શોધખોળ કરો

18,000 થી વધીને સીધો 52,600 થશે લઘુત્તમ પગાર? 8માં પગાર પંચની આ માંગણીઓથી કર્મચારીઓ ખુશખુશાલ

લઘુત્તમ મૂળ પગાર 18,000 થી વધારીને 52,600 કરવાની માંગ; HRA માટે 4-સ્તરીય સિસ્ટમ અને રજાના રોકડીકરણમાં પણ મોટા ફેરફારો સૂચવાયા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 8માં પગાર પંચ: DA, HRA ગણતરીમાં ફેરફારની માંગ.
  • CPI ગણતરીમાં ઇન્ટરનેટ, પાણી, વીમાનો સમાવેશ સૂચવાયો.
  • HRA માટે 4-સ્તરીય સિસ્ટમ, ન્યૂનતમ પગાર વધારવાની માંગ.
  • MACP અને લીવ એન્કેશમેન્ટમાં સુધારાની રજૂઆત કરાઈ.

8th Pay Commission latest news: કેન્દ્ર સરકારના કર્મચારીઓ 8માં પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે ઇન્ડિયન રેલવે ટેકનિકલ સુપરવાઇઝર્સ એસોસિએશન (IRTSA) અને અન્ય રેલવે યુનિયનોએ સરકાર સમક્ષ કેટલીક મોટી માંગણીઓ મૂકી છે. યુનિયનોએ મોંઘવારી ભથ્થા (DA) અને મકાન ભાડા ભથ્થા (HRA) ની ગણતરીની જૂની પદ્ધતિઓમાં ધરખમ ફેરફારો કરવા પ્રસ્તાવ મૂક્યો છે. આ ઉપરાંત, મૂળ પગાર વધારવા, ફિટમેન્ટ ફેક્ટરમાં ફેરફાર કરવા, રજાના રોકડીકરણ (Leave Encashment) અને નિવૃત્તિ યોજનાઓમાં પણ સુધારા કરવાની રજૂઆત કરવામાં આવી છે. આ માંગણીઓ સંતોષાશે તો રેલવે કર્મચારીઓને મોટો આર્થિક ફાયદો થઈ શકે છે.

રેલવે યુનિયનોનું કહેવું છે કે હવે જમાનો બદલાઈ ગયો છે, તેથી DA ની ગણતરી માટે વપરાતા ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) માં આજના સમયની જરૂરિયાતોને પણ ધ્યાનમાં લેવી જોઈએ. જેમાં ઈન્ટરનેટનું બિલ, પીવાનું બોટલનું પાણી અને હેલ્થ ઈન્સ્યોરન્સના પ્રીમિયમને પણ સામેલ કરવા જોઈએ. સાથોસાથ એવી પણ માંગ છે કે જ્યારે DA 50% એ પહોંચે, ત્યારે 5માં પગાર પંચની જેમ જ તેને મૂળ પગારમાં (બેઝિક સેલેરીમાં) મર્જ કરી દેવું જોઈએ.

અત્યારે HRA માટે શહેરોને 3 કેટેગરી (X, Y અને Z) માં વહેંચવામાં આવ્યા છે. પરંતુ, એસોસિએશન ઈચ્છે છે કે આને 4-સ્તરીય સિસ્ટમમાં બદલવામાં આવે. જે મુજબ, 50 લાખથી વધુ વસ્તીવાળા 'A' કેટેગરીના શહેરોમાં 40% HRA, 20 થી 50 લાખની વસ્તીવાળા 'B' કેટેગરીના શહેરોમાં 30% HRA, 5 થી 20 લાખની વસ્તી ધરાવતા 'C' કેટેગરીના શહેરોમાં 20% HRA અને 5 લાખથી ઓછી વસ્તીવાળા 'D' કેટેગરીના શહેરોમાં 10% HRA મળવું જોઈએ.

આટલું જ નહીં, યુનિયનની અન્ય મુખ્ય માંગણીઓમાં લઘુત્તમ બેઝિક પગાર 18,000 થી વધારીને 52,600 થી 69,000 સુધી કરવાની અને પગાર વધારા માટેનું ફિટમેન્ટ ફેક્ટર 2.86 થી વધારીને 3.83 કરવાની માંગ પણ સામેલ છે. બાળકોના ભણતર માટે મળતા ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ (CEA) માં દર મહિને 10,000 આપવાની અને આ લાભ છેક પોસ્ટ-ગ્રેજ્યુએશન સુધી ચાલુ રાખવાની રજૂઆત પણ કરાઈ છે.

કેન્દ્રીય કર્મચારીઓની લોટરી! 8મા પગાર પંચમાં DA સાથે બદલાશે વેતન ફોર્મ્યુલા, જાણો વિગત

નોકરી દરમિયાન પ્રમોશન અને આર્થિક ફાયદા માટે યુનિયને 'ખાતરીપૂર્વકની કારકિર્દી પ્રગતિ યોજના' (MACP) માં સુધારો સૂચવ્યો છે. હાલમાં કર્મચારીઓને પોતાની કારકિર્દીમાં બહુ ઓછા નાણાકીય સુધારા મળે છે, પણ હવે 30 વર્ષની નોકરીમાં 5 વખત આર્થિક લાભ આપવાની માંગ છે. આ મુજબ જ્યારે કર્મચારી નોકરીના 6, 12, 18, 24 અને 30 વર્ષ પૂરા કરે ત્યારે તેને વળતર મળવું જોઈએ. જેનાથી કર્મચારીઓની આર્થિક સુરક્ષા વધશે.

છેલ્લે, રજાના રોકડીકરણ (લીવ એન્કેશમેન્ટ) ના નિયમોમાં પણ ફેરફાર સૂચવાયા છે. યુનિયન મુજબ, નોકરી દરમિયાન જમા થયેલી રજાઓમાંથી ઓછામાં ઓછી અડધી રજાઓ માટે રોકડ વળતર મળવું જોઈએ. સાથે જ નિવૃત્તિ વખતે રોકડ વળતરની મહત્તમ મર્યાદા જે અત્યારે 300 દિવસની છે, તે વધારીને 600 દિવસ કરવાની માંગ કરાઈ છે, જેથી વર્ષો સુધી ભેગી કરેલી રજાઓનું કર્મચારીઓને પૂરતું અને યોગ્ય વળતર મળી શકે.

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર: જુલાઈમાં DA 3% વધી શકે, જાણો પગારમાં કેટલો વધારો થશે!

Frequently Asked Questions

8માં પગાર પંચ માટે રેલવે યુનિયનોની મુખ્ય માંગણીઓ શું છે?

રેલવે યુનિયનો DA અને HRA ગણતરીની જૂની પદ્ધતિઓમાં ફેરફાર, મૂળ પગાર વધારવા, ફિટમેન્ટ ફેક્ટર બદલવા, અને રજાના રોકડીકરણ તથા નિવૃત્તિ યોજનાઓમાં સુધારાની માંગ કરી રહ્યા છે.

DA ની ગણતરીમાં કયા નવા પરિબળો સામેલ કરવાની માંગ છે?

યુનિયનો ઈન્ટરનેટ બિલ, બોટલનું પાણી અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ જેવા વર્તમાન સમયની જરૂરિયાતોને DA ગણતરી માટે વપરાતા CPI માં સામેલ કરવાની માંગ કરી રહ્યા છે.

HRA માટે શહેરોની વર્ગીકરણમાં શું ફેરફાર સૂચવવામાં આવ્યો છે?

HRA માટે 3 કેટેગરી (X, Y, Z) ને બદલે 4-સ્તરીય સિસ્ટમ (A, B, C, D) લાગુ કરવાની માંગ છે, જેમાં વસ્તીના આધારે HRA ટકાવારી નક્કી થશે.

લઘુત્તમ બેઝિક પગાર અને ફિટમેન્ટ ફેક્ટરમાં શું ફેરફાર સૂચવાયો છે?

લઘુત્તમ બેઝિક પગાર 18,000 થી વધારીને 52,600 થી 69,000 કરવાની અને ફિટમેન્ટ ફેક્ટર 2.86 થી વધારીને 3.83 કરવાની માંગ કરવામાં આવી છે.

રજાના રોકડીકરણ (લીવ એન્કેશમેન્ટ) માં શું ફેરફાર સૂચવાયા છે?

નોકરી દરમિયાન જમા થયેલી રજાઓમાંથી અડધી રજાઓ માટે રોકડ વળતર અને નિવૃત્તિ વખતે મહત્તમ મર્યાદા 300 થી વધારીને 600 દિવસ કરવાની માંગ કરાઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Embed widget