શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો, 10 ગ્રામનો ભાવ 43 હજાર 850ની સપાટીએ
અમદાવાદમાં સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો જોવા મળ્યો છે. 10 ગ્રામ સોનાનો ભાવ 43850ની વિક્રમી સપાટીઓ પહોંચી ગયો છે.
અમદાવાદ : અમદાવાદમાં સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો જોવા મળ્યો છે. 10 ગ્રામ સોનાનો ભાવ 43850ની વિક્રમી સપાટીઓ પહોંચી ગયો છે. આજે સોનામાં વધુ રૂ. 850નો ઉછાળો નોંધાયો છે.
ચીનમાં પ્રસરેલા કોરોના વાયરસ ઘાતક બનતા તેની સમગ્ર વિશ્વ પર અસર થતા વિવિધ એજન્સીઓ દ્વારા વૈશ્વિક મંદીનો માહોલ પ્રબળ બનવા સાથે વૃધ્ધિ દર ધીમો પડવાની આગાહી કરાતા વૈશ્વિક બજારોનું માનસ ખરડાવા પામ્યું છે.
આજે અમદાવાદ બુલીયન બજાર ખાતે સોનું 850 રૂપિયા ઊછળીને 43,850 ની વિક્રમી સપાટીએ પહોંચી ગયું હતું. ચાંદી પણ 700 રૂપિયા ઊછળીને 49000 ની સપાટી કુદાવી 49,200 ના મથાળે મજબૂત રહી હતી.
વૈશ્વિક મંદીનો માહોલ પ્રબળ બનતા વૈશ્વિક સ્તરે ડોલરની માંગમાં વધારો થતા કરન્સી બાસ્કેટ સામે ડોલર ઇન્ડેક્સ ઊછળીને 100 નજીક પહોંચ્યો છે જે તેની 2017 પછીની ઊંચી સપાટી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement