શોધખોળ કરો

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં ધરખમ વધારો થશે,  જાણો ક્યાં લેવલ પર કેટલો વધશે પગાર 

કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. જેના કારણે દેશભરના 1 કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોનો પગાર અને પેન્શન વધી શકે છે.

કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. જેના કારણે દેશભરના 1 કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોનો પગાર અને પેન્શન વધી શકે છે. આ સમાચાર પછી, ઘણા લોકો જાણવા માંગે છે કે નવા પગાર માળખા હેઠળ તેમની માસિક આવક કેટલી વધશે. અહેવાલો અનુસાર, પગાર વધારવા માટે, 7મા પગાર પંચની સમાન ગણતરીની ફોર્મ્યુલા અપનાવવામાં આવશે, જેનો લાભ લેવલ 1 થી લેવલ 10 સુધીના કર્મચારીઓને મળશે.

8મું પગાર પંચ ક્યારે લાગુ થઈ શકે ?

આવી સ્થિતિમાં કેન્દ્રીય કર્મચારીઓ 8મા પગાર પંચની ભલામણોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કેન્દ્રીય કેબિનેટની મંજુરી મળ્યા બાદ તેને આગામી વર્ષથી લાગુ કરવામાં આવશે તેવી અપેક્ષા છે. હાલમાં કર્મચારીઓનો પગાર 2016માં લાગુ કરાયેલા 7મા પગાર પંચ મુજબ આપવામાં આવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે નવા પગારમાં વધારાનો આધાર ફિટમેન્ટ ફેક્ટર હશે, જે પગાર અને પેન્શનમાં વધારો નક્કી કરે છે.

ફિટમેન્ટ ફેક્ટર શું છે ?

ફિટમેન્ટ ફેક્ટર એ એક પ્રકારનો ગુણાંક છે, જેનો ઉપયોગ મૂળભૂત પગાર વધારવા માટે થાય છે. 7મા પગાર પંચમાં તે 2.57 હતો, જેના કારણે લેવલ 1નો મૂળ પગાર રૂ. 7,000 (6ઠ્ઠો પગાર પંચ) થી વધીને રૂ. 18,000 થયો હતો. જો કે, આ કર્મચારીઓનો ઘરે લઈ જવાનો પગાર નહોતો. મોંઘવારી ભથ્થું (DA), હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA), પરિવહન ભથ્થું અને અન્ય લાભો ઉમેર્યા પછી, કુલ પગાર રૂ. 36,020 થયો.

8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર વધીને 2.86 થવાની ધારણા 

હવે સમાચાર આવી રહ્યા છે કે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર વધારીને 2.86 કરવામાં આવી શકે છે. જો આવું થાય છે, તો લેવલ 1 માં મૂળ પગાર 18,000 રૂપિયાથી વધીને 51,480 રૂપિયા થઈ જશે. તેની અસર અન્ય તમામ સ્તરો પર પણ જોવા મળશે અને કર્મચારીઓના પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો થશે.

લેવલ 1

લેવલ 1ના કર્મચારીઓમાં પટ્ટાવાળા, સપોર્ટ સ્ટાફ જેવા લોકોનો સમાવેશ થાય છે. હાલમાં આ કર્મચારીઓનો વર્તમાન મૂળ પગાર 18,000 રૂપિયા છે. જો 2.86 ના ફિટમેન્ટ ફેક્ટર મુજબ પગાર વધારવામાં આવે છે, તો આ લોકોનો પગાર 33,480 રૂપિયાથી વધીને 51,480 રૂપિયા થઈ જશે.

લેવલ 2

લેવલ 2 હેઠળ, નીચલા વિભાગના કારકુનો છે. આ કર્મચારીઓનો વર્તમાન મૂળ પગાર 19,900 રૂપિયા છે. 8મા પગારપંચના અમલ બાદ તેમનો પગાર 37,014 રૂપિયા વધીને 56,914 રૂપિયા થઈ જશે.

લેવલ 3

આ સ્તરના કર્મચારીઓમાં પોલીસ કોન્સ્ટેબલ અને સ્કીલ સ્ટાફનો સમાવેશ થાય છે. તેમનો વર્તમાન મૂળ પગાર 21,700 રૂપિયા છે. 8મા પગારપંચના અમલ બાદ તેમનો પગાર 40,362 રૂપિયા વધીને 62,062 રૂપિયા થઈ જશે.

લેવલ 4

તેમાં પોલીસ સ્ટેનોગ્રાફર અને જુનિયર ક્લાર્કનો સમાવેશ થાય છે. તેમનો વર્તમાન મૂળ પગાર 25,500 રૂપિયા છે. 8મા પગારપંચના અમલ બાદ તેમનો પગાર 47,430 રૂપિયા વધીને 72,930 રૂપિયા થશે.

લેવલ 5

વરિષ્ઠ કારકુન અને ઉચ્ચ સ્તરીય તકનીકી અધિકારીઓ લેવલ 5 હેઠળ આવે છે. આ કર્મચારીઓનો વર્તમાન મૂળ પગાર 29,200 રૂપિયા છે. 8મા પગારપંચના અમલ બાદ તેમનો પગાર 54,312 રૂપિયા વધીને 83,512 રૂપિયા થઈ જશે.

લેવલ 6

આ સ્તરના કર્મચારીઓમાં ઈન્સ્પેક્ટર અને સબ ઈન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે. તેમનો વર્તમાન મૂળ પગાર 35,400 રૂપિયા છે. 8મા પગારપંચના અમલ બાદ તેમનો પગાર 65,844 રૂપિયા વધીને 1,01,244 રૂપિયા થઈ જશે.

લેવલ 7

અધિક્ષક, વિભાગ અધિકારી અને મદદનીશ ઈજનેર લેવલ 7 હેઠળ આવે છે. આ કર્મચારીઓનો વર્તમાન મૂળ પગાર 44,900 રૂપિયા છે. પગાર પંચ લાગુ થયા બાદ તેમનો પગાર 83,514 રૂપિયા વધીને 1,28,414 રૂપિયા થઈ જશે.

લેવલ 8

તેમાં સેક્શન ઓફિસર અને આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસરનો સમાવેશ થાય છે. તેમનો વર્તમાન મૂળ પગાર 47,600 રૂપિયા છે. 8મા પગારપંચના અમલ બાદ તેમનો પગાર 88,536 રૂપિયા વધીને 1,36,136 રૂપિયા થશે.

લેવલ 9

આ સ્તરના કર્મચારીઓમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ અને એકાઉન્ટ ઓફિસરનો સમાવેશ થાય છે. તેમનો વર્તમાન મૂળ પગાર રૂ. 53,100 છે. 8મા પગારપંચના અમલ બાદ તેમનો પગાર 98,766 રૂપિયા વધીને 1,51,866 રૂપિયા થશે.

લેવલ 10

લેવલ 10 સરકારી કર્મચારીઓમાં સિવિલ સર્વિસ ઓફિસર્સ અને ગ્રુપ-એ ઓફિસર્સનો સમાવેશ થાય છે. આ અધિકારીઓનો વર્તમાન મૂળ પગાર રૂ. 56,100 છે. 8મા પગારપંચના અમલ બાદ તેમનો પગાર 1,04,346 રૂપિયા વધીને 1,60,446 રૂપિયા થશે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
Honda Activa નો દબદબો યથાવત, વેચાણમાં બની નંબર-1, જુઓ સેલ્સ રિપોર્ટ 
Honda Activa નો દબદબો યથાવત, વેચાણમાં બની નંબર-1, જુઓ સેલ્સ રિપોર્ટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
Honda Activa નો દબદબો યથાવત, વેચાણમાં બની નંબર-1, જુઓ સેલ્સ રિપોર્ટ 
Honda Activa નો દબદબો યથાવત, વેચાણમાં બની નંબર-1, જુઓ સેલ્સ રિપોર્ટ 
SIP Calculator: 5000 રુપિયાની SIP થી 1 કરોડ બનાવવામાં કેટલો સમય લાગે? જુઓ કેલક્યુલેશન 
SIP Calculator: 5000 રુપિયાની SIP થી 1 કરોડ બનાવવામાં કેટલો સમય લાગે? જુઓ કેલક્યુલેશન 
Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
SBI સેવિંગ સ્કીમમાં 1,00,000 રુપિયા જમા કરાવો, મળશે 40,000 રુપિયાથી પણ વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
SBI સેવિંગ સ્કીમમાં 1,00,000 રુપિયા જમા કરાવો, મળશે 40,000 રુપિયાથી પણ વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
રાજકોટમાં 'રિજનલ વાઈબ્રન્ટ'નો રણકો: 11મી જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળશે વૈશ્વિક મંચ
રાજકોટમાં 'રિજનલ વાઈબ્રન્ટ'નો રણકો: 11મી જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળશે વૈશ્વિક મંચ
Embed widget