શોધખોળ કરો

Adani Acquisition: હિંડનબર્ગ રિપોર્ટ બાદ પહેલી મોટી ડીલ, હવે ટ્રેનની સફર કરાવશે ગૌતમ અદાણી

Adani Acquisition: ભારતના બીજા સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું અદાણી ગ્રુપ પહેલેથી જ બંદરથી એરપોર્ટ સુધી હાજરી ધરાવે છે. હવે અદાણી ગ્રુપ ટ્રેનમાં મુસાફરીના ક્ષેત્રમાં પગ મુકવા જઈ રહ્યું છે.

Adani Acquisition: ભારતના બીજા સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું અદાણી ગ્રુપ પહેલેથી જ બંદરથી એરપોર્ટ સુધી હાજરી ધરાવે છે. હવે અદાણી ગ્રુપ ટ્રેનમાં મુસાફરીના ક્ષેત્રમાં પગ મુકવા જઈ રહ્યું છે. આ માટે ગૌતમ અદાણીનું જૂથ એક નવો સોદો કરવાની તૈયારી કરી રહ્યું છે, જે જાન્યુઆરીમાં હિંડનબર્ગ રિપોર્ટ બહાર આવ્યા પછી જૂથનો પ્રથમ મોટો સોદો હશે.

અદાણી એન્ટરપ્રાઇઝે માહિતી આપી 
ગૌતમ અદાણીની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝે શુક્રવારે આ ડીલ વિશે માહિતી આપી હતી. કંપનીએ કહ્યું કે તે સ્ટાર્ક એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડની 100 ટકા ઇક્વિટી હસ્તગત કરશે. સ્ટાર્ક એન્ટરપ્રાઇઝ ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ ટ્રેનમેનનું સંચાલન કરે છે. આ રીતે, ટ્રેનમેન પ્લેટફોર્મ ડીલથી અદાણી જૂથનો ભાગ બની જશે.

ઘણી કંપનીઓને ટક્કર મળશે
અદાણી એન્ટરપ્રાઇઝે હજુ સુધી જણાવ્યું નથી કે આ ડીલની કિંમત શું હશે એટલે કે તે ટ્રેનમેનને કેટલામાં ખરીદવા જઈ રહી છે, તે હજુ સુધી જાણી શકાયું નથી. જો કે, એ નિશ્ચિત છે કે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગ કંપનીઓને આ ડીલથી સખત ટક્કર મળવાની છે. ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગમાં IRCTCનો દબદબો છે. ટ્રેનમેન સહિત અન્ય ઘણી ખાનગી કંપનીઓ IRCTC પાસેથી અધિકૃતતા લીધા પછી ટ્રેન ટિકિટ ઓનલાઈન બુક કરવાની સુવિધા પૂરી પાડે છે.

આ પેટાકંપની દ્વારા ડીલ કરવામાં આવશે
અદાણી એન્ટરપ્રાઇઝિસે શેરબજારોને જણાવ્યું છે કે આ ડીલ તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી ડિજિટલ લેબ્સ દ્વારા કરવામાં આવશે. અદાણી ડિજિટલ લેબ્સે 100 ટકા હિસ્સો ખરીદવા માટે સ્ટાર્ક એન્ટરપ્રાઇઝિસ સાથે શેર ખરીદી કરાર કર્યો છે.

તાજેતરમાં મૂડી ઊભી કરી હતી
સ્ટાર્ક એન્ટરપ્રાઇઝિસ એ ગુરુગ્રામ આધારિત સ્ટાર્ટઅપ છે, જે વિનીત ચિરાનિયા અને IIT રૂરકીના કરણ કુમાર દ્વારા સહ-સ્થાપિત છે. કંપનીએ તાજેતરમાં ફંડિંગ રાઉન્ડમાં $1 મિલિયન એકત્ર કર્યા છે. ફન્ડિગ રાઉન્ડમાં ગુડવાટર કેપિટલ, હેમ એન્જલ્સ સહિત યુએસ રોકાણકારોનું એક જૂથ છે.

અદાણી જૂથને ઘણા સોદામાંથી દૂર થયું હતું
અદાણી જૂથ માટે પણ આ સોદો ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે, કારણ કે જાન્યુઆરીમાં હિંડનબર્ગ રિસર્ચના અહેવાલ પછી આ તેની પ્રથમ મોટી ડીલ બનવા જઈ રહી છે. હિંડનબર્ગના અહેવાલથી અદાણી જૂથને મોટું નુકસાન થયું હતું. જેના કારણે અદાણી જૂથે અનેક પ્રસ્તાવિત ડીલમાંથી પીછેહઠ કરવી પડી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી
NDA માં BJP ની આ સહયોગી પાર્ટીએ વધાર્યું ટેન્શન, બિહારમાં એકલા જ 243 સીટ પર ચૂંટણી લડવાની ધમકી આપી
NDA માં BJP ની આ સહયોગી પાર્ટીએ વધાર્યું ટેન્શન, બિહારમાં એકલા જ 243 સીટ પર ચૂંટણી લડવાની ધમકી આપી
રોજ એક સાથે ઘણા ફળો ખાવાથી સ્વાસ્થ્યને થાય છે ભારે નુકસાન, લીવરથી લઈને આ બિમારીનું રહે છે જોખમ
રોજ એક સાથે ઘણા ફળો ખાવાથી સ્વાસ્થ્યને થાય છે ભારે નુકસાન, લીવરથી લઈને આ બિમારીનું રહે છે જોખમ
ICCના નવા અધ્યક્ષ જય શાહને 440 વોલ્ટનો આંચકો લાગ્યો, હવે એશિયન ક્રિકેટ કાઉન્સિલના….
ICCના નવા અધ્યક્ષ જય શાહને 440 વોલ્ટનો આંચકો લાગ્યો, હવે એશિયન ક્રિકેટ કાઉન્સિલના….
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS 2nd Test: ભારતીય ટીમની પ્રથમ ઈનિંગમાં 180 રનના સ્કોર પર ઓલઆઉટSurat BJP Leader Suicide Case: ભાજપના મહિલા નેતાના સુસાઈડ કેસને લઈને મોટા સમાચારKhyati Hospital Scam:હોસ્પિટલ કાંડમાં સૌથી મોટો ખુલાસો, ત્રણ વર્ષમાં 112 લોકોના મોતRBI Reporate News: EMI ઓછી થવાની આશા પર ફરી વળ્યું પાણી, કોઈ ફેરફાર ન થયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી
NDA માં BJP ની આ સહયોગી પાર્ટીએ વધાર્યું ટેન્શન, બિહારમાં એકલા જ 243 સીટ પર ચૂંટણી લડવાની ધમકી આપી
NDA માં BJP ની આ સહયોગી પાર્ટીએ વધાર્યું ટેન્શન, બિહારમાં એકલા જ 243 સીટ પર ચૂંટણી લડવાની ધમકી આપી
રોજ એક સાથે ઘણા ફળો ખાવાથી સ્વાસ્થ્યને થાય છે ભારે નુકસાન, લીવરથી લઈને આ બિમારીનું રહે છે જોખમ
રોજ એક સાથે ઘણા ફળો ખાવાથી સ્વાસ્થ્યને થાય છે ભારે નુકસાન, લીવરથી લઈને આ બિમારીનું રહે છે જોખમ
ICCના નવા અધ્યક્ષ જય શાહને 440 વોલ્ટનો આંચકો લાગ્યો, હવે એશિયન ક્રિકેટ કાઉન્સિલના….
ICCના નવા અધ્યક્ષ જય શાહને 440 વોલ્ટનો આંચકો લાગ્યો, હવે એશિયન ક્રિકેટ કાઉન્સિલના….
કામની વાતઃ શું PAN 2.0 પછી પણ PAN ને આધાર સાથે લિંક કરવું જરૂરી છે? જાણો તમારા કામની આ વાત
કામની વાતઃ શું PAN 2.0 પછી પણ PAN ને આધાર સાથે લિંક કરવું જરૂરી છે? જાણો તમારા કામની આ વાત
શું પંકજ ત્રિપાઠીએ ભાજપ વિરૂદ્ધ પ્રચાર કર્યો? જાણો વાયરલ વીડિયોનું સત્ય
શું પંકજ ત્રિપાઠીએ ભાજપ વિરૂદ્ધ પ્રચાર કર્યો? જાણો વાયરલ વીડિયોનું સત્ય
Exclusive: CM બન્યા પછી દેવેન્દ્ર ફડણવીસનો પ્રથમ ઇન્ટરવ્યૂ, બોલ્યા- 'મેં કહ્યું હતું કે બદલો લઈશ અને...'
Exclusive: CM બન્યા પછી દેવેન્દ્ર ફડણવીસનો પ્રથમ ઇન્ટરવ્યૂ, બોલ્યા- 'મેં કહ્યું હતું કે બદલો લઈશ અને...'
IND vs AUS: ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 180 રનમાં ઓલઆઉટ, રોહિત-વિરાટ ફેલ,સ્ટાર્કનો કહેર
IND vs AUS: ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 180 રનમાં ઓલઆઉટ, રોહિત-વિરાટ ફેલ,સ્ટાર્કનો કહેર
Embed widget