શોધખોળ કરો

અદાણીએ CNGના ભાવમાં કર્યો વધારો, નવો ભાવ 75.09 રૂપિયા થયો

આ પહેલા એપ્રિલ મહિનામાં ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો હતો. કેબિનેટે કુદરતી ગેસના ભાવ માટે નવી કિંમત નિર્ધારણ પદ્ધતિની જાહેરાત કરી હતી.

CNG Price Hike: મોંઘવારીના મોરચે આમ આદમીને મોટો ફટકો પડ્યો છે. ગુજરાતમાં અદાણીએ સીએનજીના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. અદાણીએ સીએનજીના ભાવમાં 80 પૈસાનો વધારો કર્યો છે. આ ભાવ વધારા બાદ અમદાવાદ શહેરમાં સીએનજીનો નવો ભાવ 75.09 રૂપિયા થઈ ગયો છે. ભારત સરકારના ભાવ ઘટાડાના 2 મહિના બાદ આ વધારો કરવામાં આવ્યો છે.

આ પહેલા એપ્રિલ મહિનામાં ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો હતો. કેબિનેટે કુદરતી ગેસના ભાવ માટે નવી કિંમત નિર્ધારણ પદ્ધતિની જાહેરાત કરી હતી. આ નવી સિસ્ટમની જાહેરાત બાદ જ CNG અને PNGના ભાવમાં ઘટાડો થયો હતો. કેબિનેટનો આ નિર્ણય અર્થશાસ્ત્રી કિરીટ પરીખની આગેવાની હેઠળની નિષ્ણાત પેનલની ભલામણો પર આધારિત છે.

આ અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, મંત્રીમંડળે APM ગેસ માટે 4 ડોલર પ્રતિ MMBTUના આધારે મૂલ્યને મંજૂરી આપી હતી અને અધિકત્તમ મૂલ્ય 6.5 ડોલર પ્રતિ MMBTU રાખવા પર મહોર લગાવવામાં આવી.ઘરેલુ ગેસની કિંમત હવે ભારતીય ક્રૂડ બાસ્કેટના વૈશ્વિક ભાવના મંથલી એવરેજના 10 ટકા છે. દર મહિને તેમાં ફેરફાર કરવામાં આવે છે. તેનાથી PNG, CNG, ફર્ટિલાઈઝર પ્લાન્ટ વગેરેને ફાયદો થયો છે. જેનો સીધો લાભ સામાન્ય લોકોથી લઈને ખેડૂતો, ગાડી ચલાવનારાઓને થયો છે. મોદી સરકારના આ નિર્ણયને પગલે CNGના ભાવમાં પ્રતિ કિલો 8થી વધુ રૂપિયાનો ઘટાડો થયો હતો. જ્યારે PNGના ભાવમાં પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિટ મીટરે 5થી વધુ રૂપિયાનો ઘટાડો થયો હતો.

આજના પેટ્રોલ-ડીઝલના ભાવ

દેશની રાજધાનીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. તે જ સમયે, કેટલાક શહેરોમાં ઇંધણની કિંમતમાં ફેરફાર થયો છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં ઘટાડો થયો છે. WTI ક્રૂડ ઓઈલ 0.36 ટકા ઘટીને $71.89 પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે. તે જ સમયે, બ્રેન્ટ ક્રૂડ ઓઈલ 0.09 ટકા ઘટીને $76.46 પ્રતિ બેરલ થઈ ગયું છે.

જે શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો છે તેમાં નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ, પટના અને અન્ય રાજ્યોના શહેરોનો સમાવેશ થાય છે. નવી દિલ્હીમાં 6 જૂન, 2023ના રોજ પેટ્રોલની કિંમત રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. કોલકાતામાં પણ પેટ્રોલની કિંમત 106.03 રૂપિયા અને ડીઝલની કિંમત 92.76 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નાઈમાં પણ પેટ્રોલની કિંમત 102.65 રૂપિયા અને ડીઝલની કિંમત 94.25 રૂપિયા પર સ્થિર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'માવજી પટેલ અમારા મત તોડશે, અમને હારનો ડર...' - ભાજપના પૂર્વ સાંસદ પરબત પટેલનો સ્વીકાર
'માવજી પટેલ અમારા મત તોડશે, અમને હારનો ડર...' - ભાજપના પૂર્વ સાંસદ પરબત પટેલનો સ્વીકાર
Ahmedabad: અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યાથી ચકચાર, વાહન ધીમે ચલાવવાનું કહેતા કારચાલકે માર્યા છરીના ઘા
Ahmedabad: અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યાથી ચકચાર, વાહન ધીમે ચલાવવાનું કહેતા કારચાલકે માર્યા છરીના ઘા
Vav assembly bypoll:  ભાભરમાં ભાજપ કાર્યાલય પહોંચી કોંગ્રેસના નેતાઓએ કર્યો પ્રચાર, ગેનીબેને કોને આપ્યું ગુલાબનું ફૂલ?
Vav assembly bypoll: ભાભરમાં ભાજપ કાર્યાલય પહોંચી કોંગ્રેસના નેતાઓએ કર્યો પ્રચાર, ગેનીબેને કોને આપ્યું ગુલાબનું ફૂલ?
Shaktimaan Teaser: 'શક્તિમાન'ની ધમાકેદાર વાપસી! મુકેશ ખન્નાએ જાહેર કર્યું ટીઝર
Shaktimaan Teaser: 'શક્તિમાન'ની ધમાકેદાર વાપસી! મુકેશ ખન્નાએ જાહેર કર્યું ટીઝર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhupendra Patel : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હિંમતનગરથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો કરાવ્યો પ્રારંભVav By Poll 2024 : ભાજપ કાર્યાલયમાં કોંગ્રેસનો પ્રચાર , ગેનીબેને ભાજપ નેતાને આપ્યું ગુલાબનું ફૂલJustice Sanjiv Khanna : જસ્ટીસ સંજીવ ખન્ના બન્યા દેશના 51માં CJIVav By Poll 2024 : Parbat Patel : માવજીભાઈને લઈ પરબત પટેલનું સામે આવ્યું ચોંકાવનારું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'માવજી પટેલ અમારા મત તોડશે, અમને હારનો ડર...' - ભાજપના પૂર્વ સાંસદ પરબત પટેલનો સ્વીકાર
'માવજી પટેલ અમારા મત તોડશે, અમને હારનો ડર...' - ભાજપના પૂર્વ સાંસદ પરબત પટેલનો સ્વીકાર
Ahmedabad: અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યાથી ચકચાર, વાહન ધીમે ચલાવવાનું કહેતા કારચાલકે માર્યા છરીના ઘા
Ahmedabad: અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યાથી ચકચાર, વાહન ધીમે ચલાવવાનું કહેતા કારચાલકે માર્યા છરીના ઘા
Vav assembly bypoll:  ભાભરમાં ભાજપ કાર્યાલય પહોંચી કોંગ્રેસના નેતાઓએ કર્યો પ્રચાર, ગેનીબેને કોને આપ્યું ગુલાબનું ફૂલ?
Vav assembly bypoll: ભાભરમાં ભાજપ કાર્યાલય પહોંચી કોંગ્રેસના નેતાઓએ કર્યો પ્રચાર, ગેનીબેને કોને આપ્યું ગુલાબનું ફૂલ?
Shaktimaan Teaser: 'શક્તિમાન'ની ધમાકેદાર વાપસી! મુકેશ ખન્નાએ જાહેર કર્યું ટીઝર
Shaktimaan Teaser: 'શક્તિમાન'ની ધમાકેદાર વાપસી! મુકેશ ખન્નાએ જાહેર કર્યું ટીઝર
Vav assembly bypoll: માવજી પટેલ પર શંકર ચૌધરીનો વળતો પ્રહાર, ફોર્મ પાછુ ખેંચવાના બદલામાં બનાસ બેન્ક માંગી હોવાનો દાવો
Vav assembly bypoll: માવજી પટેલ પર શંકર ચૌધરીનો વળતો પ્રહાર, ફોર્મ પાછુ ખેંચવાના બદલામાં બનાસ બેન્ક માંગી હોવાનો દાવો
iPhone લવર્સને મોટો ઝટકો, હવે નહી મળે આ ત્રણ મૉડલ્સ
iPhone લવર્સને મોટો ઝટકો, હવે નહી મળે આ ત્રણ મૉડલ્સ
વાવમાં રાજકારણ ગરમાયું, પક્ષમાંથી હાંકી કઢાયેલા પાંચેય નેતાઓએ ભાજપ સામે જ મોરચો માંડ્યો
વાવમાં રાજકારણ ગરમાયું, પક્ષમાંથી હાંકી કઢાયેલા પાંચેય નેતાઓએ ભાજપ સામે જ મોરચો માંડ્યો
Junagadh: આજથી ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત, જાણો શું શું કરાઇ છે વ્યવસ્થા ?
Junagadh: આજથી ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત, જાણો શું શું કરાઇ છે વ્યવસ્થા ?
Embed widget