આ રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ પરંતુ દારૂ પીવાથી નહિ થાય જેલ, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, જાણો શું છે વિગત
દારૂ બંધીને રોકવા અને દારૂના વેપલાને સંદતર બંધ કરવા માટે હવે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. જો હવે કોઇ શખ્સ દારૂ પીતા પકડાશે તો તેને જેલ નહી જવું પડે પરંતુ તેને આ કામ કરવું પડશે.
પટના:દારૂ બંધીને રોકવા અને દારૂના વેપલાને સંદતર બંધ કરવા માટે હવે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. જો હવે કોઇ શખ્સ દારૂ પીતા પકડાશે તો તેને જેલ નહી જવું પડે પરંતુ તેને આ કામ કરવું પડશે.
બિહારમાં દારૂબંધી વિભાગે મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય અનુસાર, પ્રતિબંધ હોવા છતાં જો કોઈ રાજ્યમાં દારૂ પીતા પકડાશે તો તેને જેલમાં મોકલવામાં આવશે નહીં. પરંતુ ધરપકડથી બચવા માટે તેણે મહત્ત્વનું કામ કરવું પડશે. પકડાયેલા શખ્સે પોલીસને દારૂ માફિયા વિશે માહિતી આપવાની રહેશે, એટલે કે તેણે દારૂ કોની પાસેથી ખરીદ્યો છે તે જણાવવું પડશે. જો કોઈ વ્યક્તિ દારૂ પીતા પકડાય છે, તો તેને જેલમાં મોકલવામાં આવશે નહીં. તેની સુરક્ષાની જવાબદારી પણ દારૂબંધી વિભાગ લેશે.
યુક્રેન-રશિયાની વાતચીત વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીએ આ માંગ કરી, કહ્યું - આ સંભવ છે
Russia Ukraine War: યુક્રેને સોમવારે તાત્કાલીક યુદ્ધવિરામ અને સૈનિકો પરત બોલાવવા માટે માંગ કરી છે. રશિયાએ કરેલા હુમલાના પાંચ દિવસ બાદ રશિયન ડેલીગેશન સાથે વાતચીત કરવા માટે યુક્રેનનું પ્રતિનિધિ મંડળ બેલારુસ પહોંચ્યું છે. હાલ યુક્રેન અને રશિયા વચ્ચે વાતચીત ચાલી રહી છે. આ વચ્ચે યુક્રેનના ઘણા શહેરોમાં લડાઈ યથાવત છે.
આ બધાની વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીએ એક નિવેદન આપ્યું છે કે, "યુક્રેનિયન પ્રતિનિધિમંડળ રશિયન ફેડરેશનના પ્રતિનિધિઓ સાથે વાટાઘાટોમાં ભાગ લેવા માટે યુક્રેન-બેલારુસ સરહદ પર પહોંચ્યું છે." ઝેલેંસ્કીએ કહ્યું, કે" આ વાટાઘાટોનો મુખ્ય મુદ્દો તાત્કાલિક યુદ્ધવિરામ અને યુક્રેનમાંથી રશિયન સૈનિકો પાછા ખેંચવાનો છે."
ઝેલેન્સ્કીએ રશિયન સૈનિકોને બહાર નીકળવાની અપીલ કરીઃ