Cyrus Mistry Death: જાણીતા ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં નિધન
પાલઘરથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણિતા ઉદ્યોગપતિ અને બિઝનેસમેન સાયરસ મિસ્ત્રીનું અકસ્માતમાં નિધન થયું છે.
Cyrus Mistry: પાલઘરથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણિતા ઉદ્યોગપતિ અને બિઝનેસમેન સાયરસ મિસ્ત્રીનું અકસ્માતમાં નિધન થયું છે. પાલઘર જિલ્લા અધિક્ષકે સાયરસ મિસ્ત્રીના મૃત્યુની પુષ્ટિ કરતાં આ માહિતી આપી છે. સાયરસ મિસ્ત્રી આઈરીશ ઈન્ડિયન ઉદ્યોગપતિ હતા. સાયરસ મિસ્ત્રી તાતા ગ્રુપમાં ચેરમેન પદે પણ કામ કરી ચુક્યા છે. મુંબઈ - અમદાવાદ હાઈવે પર આવેલા પાલઘર નજીક સર્જાયેલા અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીનું નિધન થયું છે.
मोठी बातमी -
— Ganesh Thakur गणेश ठाकूर (@7_ganesh) September 4, 2022
मुंबई आमदाबाद राष्ट्रीय महामार्गावर सूर्य नदीच्या चारोटी येथील ब्रिजवर टाटा समूहाच्या सायरस मिस्त्री यांच्या गाडीचा भीषण अपघातत सायरस मिस्त्री यांचा मृत्यू झाल्याची माहिती @abpmajhatv pic.twitter.com/vsKOFtbTeR
મુંબઈમાં અભ્યાસ
સાયરસ મિસ્ત્રીએ તેમનો પ્રારંભિક અભ્યાસ મુંબઈની કેથેડ્રલ અને એન્ડ જોન કોનન સ્કૂલમાંથી કર્યો હતો. તે પછી તે સિવિલ એન્જિનિયરિંગ માટે લંડન ગયા. લંડન બિઝનેસ સ્કૂલમાંથી મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી કરી. તેમની પાસે પિતાની જેમ આયરિશ નાગરિકત્વ છે.
1991માં પિતાનો કારોબારમાં જોડાયા
સાયરસ મિસ્ત્રીએ 1991માં તેમના પિતાના કારોબાર શાપૂરજી પેલોનજી ગ્રુપમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. સાયરસ માત્ર 3 વર્ષમાં જ 1994માં શાપૂરજી પલોનજી ગ્રુપના ડાયરેકર બન્યા હતા. તેમણે પિતાની જેમ ભારતમાં અનેક મોટા રેકોર્ડ બનાવ્યા., જેમાં સૌથી ઊંચા રહેણાંક ટાવર, સૌથી લાંબા રેલવે પુલનું નિર્માણ અને સૌથી મોટા બંદરનું નિર્માણ સામેલ છે. પલોનજી ગ્રુપનો કારોબાર કપડાથી લઈ રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી અને બિઝનેસ ઓટોમેશન સુધી ફેલાયેલો છે. કારોબારને લઈ ગયા નવી ઊંચાઈએ સાયરસ મિસ્ત્રી બે દાયકાના કાર્યકાળમા શાપૂરજી પલોનજી એન્ડ કંપનીને કન્સ્ટ્રક્શન, ઈન્ફ્રાસ્ટ્રકચર, રિયલ એસ્ટેટ મામલે વિશ્વમાં કાઠું કાઢ્યું છે. તેમના નેતૃત્વમાં કંપનીએ મધ્ય પૂર્વ અને આફ્રિકામાં વિકાસ કર્યો. આ ગ્રુપનો કારોબાર 50 દેશોમાં ફેલાયેલો છે. તેઓ કન્સ્ટ્રક્શન ફેડરેશન ઓફ ઈન્ડિયાના સંસ્થાપક સભ્ય પણ છે.
2012 માં ટાટા ગ્રુપના ચેરમેન
2006 માં, પલોનજી મિસ્ત્રી ટાટા જૂથના બોર્ડમાંથી નિવૃત્ત થયા અને તેમની જગ્યાએ 38 વર્ષીય સાયરસ મિસ્ત્રી આવ્યા હતા. પલોનજી મિસ્ત્રી ટાટા ગ્રુપના સૌથી મોટા શેરહોલ્ડર હતા. આ રીતે સાયરસને શાપૂરજી પલોનજી ગ્રુપ ઉપરાંત ટાટા ગ્રુપની અનેક કંપનીના નિર્દેશક બનાવાયા હતા. નવેમ્બર 2011માં સાયરસ મિસ્ત્રીને ટાટા ગ્રુપના ઉપાધ્યક્ષ બનાવાયા હતા. રતન ટાટાના રિટારમેંટ બાદ 28 ડિસેમ્બર, 2012માં ટાટા ગ્રુપના ચેરમેન તરીકે વરણી કરાઈ હતી.