હતો. મળતી જાણકારી અનુસાર, ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. તેમાં સૌથી વધુ મહુવામાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગના મતે બપોર બાદ જિલ્લાના 10 તાલુકાઓમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી. જિલ્લામાં સૌથી વધુ મહુવા તાલુકામાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

જાણો ક્યાં તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો

વલભીપુર તાલુકામાં 60 mm

ઉમરાળા તાલુકામાં 64 mm

સિહોર તાલુકામા 22 mm

ગારીયાધાર તાલુકામાં 10 mm

પાલીતાણા તાલુકામાં 43 mm

તળાજા તાલુકામાં 25 mm

મહુવા તાલુકામાં 130 mm

જેસર તાલુકામાં 68 mm

બોટાદ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો

હવામાન વિભાગની આગાહી વચ્ચે બોટાદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. બોટાદ,  બરવાળા અને ગઢડા પંથકમાં વરસાદ શરુ થયો છે. ભારે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરુઆત થઈ છે.  બોટાદ શહેર તેમજ તાલુકાના સમઢીયાળા, શેરથળી, પાળીયાદ,  ગોરડકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. 

બરવાળા શહેર તેમજ તાલુકાના સાળંગપુર, ખાંભડા, બેલા, ટીંબલા, કુંડળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ આજે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી.  

સૌરાષ્ટ્રમાં વરસી રહેલા અવિરત વરસાદને કારણે ખેડૂતો પણ મુશ્કેલીમાં મૂકાયા છે. ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન જવાની ભીતિ છે.  વરસાદથી ખેડૂતોના કપાસ, તલ, જુવાર જેવા પાકોને નુકસાન જવાની ભીતિ છે. 

ગઢડા શહેર સહિત તાલુકા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. બોટાદ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે.  બરવાળા શહેરમાં પણ ભારે પવનની સાથે વરસાદ વરસી રહ્યો છે.  

સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ

સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  જિલ્લાના મુખ્યમથક હિંમતનગર સહિત તલોદ, પ્રાંતિજ,  વિજયનગર તાલુકામાં વરસાદ વરસ્યો છે.  તલોદ શહેર અને તાલુકામાં મન મૂકીને મેઘરાજા વરસ્યા છે.  2 કલાકમાં 2 ઈંચ વરસાદ વરસતા તલોદ પાણી-પાણી થયું  હતું.  તલોદના માર્ગો વરસાદી પાણીમાં ગરકાવ થયા હતા.  જેને લઈ રાહદારી અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. 

હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. હિંમતનગરના દલપુર, વમોજ,આગીઓલ સહિતના  ગ્રામ્ય પંથકમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે. 

પાક લણણીના સમયે તલોદ તાલુકાના વાવડી,  ગોરા, આંજણા, વલીયમપુરા સહિતના ગામોમાં ભારે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી છે. પ્રાંતિજ તાલુકાના રામપુરા,  આમોદરા, વાઘરોટા, મહાદેવપુરા, કાલીપુરા સહિતના ગામોમાં  વરસાદ વરસ્યો છે. હિંમતનગર શહેર અને તાલુકાના દલપુર, વમોજ,  આગીઓલ સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે. 

ટોપ સ્ટોરી

'CEC જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે', ની માંગ સાથે વિપક્ષનું દિલ્હીમાં તો CJP નું આજે મુંબઈમાં પ્રદર્શન
'CEC જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે', ની માંગ સાથે વિપક્ષનું દિલ્હીમાં તો CJP નું આજે મુંબઈમાં પ્રદર્શન
Asian Games 2026: જન્મદિવસ પર બોક્સિંગમાં લવલીનાએ લગાવ્યો 'ગોલ્ડન પંચ'; ભારતના ખાતામાં આવ્યો 12મો ગોલ્ડ
Asian Games 2026: જન્મદિવસ પર બોક્સિંગમાં લવલીનાએ લગાવ્યો 'ગોલ્ડન પંચ'; ભારતના ખાતામાં આવ્યો 12મો ગોલ્ડ
PM મોદીએ બાપુને રાજઘાટ પહોંચીને આપી શ્રદ્ધાંજલિ, લાલ બહાદુર શાસ્ત્રીને પણ કર્યા યાદ
PM મોદીએ બાપુને રાજઘાટ પહોંચીને આપી શ્રદ્ધાંજલિ, લાલ બહાદુર શાસ્ત્રીને પણ કર્યા યાદ
Asian Games 2026: 75 વર્ષમાં પહેલીવાર, ભારતે ફાઇનલમાં ચેમ્પિયન ટીમને હરાવીને જીત્યો ગૉલ્ડ
Asian Games 2026: 75 વર્ષમાં પહેલીવાર, ભારતે ફાઇનલમાં ચેમ્પિયન ટીમને હરાવીને જીત્યો ગૉલ્ડ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બંધકોની મુક્તિ
Hun To Bolish | હું તો બોલીશ | VRS નહીં FRS, ઓપરેશન ગંગાજળ
Hun To Bolish | હું તો બોલીશ | ટ્રાફિક પોલીસ કરે છે ઉઘરાણા ?
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'CEC જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે', ની માંગ સાથે વિપક્ષનું દિલ્હીમાં તો CJP નું આજે મુંબઈમાં પ્રદર્શન
'CEC જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે', ની માંગ સાથે વિપક્ષનું દિલ્હીમાં તો CJP નું આજે મુંબઈમાં પ્રદર્શન
Asian Games 2026: જન્મદિવસ પર બોક્સિંગમાં લવલીનાએ લગાવ્યો 'ગોલ્ડન પંચ'; ભારતના ખાતામાં આવ્યો 12મો ગોલ્ડ
Asian Games 2026: જન્મદિવસ પર બોક્સિંગમાં લવલીનાએ લગાવ્યો 'ગોલ્ડન પંચ'; ભારતના ખાતામાં આવ્યો 12મો ગોલ્ડ
PM મોદીએ બાપુને રાજઘાટ પહોંચીને આપી શ્રદ્ધાંજલિ, લાલ બહાદુર શાસ્ત્રીને પણ કર્યા યાદ
PM મોદીએ બાપુને રાજઘાટ પહોંચીને આપી શ્રદ્ધાંજલિ, લાલ બહાદુર શાસ્ત્રીને પણ કર્યા યાદ
Asian Games 2026: 75 વર્ષમાં પહેલીવાર, ભારતે ફાઇનલમાં ચેમ્પિયન ટીમને હરાવીને જીત્યો ગૉલ્ડ
Asian Games 2026: 75 વર્ષમાં પહેલીવાર, ભારતે ફાઇનલમાં ચેમ્પિયન ટીમને હરાવીને જીત્યો ગૉલ્ડ
Drishyam 3 Box Office Day 1: અજય દેવગનની 'દ્રશ્યમ 3' કરશે બમ્પર ઓપનિંગ! સવારે 9.30 વાગ્યા સુધી 6 કરોડને પાર
Drishyam 3 Box Office Day 1: અજય દેવગનની 'દ્રશ્યમ 3' કરશે બમ્પર ઓપનિંગ! સવારે 9.30 વાગ્યા સુધી 6 કરોડને પાર
ICC એ 2027 વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ભારત-પાક વચ્ચે મહામુકાબલો 
ICC એ 2027 વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ભારત-પાક વચ્ચે મહામુકાબલો 
Maharashtra: રાયગઢમાં દરિયામાં ડૂબી જવાથી 8 વિદ્યાર્થીઓના મોત, સ્કૂલ પિકનિક પર ગયા હતા
Maharashtra: રાયગઢમાં દરિયામાં ડૂબી જવાથી 8 વિદ્યાર્થીઓના મોત, સ્કૂલ પિકનિક પર ગયા હતા
Rain Alert: 2 ઓક્ટોબરે દેશના 22 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: 2 ઓક્ટોબરે દેશના 22 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ 
Embed widget