મુકેશ અંબાણી કરવા જઈ રહ્યા છે વધુ એક ખરીદદારી, જાણો હવે કઈ કંપનીમાં હિસ્સો ખરીદશે
ફંડ મેળવવાના પ્રસ્તાવ પર વિચાર કરવા અને મૂલ્યાંકન કરવા માટે કંપનીની બોર્ડ બેઠક શુક્રવારે મળવાની છે.
મુંબઈઃ મુકેશ અંબાણીની આગેવાનીવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 6500 કોરડ રૂપિયાથી વધારેમાં Justdialમાં મોટાભાગનો હિસ્સો ખરીદવાની વાતચીત કરી રહી છે. આ એક એવો નિર્ણય હશે જે આરઆઈએલને 25 વર્ષ જૂની લિસ્ટિંગ કંપનીના મર્ચન્ટ ડેટાબસ સુધીની પહોંચ ઉપલબ્ધ કરાવશે અને સ્થાનીક વેપાર અને પેમેન્ટ સેગમેન્ટમાં તેની હાજરી વધારશે.
Justdialનો સ્ટોક બુધવારે પોતાની 52 સપ્તાહની ઉચ્ચ સપાટી 1138 રૂપિયાએ પહોંચી ગયો હતો અને શુક્રવારે પ્રસ્તાવિત બોર્ડની બેઠક પહેલા ગુરુવારે 2.5 ટકા ઉછળીને 1107ની સપાટી પર બંધ રહ્યો હતો. આઈરઆઈએલ દ્વારા અધિગ્રહણની વાતચીત પર કંપનીનું મૂલ્ય 6893.6 કરોડ રૂપિયા આંકવામાં આવ્યું હતું. આ સમાચાર ત્યારે આવ્યા છે જ્યારે Justdial ટાટા સન્સની સાથે ટાટા ડિજિટલની સુપર એપમાં હિસસેદારી વિશે વાત કરી રહી છે.
શુક્રવારે મળશે કંપનીની બોર્ડ બેઠક
ફંડ મેળવવાના પ્રસ્તાવ પર વિચાર કરવા અને મૂલ્યાંકન કરવા માટે કંપનીની બોર્ડ બેઠક શુક્રવારે મળવાની છે. જેમાં ખરીદી માટે રિલાયન્સનો પ્રસ્તાવ પણ સામેલ છે. બોર્ડના પ્રસ્તાવને મંજૂરી મળવા પર બેઠક બાદ તેની જાહેરાત કરવામાં આવી શેક છે.
150 મિલિયન સરેરાશ ક્વાટર્લની યૂનિક વિઝિટર્સની સાથે Justdial સ્થાનીક સર્ચ એન્જિ સેગમેન્ટમાં માર્કેટ લીડર છે. કંપની 8888888888 નંબરની સાથે મોબાઈલ, એપ, વેબસાઈટ અને એક ફોન હોટલાઈન પર કામ કરે છે.
એક્સચેન્જ દ્વારા માગવામાં આવેલ સ્પષ્ટીકરણના જવાબમાં જસ્ટ ડાયલે કહ્યું કે, “અમે મીડિયાની અટકળો પર ટિપ્પણી નથી કરતા અને જ્યારે પણ બોર્ડ દ્વારા કોઈપણ પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવે છે તો ડિસ્ક્લોઝરની ગેરેન્ટી આપે છે, તો કંપની સેબી નિયમો અંતર્ગત ડિસ્ક્લોઝર જવાબદારીનું પાલન કરે છે. સેબી લિસ્ટિંગ વિનિયમો અને સ્ટક એક્સચેન્જોની સાથે અમારી સમજૂતી અંતર્ગત અમારી જવાબદારી નિભાવતા જરૂરી ડિસ્ક્લોઝર આપ્યા છે અને આગળ પણ ચાલુ રાખીશું.”
વધારે હિસ્સો મેળવવા માગે છે આરઆઈએલ
કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર વીએસએસ મણિ અને તેના પિરવારનો 35.5 ટકા હિસ્સો છે જેની હાલમાં વેલ્યૂ 2435 કરોડ રૂપિયા છે. આરઆઈએલ કંપનીમાં વધારાનો 26 ટકા હિસ્સો મેળવવા માટે ઓપન ઓફરની જાહેરાત કરી શકે છે. જેમાં પ્રમોટરનો મોટાભાગનો હિસ્સો મેળવ્યા બાદ 4000 કરોડ રૂપિયાથી વધારેનું પેમેન્ટ કરવું પડશે. જોકે, વીએસએસ મણિ અને પરિવાર કંપનીમાં લઘુતમ હિસ્સો જાળવી રાખે તેવી સંભાવના છે.