CWC 2023: 2011 વર્લ્ડ કપની યાદો, એરટેલે #ShareYourCheer કેમ્પેઈનથી દેશભરમાં ઉત્સાહ વધાર્યો
ટેલિકોમ કંપની એરટેલે #ShareYourCheer નામનું નવું અભિયાન શરૂ કર્યું છે, જે 2011 વર્લ્ડ કપમાં ભારતની વિજેતા બનવાની યાદોને તાજી કરે છે.
ભારતીય ક્રિકેટ ટીમે તેના વિશ્વ કપ અભિયાનની શરૂઆત ખૂબ જ શાનદાર રીતે કરી છે અને અજેય રહેવાનો રેકોર્ડ જાળવી રાખી પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. મેન ઇન બ્લુએ અત્યાર સુધી ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે, જેણે સમગ્ર રાષ્ટ્ર માટે 2011ના વર્લ્ડ કપની જીતની યાદોને તાજી કરી છે. જ્યારે ભારતે 2011માં મુંબઈના ભરચક વાનખેડે સ્ટેડિયમની સામે બીજી વખત ICC વર્લ્ડ કપ ટ્રોફી જીતી હતી, તે સમયના અનુભવને શબ્દોમાં યોગ્ય રીતે વર્ણવી શકાય તેમ નથી.
જ્યારે એક ઝાટકે ઈતિહાસ રચાઈ ગયો હતો
2011 માં ખૂબ જ પ્રેશર હતુ, ઘડિયાળના કાંટાની જેમ દરેક બોલ ફેંકવાની સાથે સ્કોરબોર્ડ આગળ વધી રહ્યું હતું. ઓડિયન્સના શ્વાસ થંભી ગયા અને એક અરબથી વધુ દિલ આશા અને અપેક્ષા સાથે ધબકવા લાગ્યા હતા.એ સમયે આખો દેશ ચિંતિત હતો, દરેકને જીતની આશા હતી. પછી એક જ ઝટકામાં સ્ટેડિયમ અને દેશ તાળીઓના ગડગડાટ અને જયકારા સાથે ગુંજી ઉઠ્યો હતો.
2011 આવ્યું અને પસાર થઈ ગયું, પરંતુ એ વર્ષની યાદો દેશના દરેક ક્રિકેટ પ્રેમીઓ માટે હંમેશા તાજી રહેશે. એરટેલના નવા વર્લ્ડકપ કેમ્પેઈન સાથે એ વાતમાં કોઈ સંદેહ નથી કે એ યાદો ફરી પાછી આવશે, જેનાથી તમે ફરી એક વખત જૂની યાદોને તાજી કરી શકશો.
જૂની ટ્વિટથી યાદો તાજી થઈ રહી છે
ટેલીકોમ કંપનીએ દેશના ક્રિકેટ પ્રશંસકો માટે એક યૂનિક ટ્રિબ્યૂટ રજૂ કરતા એ અવિશ્વસનીય ક્ષણોની ભીડ, ઉત્સાહ અને રોમાંચને ફરી જીવવાની તક આપી છે, જેણે આપણને વર્લ્ડકપની જીત અપાવી હતી. એરટેલ 2011માં કરવામાં આવેલા એ ટ્વિટ પર રિપ્લાઈ કરી રહી છે, જે ઉત્સાહથી ભરપૂર છે અને આઈસીસી વર્લ્ડકપ 2023ના જુસ્સાને ફરી જીવંત કરી રહ્યું છે. એરટેલનો દરેક રિપ્લાઈ આપણને ટીમ ઈન્ડિયા માટે વધુ ઉત્સાહ અને અતૂટ સમર્થન દેખાડવા માટે એક રિમાઈન્ડરનું કામ કરે છે. જે રીતે એરટેલ 2011 બાદ અત્યાર સુધી સેવાઓને વિસ્તૃત કરવા માટે વિકસિત થયું છે, તેવી જ રીતે અમારી પાસે પણ આપના ઉત્સાહને પહેલા કરતા વધારે વધારવા અને વધુ જીવંત બનાવવાની ક્ષમતા છે. નીચે તેમાંથી કેટલીક રસપ્રદ ટ્વીટ્સ જોઈ શકો છો:
As we get ready to be glued to our televisions again, there is a way we can all get together, to be a part of celebrations in 2023!” #ShareYourCheer
— airtel India (@airtelindia) October 25, 2023
અલ્ટ્રા એચડીમાં ખુશીઓની પળ શેર કરો
પ્રશંસકોને 2011ની એ ઐતિહાસિક રાત યાદ આવી રહી છે, જ્યારે ભારતના સપના સાકાર થયા હતા. ક્રિકેટ પ્રેમીઓ પોતાનો ઉત્સાહ પર કાબૂ નથી રાખી શકતા અને રસ્તાઓ અને ઘરમાં સંગીત, ડાન્સ સાથે ઉજવણી કરી હતી. આજે એરટેલ 5G Plus સાથે વધુ સારી રીતે ઉજવણી કરી શકે છે, કારણ કે વિજળીની ઝડપથી ચાલતુ નેટવર્ક તેમને સોશિયલ મીડિયા વગેરે પર અલ્ટ્રા હાઈ ડેફિનેશન ક્લેરિટીમાં એ ખુશીઓના ક્ષણોને લાઈવ સ્ટ્રીમ કરવા અને શેર કરવાની સગવડતા આપે છે.
In 2011, we witnessed an achievement that brought the whole country together. As we fast forward to 2023, it's time to relive those memories and prepare for a new-age celebration unlike any other. #ShareYourCheer
— airtel India (@airtelindia) October 25, 2023
એરટેલ 5G પ્લસ – ભારતની રેસિલિએંટ સ્પિરિટને વધારો કરે છે
ટેક્નોલોજીના વિકાસ અને સોશિયલ મીડિયાના ઉદભવ સાથે એરટેલ 5G પ્લસ હાઈ-સ્પીડ ઈન્ટરનેટના નવા યુગની શરૂઆત કરે છે, જે ગ્રાહકો માટે અલ્ટ્રા-હાઈ-ડેફિનેશન વિડિયો સ્ટ્રીમિંગ સહિત એક અદ્રિતીય અનુભવની ખાતરી કરવા માટે વધુ સારું નેટવર્ક બનાવે છે. ભવિષ્ય માટે તૈયાર નેટવર્કના રુપમાં એરટેલ 5G પ્લસ હાઈ સ્પીડ આપવા માટે પ્રતિબદ્ધ છે, જે ગ્રાહકોને મોબાઇલ ઉપકરણો પર આ વર્ષની વર્લ્ડ કપ મેચો દરમિયાન સરળ રીતે સ્ટ્રીમ કરવા અને ઉત્સાહ વધારવાની સુવિધા મળે છે.
મોટા ડેટા વોલ્યૂમને સંભાળવામાં સક્ષમ
એરટેલ 5G પ્લસ નેટવર્ક મોટા ડેટા વોલ્યૂમને સંભાળવામાં સક્ષમ છે, તેનાથી એ સુનિશ્ચિત થાય છે કે યૂઝર્સ ઝડપી અપલોડ અને ડાઉનલોડની ગતિ સાથે વધુ સારા નેટવર્ક અનુભવનો આનંદ લઈ શકે છે. તેનાથી દેશભરના ICC વર્લ્ડ કપ સ્ટેડિયમો, મુખ્ય નગરો, શહેરો અને ગામડાઓમાં અનુભવાશે.
#ShareYourCheerSupport સાથે ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરો
એરટેલનું માનવુ છે કે #ShareYourCheer કેમ્પેઈન સાથે દેશભરના ક્રિકેટ ચાહકો આપણા ક્રિકેટરોનો ઉત્સાહ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેથી, એરટેલ આ વર્લ્ડકપ સીઝન દરમિયાન લાગણીઓને ફરીથી જીવંત કરવાની પ્રતિબદ્ધતા સાથે ભારતના લાખો ક્રિકેટપ્રેમીઓને જેઓ રમતમાં ઉત્સાહ વધારે છે તેઓને ટીમ ઈન્ડિયા માટે તેમની હૃદયપૂર્વકની ખુશીઓ શેર કરવા માટે આમંત્રિત કરે છે.
Disclaimer: (આ એક ફીચર્ડ લેખ છે. એબીપી નેટવર્ક પ્રાઈવેટ લિમિટેડ અને/અથવા એબીપી લાઈવ કોઈપણ રીતે આ લેખ/જાહેરાતની સામગ્રી અને/અથવા અહીં વ્યક્ત કરાયેલા મંતવ્યોનું સમર્થન કરતુ નથી. વાચકોને તેમની પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.)