શોધખોળ કરો

4 સભ્યોના પરિવારને ધ્યાનમાં રાખી નક્કી થશે પેન્શન? 8મા પગાર પંચ સમક્ષ પેન્શનરોએ મૂકી આ શરત

રેલવે સિનિયર સિટીઝન્સ વેલ્ફેર સોસાયટી (RSCWS) નો નવો 'હાઇબ્રિડ' પ્રસ્તાવ; આજના સમય મુજબ ઇન્ટરનેટ અને હેલ્થ ઇન્શ્યોરન્સના ખર્ચને પણ ગણતરીમાં લેવાની ઉગ્ર માંગ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવા સૂચનો અપાયા.
  • પેન્શનરો માટે 'હાઇબ્રિડ ગણતરી મોડેલ' સૂચવાયું છે.
  • મોંઘવારી, ડિજિટલ ખર્ચ, આરોગ્ય ખર્ચ સામેલ કરવાની માંગ.
  • વિવિધ સ્તરના કર્મચારીઓ માટે અલગ ફિટમેન્ટ ફેક્ટર વિચારણા.

8મા કેન્દ્રીય પગાર પંચ (CPC) ની કામગીરી હવે ધીમે-ધીમે વેગ પકડી રહી છે, ત્યારે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના સંગઠનોએ પોતાના પગાર અને પેન્શન વધારા માટેના સૂચનો આપવાનું શરૂ કરી દીધું છે. આ બધામાં સૌથી મોટી ચર્ચા 'ફિટમેન્ટ ફેક્ટર' (Fitment Factor) ને લઈને ચાલી રહી છે. ફાઇનલ નિર્ણય તો પગાર પંચ પોતાનો રિપોર્ટ સોંપશે ત્યારે જ આવશે, પરંતુ તાજેતરમાં પેન્શનરોની એક મોટી સંસ્થાએ સરકારને ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવા માટે એક સાવ નવો 'હાઇબ્રિડ' રસ્તો અપનાવવાની અપીલ કરી છે, જેથી વધતી મોંઘવારીમાં પેન્શનરોને તેનો પૂરો અને ખરો ફાયદો મળી શકે.

અત્યાર સુધી શું અંદાજ છે?

જ્યાં સુધી 8મું પગાર પંચ સરકારને પોતાનો ફાઇનલ અહેવાલ ન સોંપે ત્યાં સુધી અંતિમ ફિટમેન્ટ ફેક્ટર જાણી શકાશે નહીં. જોકે, વિવિધ સંગઠનો પોતાની રીતે માંગણીઓ કરી રહ્યા છે:

FNPO દ્વારા ફિટમેન્ટ ફેક્ટર 3 રાખવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

જ્યારે વર્ષ 2025 ના એક રિપોર્ટમાં એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે આ આંકડો 1.82 થી 2.46 ની વચ્ચે રહી શકે છે.

RSCWS નો નવો 'હાઇબ્રિડ' પ્રસ્તાવ શું છે?

14 માર્ચ, 2026 ના રોજ રેલવે સિનિયર સિટીઝન્સ વેલ્ફેર સોસાયટી (RSCWS) દ્વારા પગાર પંચની પ્રશ્નાવલીના જવાબમાં એક નવો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. સંસ્થાએ જણાવ્યું છે કે, "ફિટમેન્ટ ફેક્ટરનો મુખ્ય હેતુ મોંઘવારીના કારણે ઘટતી વાસ્તવિક આવકને સરભર કરવાનો હોવો જોઈએ. પેન્શનરોના મૂળ પેન્શનમાં સારો એવો વધારો થાય તે માટે એક સમાન અને પૂરતું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવું જરૂરી છે."

આ માટે RSCWS એ એક 'હાઇબ્રિડ ગણતરી મોડેલ' સૂચવ્યું છે. તેમનું કહેવું છે કે, 7મા પગાર પંચમાં વપરાયેલા ડૉ. વોલેસ આયક્રોઇડના સૂત્ર (જે મોંઘવારી અને જીવનનિર્વાહના ખર્ચ પર આધારિત હતું) અને 5મા પગાર પંચના 'સતત સંબંધિત આવક' (Constant Relative Income) વાળા અભિગમને ભેગા કરીને એક નવી ફોર્મ્યુલા બનાવવી જોઈએ.

નવા ફોર્મ્યુલામાં કયા ખર્ચાઓ ઉમેરવાની માંગ છે?

પેન્શનરોની સંસ્થાએ સ્પષ્ટ કર્યું છે કે આજના ડિજિટલ યુગમાં માત્ર ખાવા-પીવાની વસ્તુઓ જ નહીં, પણ અન્ય ખર્ચાઓ પણ વધી ગયા છે. તેથી ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરતી વખતે 4 લોકોના કુટુંબને ધ્યાનમાં રાખીને નીચેના ખર્ચાઓનો ખાસ સમાવેશ કરવો જોઈએ:

રોજબરોજ વપરાતી સામાન્ય ગ્રાહક વસ્તુઓ

ઇન્ટરનેટ અને ડિજિટલ કનેક્ટિવિટીનો ખર્ચ

હેલ્થકેરની મોંઘવારી અને આરોગ્ય વીમા (હેલ્થ ઇન્શ્યોરન્સ) નું પ્રીમિયમ

પગાર પંચની પ્રશ્નાવલીના જવાબમાં મળ્યા આ સૂચનો

તમને જણાવી દઈએ કે 8મા પગાર પંચે કુલ 18 પ્રશ્નોની એક યાદી બહાર પાડી હતી, જેમાં ફિટમેન્ટ ફેક્ટર અંગે લોકો અને સંગઠનોના મંતવ્યો માંગવામાં આવ્યા હતા. આ પ્રશ્નાવલીમાં એ બાબત પર ભાર મુકાયો હતો કે સરકારી પગારમાં નોકરીના વર્ષો, મોંઘવારી ભથ્થું (DA), સિનિયોરિટી અને યોગ્યતા જેવા ઘટકો સામેલ હોય છે.

આના જ જવાબમાં RSCWS એ વધુમાં એવી પણ ભલામણ કરી છે કે વિવિધ સ્તરના કર્મચારીઓ માટે એક કરતા વધુ (બહુવિધ) ફિટમેન્ટ ફેક્ટર રાખવા અંગે વિચારણા થવી જોઈએ અને પેન્શન સુધારણામાં બધા સાથે સમાનતા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ.

Frequently Asked Questions

8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર અંગે સૌથી મોટી ચર્ચા શું છે?

8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટરને લઈને સૌથી મોટી ચર્ચા ચાલી રહી છે. પેન્શનરોની એક સંસ્થાએ આ માટે 'હાઇબ્રિડ' રસ્તો અપનાવવાની અપીલ કરી છે.

RSCWS દ્વારા ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવા માટે કયો નવો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે?

RSCWS એ 'હાઇબ્રિડ ગણતરી મોડેલ' સૂચવ્યું છે. આ મોડેલ 7મા પગાર પંચના ડૉ. વોલેસ આયક્રોઇડના સૂત્ર અને 5મા પગાર પંચના 'સતત સંબંધિત આવક' અભિગમને ભેગા કરે છે.

RSCWS ના નવા પ્રસ્તાવમાં કયા ખર્ચાઓનો સમાવેશ કરવાની માંગ છે?

આ પ્રસ્તાવમાં રોજબરોજ વપરાતી ગ્રાહક વસ્તુઓ, ઇન્ટરનેટ અને ડિજિટલ કનેક્ટિવિટી, તેમજ હેલ્થકેર અને આરોગ્ય વીમાના ખર્ચાઓનો સમાવેશ કરવાની માંગ છે.

શું 8મા પગાર પંચે ફિટમેન્ટ ફેક્ટર અંગે કોઈ પ્રશ્નાવલી બહાર પાડી હતી?

હા, 8મા પગાર પંચે ફિટમેન્ટ ફેક્ટર અંગે મંતવ્યો માંગવા માટે 18 પ્રશ્નોની એક યાદી બહાર પાડી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચાર્ટ તૈયાર થયા પછી પણ મળશે કન્ફર્મ ટ્રેન ટિકિટ! જાણો IRCTC નું આ ખાસ ફીચર
ચાર્ટ તૈયાર થયા પછી પણ મળશે કન્ફર્મ ટ્રેન ટિકિટ! જાણો IRCTC નું આ ખાસ ફીચર
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
ઓછા પ્રીમિયમમાં મોટું ફંડ: આ 5 LIC પોલિસીઓ છે શાનદાર, આજીવન રિટર્નની આપે છે ગેરંટી
ઓછા પ્રીમિયમમાં મોટું ફંડ: આ 5 LIC પોલિસીઓ છે શાનદાર, આજીવન રિટર્નની આપે છે ગેરંટી
PPF vs SCSS vs SSY: કઈ સ્કીમમાં મળશે સૌથી વધુ વ્યાજ અને ટેક્સ બેનિફિટ?
PPF vs SCSS vs SSY: કઈ સ્કીમમાં મળશે સૌથી વધુ વ્યાજ અને ટેક્સ બેનિફિટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget