Turkey Mine Blast:તુર્કીમાં કોલસાની ખાણમાં ભંયકર વિસ્ફોટ, 22નાં કમકમાટીભર્યાં મોત, અનેક લોકો થયા ઇજાગ્રસ્ત
Turkey Mine Blast:શુક્રવારે તુર્કીની કોલસાની ખાણમાં વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટમાં લગભગ 22 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન હજુ ચાલુ છે. આજે રાષ્ટ્રપતિ અકસ્માત સ્થળની મુલાકાત લેશે.
Turkey Mine Blast:શુક્રવારે તુર્કીની કોલસાની ખાણમાં વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટમાં લગભગ 22 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન હજુ ચાલુ છે. આજે રાષ્ટ્રપતિ અકસ્માત સ્થળની મુલાકાત લેશે.
ઉત્તર તુર્કીમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ થયાના સમાચાર છે. આ વિસ્ફોટમાં 22 લોકોના મોતના અહેવાલ છે. આ સાથે ડઝનેક લોકો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તુર્કીના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, ઉત્તર તુર્કીમાં કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે બચાવ ટીમો ખાણમાં ફસાયેલા અન્ય ડઝનેક લોકોને બહાર લાવવાનો પ્રયાસ કરી રહી છે.
વિસ્ફોટ ક્યાં થયો?
બ્લેક સી કોસ્ટલ પ્રાંત બાર્ટિનના અમાસરા શહેરમાં સરકારી ટીટીકે અમાસરા મુસેસ મુદુર્લુગુ ખાણમાં શુક્રવારે વિસ્ફોટ થયો હતો. ઉર્જા પ્રધાન ફાતિહ ડોનમેઝે જણાવ્યું હતું કે, પ્રારંભિક સ્થિતિને જોતા કહી શકાય કે, વિસ્ફોટ કદાચ ફાયરએમ્પને કારણે થયો છે.
'વિસ્ફોટ સમયે ખાણમાં 110 લોકો હાજર હતા'
બચાવ કાર્યનું સંકલન કરવા અમાસરામાં ગયેલા મંત્રી સુલેમાન સોયલુએ જણાવ્યું કે વિસ્ફોટ સમયે ખાણમાં 110 લોકો હાજર હતા. મંત્રીએ કહ્યું કે, વિસ્ફોટ બાદ મોટાભાગના કામદારો ભાગવામાં સફળ રહ્યા હતા, પરંતુ 49 હાઇરિસ્ક જોનમાં હોવાથી ફસાઇ ગયા હતા. સુલેમાન સોયલુએ હજુ પણ અંદર ફસાયેલા લોકોની સંખ્યા આપી નથી. જો કે, તેમણે ઉમેર્યું હતું કે 49માંથી કેટલાકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
આજે રાષ્ટ્રપતિ અકસ્માત સ્થળની મુલાકાત લેશે
સ્વાસ્થ્ય મંત્રી ફહરેટિન કોકાએ ટ્વિટર પર જણાવ્યું કે, વિસ્ફોટમાં 22 લોકોના મોત થયા છે. તેમણે જણાવ્યું ન હતું કે, ખાણ દ્વારા કેટલા લોકો ઘાયલ થયા છે, પરંતુ આઠની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું. તુર્કીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી એએફએડીએ જણાવ્યું હતું કે પડોશી પ્રાંતો સહિત અનેક બચાવ ટુકડીઓ આ વિસ્તારમાં મોકલવામાં આવી છે. આ સાથે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન શનિવારે એટલે કે આજે ક્રેશ સ્થળ પર પહોંચશે.
વલસાડ: એલસીબીને મળી મોટી સફળતા, 250 કિલો ગાંજો ઝડપાયો
વલસાડ: એલસીબીને મોટી સફળતા મળી છે, 250 કિલો ગાંજો ઝડપાયો છે.પોલીસની એલસીબીની ટીમને બાતમીને આઘારે મળી મોટી સફળતા મળી છે. ગાંજાની સાથે નવી ગાડી મળી છે, જે મળીને કુલ 40 લાખનો મુદ્દામાલ ઝડપાયો છે. ઘટનામાં કાર ચાલક ફરાર છે.
આ ગાંજો સુરત તરફ જતા હાઇવે પર પકડાયો છે