(Source: ECI/ABP News/ABP Majha)
Aadhaar Card Update: 31 માર્ચ પહેલા આધાર કાર્ડને લઈ પતાવી દો આ બે મોટા કામ, નહીંતર ભોગવવું પડશે મોટું નુકસાન
Aadhaar Update: ભારત સરકાર દ્વારા એક નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે, જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે લોકોના આધાર કાર્ડ 10 વર્ષ જૂના હોય , તેમણે તેને અપડેટ કરવું જરૂરી છે.
Aadhaar Update: ભારત સરકાર દ્વારા એક નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે, જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે લોકોના આધાર કાર્ડ 10 વર્ષ જૂના હોય , તેમણે તેને અપડેટ કરવું જરૂરી છે. તમે તમારું આધાર કાર્ડ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અપડેટ કરાવી શકો છો
આધાર કાર્ડ એ આપણી ઓળખનો એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તેના વિના કોઈપણ નાણાકીય કાર્ય કરવું સરળ નથી. બેંક ખાતું ખોલાવવાથી લઈને કોઈપણ પ્રકારની સરકારી યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ ખૂબ જ જરૂરી છે. એટલા માટે જરૂરી છે કે આધાર કાર્ડ પર આપવામાં આવેલી માહિતી સંપૂર્ણ રીતે સાચી હોવી જોઈએ. આધાર કાર્ડમાં કોઈપણ પ્રકારની ભૂલ તમારા માટે મુશ્કેલી બની શકે છે.
હવે સરકાર દ્વારા આધાર કાર્ડને લઈને માર્ગદર્શિકા લાગુ કરવામાં આવી છે. આ મુજબ, જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ પહેલા બન્યું છે અને તેને અપડેટ કરવામાં આવ્યું નથી, તો હવે તમારે તેને અપડેટ કરવાની જરૂર છે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે 'જો તમારું આધાર દસ વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હોય અને તેને અપડેટ કરવામાં આવ્યું નથી, તો તમને તમારા 'પ્રૂફ ઑફ આઇડેન્ટિટી' અને 'પ્રૂફ ઑફ એડ્રેસ' દસ્તાવેજો અપલોડ કરવાની વિનંતી કરવામાં આવે છે. તેને ફરીથી ચકાસો.' ઓનલાઈન અપડેટ કરવાની ફી 25 રૂપિયા છે અને ઓફલાઈન માટે તે 50 રૂપિયા છે.
આધાર કાર્ડ કેવી રીતે અપડેટ કરવું?
ઑફલાઇન અપડેટ માટે, તમારે તમારા નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડશે. UIDAI અનુસાર, તમે 50 રૂપિયાની ફી ચૂકવીને તમારી વસ્તી વિષયક વિગતો (નામ, સરનામું, જન્મ તારીખ, લિંગ, મોબાઇલ અને ઇમેઇલ) સરળતાથી અપડેટ કરી શકો છો. બાયોમેટ્રિક અપડેટ માટે તમારે 100 રૂપિયા ચૂકવવા પડશે.
આ સાથે, સરકારે પાન-આધાર કાર્ડને લિંક કરવાની સમયમર્યાદા જારી કરી છે. આ કામ પતાવવા માટે તમારી પાસે આવતા મહિને 31 માર્ચ સુધીનો સમય છે. આ પ્રક્રિયા માટે આવકવેરા વિભાગ દ્વારા ઘણી અપીલ કરવામાં આવી છે. જો આ તારીખ સુધી આ કામ નહીં કરવામાં આવે તો તમારા પાન કાર્ડનો કોઈ ફાયદો થશે નહીં. એટલું જ નહીં, તમારે 10,000 રૂપિયા સુધીનો ભારે દંડ પણ ભરવો પડી શકે છે.
પાન-આધાર લિંક કરવું ખૂબ જ સરળ છે
- આવકવેરાની સત્તાવાર વેબસાઇટ www.incometax.gov.in પર લોગ ઇન કરો.
- Quick Links વિભાગ પર જાઓ અને Link Aadhaar પર ક્લિક કરો
- તમારી સ્ક્રીન પર એક નવી વિન્ડો ખુલશે
- - 'I validate my Aadhaar details' નો વિકલ્પ પસંદ કરો.
- તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. તેને ભરો અને પછી 'વેલીડેટ' પર ક્લિક કરો.
- જે બાદ તમારું PAN આધાર સાથે લિંક થઈ જશે.
જો તમે તમારા પાન-આધારને લિંક નહીં કરો તો દંડની સાથે તમારા પાન-આધાર બંને બંધ થઈ જશે.