શોધખોળ કરો

રણજિત હત્યાકાંડ કેસમાં ગુરૂમીત રામ રહિમને મોટી રાહત, હોઇકોર્ટે કર્યાં નિર્દોષ જાહેર, 22 વર્ષ પહેલા થઇ હતી હત્યા

22 વર્ષ પહેલા રણજિત સિંહની ગોળી મારીને હત્યા કરી દેવાઇ હતી. જેમાં કોર્ટે ગુરમીત રામ રહિમને નિર્દોષ જાહેર કર્યાં છે.

Gurmeet Ram Rahim Singh News: જુલાઈ 2002માં ડેરાના મેનેજર રણજીત સિંહની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ગુરમીત રામ રહીમને (Gurmeet Ram Rahim) સજા સંભળાવવામાં આવી હતી. હવે તેને હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે.

 ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે આજે (મંગળવાર, 28 મે) ડેરા મેનેજર રણજીત સિંહની હત્યાના કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. હાઈકોર્ટે અન્ય ચાર આરોપીઓને પણ નિર્દોષ જાહેર કર્યા છે.

 2021માં પંચકુલાની વિશેષ સીબીઆઈ કોર્ટે રામ રહીમ અને અન્ય ચારને આજીવન કેદની સજા સંભળાવી હતી. 10 જુલાઈ 2002ના રોજ કુરુક્ષેત્રના ખાનપુર કોલિયામાં રણજીત સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

 ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમે સીબીઆઈ કોર્ટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આજે હાઈકોર્ટના જસ્ટિસ સુરેશ્વર ઠાકુર અને જસ્ટિસ લલિત બત્રાની ડિવિઝન બેન્ચે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા.

જેલમાંથી બહાર આવી શકશે નહીં

 રામ રહીમ પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા અને બળાત્કારના કેસમાં દોષી છે. આ સિવાય તેની સામે ઘણા કેસ પેન્ડિંગ છે. રામ રહીમે બળાત્કાર અને છત્રપતિ હત્યા કેસ પર નીચલી કોર્ટના નિર્ણયને પણ હાઈકોર્ટમાં પડકાર્યો છે અને આ મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. આવી સ્થિતિમાં તે જેલમાંથી બહાર નહીં આવી શકે તે સ્પષ્ટ છે. રામ રહીમ હાલ રોહતકની સુનારિયા જેલમાં બંધ છે.

 કોર્ટે નિર્ણયમાં શું કહ્યું?

18 ઓક્ટોબર, 2021ના રોજ પંચકુલાની વિશેષ CBI કોર્ટે ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમ અને અન્ય ચારને આજીવન કેદની સજા સંભળાવી હતી. આ કેસના અન્ય આરોપીઓમાં અવતાર સિંહ, કૃષ્ણ લાલ, જસબીર સિંહ અને સબદિલ સિંહ હતા. કેસની સુનાવણી દરમિયાન એક આરોપીનું મોત થયું હતું. સીબીઆઈ જજે રામ રહીમ પર 31 લાખ રૂપિયા, સબદીલ પર 1.50 લાખ રૂપિયા અને જસબીર અને કૃષ્ણા પર 1.25-1.25 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

 પંચકુલા સીબીઆઈ કોર્ટે કહ્યું હતું કે, એ વાતમાં કોઈ શંકા નથી કે ગુરમીત રામ રહીમ ડેરા સાધ્વીઓના જાતીય શોષણના ગંભીર આરોપો ધરાવતા અનામી પત્રથી વધુ ચિંતિત છે. રણજિત સિંહને એક અનામી પત્ર સાર્વજનિક કરવામાં તેમની શંકાસ્પદ ભૂમિકાને કારણે ડેરામાંથી દૂર કરવામાં આવ્યો હતો જેમાં ડેરાના વડાએ મહિલાઓનું જાતીય શોષણ કેવી રીતે કર્યું હતું તેની વિગતો દર્શાવી હતી.

એક અનામી સાધ્વીએ પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીને પત્ર લખ્યો. પત્રમાં રામ રહીમની તપાસની માંગ કરવામાં આવી છે. ડેરા મેનેજમેન્ટને શંકા છે કે રણજિત સિંહે તેની બહેનને સાધ્વીના યૌન શોષણનો અનામી પત્ર લખવા માટે મળી હતી.

 આ એ જ અનામી પત્ર છે જે સિરસાના પત્રકાર રામચંદ્ર છત્રપતિએ તેમના સાંજના અખબાર ‘પુરા સચ’માં પ્રકાશિત કર્યો હતો. જેના કારણે 24 ઓક્ટોબર 2002ના રોજ પત્રકાર રામચંદ્ર છત્રપતિ પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમને ગોળીઓથી  છલી કરી  દેવામાં આવ્યા હતા. રામચંદ્રનું 21 નવેમ્બર 2002ના રોજ દિલ્હીની એપોલો હોસ્પિટલમાં અવસાન થયું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Election LIVE: 'તવા પરથી રોટલી પલટાતી રહેવી જોઈએ...', પહેલા તબક્કાના મતદાન વચ્ચે બોલ્યા લાલૂ
Bihar Election LIVE: 'તવા પરથી રોટલી પલટાતી રહેવી જોઈએ...', પહેલા તબક્કાના મતદાન વચ્ચે બોલ્યા લાલૂ
'ફક્ત લગ્નનો ઈનકાર કરવા પર જેલ ના થઈ શકે', મહિલા વકીલની આત્મહત્યા મામલે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
'ફક્ત લગ્નનો ઈનકાર કરવા પર જેલ ના થઈ શકે', મહિલા વકીલની આત્મહત્યા મામલે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Bihar Election 2025 Phase 1: બિહારમાં પ્રથમ તબક્કામાં 121 બેઠકો પર આજે મતદાન, 1314 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે મતદાતા
Bihar Election 2025 Phase 1: બિહારમાં પ્રથમ તબક્કામાં 121 બેઠકો પર આજે મતદાન, 1314 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે મતદાતા
Advertisement

વિડિઓઝ

Indian Womens Team: વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા સાથે PM મોદીએ કરી મુલાકાત, ઐતિહાસિક જીત બદલ આપ્યા અભિનંદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતને કોનો કોનો ટેકો ?
Hun To Bolish : હું તો બોલીશ : હુડામાં સરકાર લેશે યુ-ટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : નશાનું નવું રૂપ !
Gujarat Farmers: મગફળીની ખરીદી- સહાય મુદ્દે સરકારની મોટી જાહેરાત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Election LIVE: 'તવા પરથી રોટલી પલટાતી રહેવી જોઈએ...', પહેલા તબક્કાના મતદાન વચ્ચે બોલ્યા લાલૂ
Bihar Election LIVE: 'તવા પરથી રોટલી પલટાતી રહેવી જોઈએ...', પહેલા તબક્કાના મતદાન વચ્ચે બોલ્યા લાલૂ
'ફક્ત લગ્નનો ઈનકાર કરવા પર જેલ ના થઈ શકે', મહિલા વકીલની આત્મહત્યા મામલે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
'ફક્ત લગ્નનો ઈનકાર કરવા પર જેલ ના થઈ શકે', મહિલા વકીલની આત્મહત્યા મામલે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Bihar Election 2025 Phase 1: બિહારમાં પ્રથમ તબક્કામાં 121 બેઠકો પર આજે મતદાન, 1314 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે મતદાતા
Bihar Election 2025 Phase 1: બિહારમાં પ્રથમ તબક્કામાં 121 બેઠકો પર આજે મતદાન, 1314 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે મતદાતા
કેનેડામાં વર્ક પરમિટ પર કામ કરી રહેલા ભારતીયો માટે ફાયદો, વિદ્યાર્થીઓની વધશે મુશ્કેલી
કેનેડામાં વર્ક પરમિટ પર કામ કરી રહેલા ભારતીયો માટે ફાયદો, વિદ્યાર્થીઓની વધશે મુશ્કેલી
IND vs AUS 4th T20I Playing 11 Prediction: આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટી-20, મેક્સવેલની થશે વાપસી!
IND vs AUS 4th T20I Playing 11 Prediction: આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટી-20, મેક્સવેલની થશે વાપસી!
અમેરિકાએ કર્યો ન્યૂક્લિયર મિસાઈલ ટેસ્ટ, જાણો કેટલી તાકતવર છે મિનિટમેન-3
અમેરિકાએ કર્યો ન્યૂક્લિયર મિસાઈલ ટેસ્ટ, જાણો કેટલી તાકતવર છે મિનિટમેન-3
Uttarakhand: કેદારનાથ-બદ્રીનાથમાં બરફવર્ષા, સફેદ બરફની ચાદર છવાઈ ગઈ, VIDEO
Uttarakhand: કેદારનાથ-બદ્રીનાથમાં બરફવર્ષા, સફેદ બરફની ચાદર છવાઈ ગઈ, VIDEO
Embed widget