આ ત્રણ બેંકના ખાતાધારકોએ 31 માર્ચ પહેલા પોતાનો IFSC Code બદલી લેવો પડશે નહીં તો થશે મુશ્કેલી
આ બેંકોમાં કેટલાક જરૂરી ફેરફાર 1 એપ્રિલથી લાગુ થઈ જશે.
જો તમે આંધ્રા બેંક, (Andhra Bank), કોર્પોરેશન બેંક (Corporation Bank) , અથવા પંજાબ નેશનલ બેંક (PNB)ના ખાતાધારક છો તો આ મહિને તેમણે એક જરૂરી કામ કરવું પડશે. આ ત્રણેય બેંકના ખાતાધારકોએ 31 માર્ચ સુધીમાં પોતાનો આઈએફએસસી કોડ (IFSC Code) બદલાવી લેવો પડશે. જો તમે 31 માર્ચ સુધી આઈએફએસસી કોડ બદલવાથી ચૂકી જશો તો 1 એપ્રિલથી તમને રૂપિયા ટ્રાન્સફર કરવામાં મુશ્કેલી થશે.
આંધ્રા બેંક અને કોર્પોરેશન બેંકનું યૂનિયન બેંકમાં મર્જર થઈ ગયું છે. એવામાં આ બેંકોમાં કેટલાક જરૂરી ફેરફાર 1 એપ્રિલથી લાગુ થઈ જશે. પંજાબ નેશનલ બેંક પણ 1 એપ્રિલથી કેટલાક ફેરફાર કરવા જઈ રહી છે જેના વિશે જાણવું જરૂરી છે.
આંધ્રા બેંક અનો કોર્પોરેશનના ખાતાધારકો ધ્યાન આપે
આંધ્રા બેંક અથવા કોર્પોરેશન બેંકમાં 1 એપ્રિલથી જૂના આઈએફએસસી કોડ કામ નહીં કરે. માટે 31 માર્ચ સુધીમાં નવો આઈએફએસસી કોડ બદલાવી લેવો.
1 એપ્રિલથી આંદ્રા બેંકનો IFSC કોડ UBIN08 શરૂ થસે અને કોર્પોરેશન બેંકનો IFSC કોડ UBIN09થી શરૂ થશે. ખાતાધારકોએ નવી ચેક બુક પણ લેવાની રહેશે, જે યૂનિયન બેંકની હશે.
આ રીતે બદલો આઈએફએસસી કોડ
આઈએફએસસી કોડ બદલવા માટે www.unionbankofindia.co.in પર જવાનું રહેશે. ત્યાર બાદ તમે amaigamation Centre પર ક્લિક કરશો તો તમારો અપડેટ આઈએફએસસી કોડ જોવા મળશે. બેંકના કસ્ટમર કેયર નંબર 18002082244 અથવા 18004251515 અથવા 18004253555 પર ફોન પણ કરી શકાય છે.
પીએનબી ગ્રાહકો ધ્યાન આપે
પંજાબ નેશનલ બેંકો પોતાના ગ્રાહકોને કહ્યું છે કે, તે 1 એપ્રિલથી પહેલા પોતાનો આઈએફએસસી કોડ અને એમઆઈસીઆર કોડ બદલાવી લે. પંજાબ નેશનલ અનુસાર 31 માર્ચ 2021 બાદ જૂનો કોડ કામ નહીં કરે.