શેરબજારમાં હાહાકાર! રોકાણકારોને ₹12 લાખ કરોડનું નુકસાન, સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો કડાકો
રોકાણકારોના ₹12.39 લાખ કરોડ સ્વાહા, નિફ્ટી 23,100ની નીચે, બ્રોડર માર્કેટમાં પણ ભારે ઘટાડો

Stock Market Crash: આજે, 13 જાન્યુઆરીના રોજ, ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. BSE સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી 23,100ની નીચે ગબડ્યો હતો. બજારમાં સર્વત્ર વિનાશ જોવા મળ્યો હતો, ખાસ કરીને મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં 4 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. આ ઘટાડાને કારણે આજે રોકાણકારોને કુલ ₹12.39 લાખ કરોડનું નુકસાન થયું છે. તમામ ક્ષેત્રીય સૂચકાંકો પણ લાલ નિશાનમાં રહ્યા હતા.
BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ આજે ઘટીને ₹417.28 લાખ કરોડ થયું છે, જે શુક્રવારે ₹429.67 લાખ કરોડ હતું. આ રીતે, રોકાણકારોની સંપત્તિમાં લગભગ ₹12.39 લાખ કરોડનો ઘટાડો થયો છે.
મુખ્ય ઘટાડાવાળા શેરો
સેન્સેક્સના મોટાભાગના શેર નુકસાન સાથે બંધ થયા હતા. ઝોમેટોના શેરમાં સૌથી વધુ 6.52 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ સિવાય પાવર ગ્રીડ, અદાણી પોર્ટ્સ, ટાટા સ્ટીલ અને એનટીપીસીના શેરમાં પણ 3.23 ટકાથી 4.09 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.
માત્ર થોડા શેરોમાં વધારો
સેન્સેક્સના માત્ર 4 શેર જ લીલા નિશાનમાં બંધ થયા હતા. એક્સિસ બેંકના શેરમાં સૌથી વધુ 0.78 ટકાનો વધારો થયો હતો. આ સિવાય TCS, ઇન્ડસઇન્ડ બેન્ક અને HULના શેરમાં પણ નજીવો વધારો જોવા મળ્યો હતો.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર આજે 3,571 શેરમાં ઘટાડો નોંધાયો હતો. એક્સચેન્જમાં આજે કુલ 4,226 શેરનું ટ્રેડિંગ થયું હતું. તેમાંથી 527 શેર ઉછાળા સાથે બંધ થયા હતા. 3,571 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 128 શેર કોઈપણ વધઘટ વગર સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય આજે ટ્રેડિંગ દરમિયાન 117 શેર તેમની 52 સપ્તાહની નવી ટોચે પહોંચ્યા હતા. જ્યારે 495 શેર તેમની 52 સપ્તાહની નવી નીચી સપાટીએ પહોંચ્યા હતા.
શેરબજારમાં ઘટાડાના કારણો
ભારતીય શેરબજાર ઘટવાના ઘણા કારણો છે. તેમાં વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચવાલી, કંપનીઓના નબળા પરિણામો, ભારતીય અર્થતંત્રમાં મંદી અને ડોલર સામે રૂપિયામાં સતત ઘટાડો સામેલ છે. સરોગીનું કહેવું છે કે જ્યાં સુધી ડોલર નબળો નહીં પડે ત્યાં સુધી બજાર પર દબાણ રહેશે. જો ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લીધા બાદ ટેરિફ વધારવાની જાહેરાત કરશે તો અમેરિકામાં મોંઘવારી વધુ વધશે. તેની અસર બજાર પર પણ જોવા મળશે. સ્થાનિક શેરબજાર પર નજર કરીએ તો આ તણાવપૂર્ણ સ્થિતિમાં પણ આઈટી, ફાર્મા, હોટેલ્સ અને એફએમસીજી જેવી કંપનીઓની સ્થિતિ વધુ સારી જણાય છે. તેનાથી વિપરીત મેટલ, NBFC, સરકારી બેંકો વગેરે સતત નબળા દેખાઈ રહ્યા છે. રોકાણકારોએ હાલ તેમનાથી અંતર રાખવું જોઈએ.
ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી માટે છે. શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
આ પણ વાંચો...
પગારમાં HRA ન મળતું હોય તો પણ ટેક્સ છૂટનો લીભ મળશે, જાણો કલમ 80GG હેઠળ કેટલો દાવો કરી શકો છો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
