શોધખોળ કરો

ATM યૂઝર્સ માટે કામના સમાચાર! 1 એપ્રિલથી બદલાશે આ મોટો નિયમ; HDFC અને PNB એ કરી જાહેરાત

ATM rules changing from April 1: HDFC બેંક અને PNB જેવી બેંકોએ આ નવા નિયમોની જાહેરાત કરી છે. આ નિયમો હેઠળ, 1 એપ્રિલથી, UPI દ્વારા ATM માંથી રોકડ ઉપાડ પણ તમારા ફ્રી ટ્રાન્ઝેક્શનમાં ગણવામાં આવશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 1 એપ્રિલથી ATM માંથી UPI થી રોકડ ઉપાડ ફ્રી લિમિટમાં ગણાશે.
  • વધુ ટ્રાન્ઝેક્શન પર HDFC, PNB જેવી બેંકો ચાર્જ વસૂલશે.
  • કેટલાક PNB ડેબિટ કાર્ડ માટે દૈનિક ઉપાડ મર્યાદા ઘટી શકે છે.

ATM rules changing from April 1: માર્ચ મહિનો અડધાથી વધુ વીતી ગયો છે અને હવે ગણતરીના દિવસોમાં એપ્રિલ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. 1 એપ્રિલથી દેશની કેટલીક બેંકો ATM ટ્રાન્ઝેક્શનના નિયમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. તેની સીધી અસર તમારી ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ અને કેશ વિડ્રોઅલ (રોકડ ઉપાડ) પર લાગતા ચાર્જ પર પડશે.

વાસ્તવમાં, 1 એપ્રિલથી ATM માંથી UPI દ્વારા રોકડ ઉપાડવાને પણ તમારી ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટમાં ગણવામાં આવશે. જો તમે અગાઉથી નક્કી કરેલી લિમિટ કરતા વધારે ટ્રાન્ઝેક્શન કરો છો, તો તમારે વધારાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે.

ખિસ્સા પર કેટલી અસર પડશે?
પહેલા ઘણી બેંકો ATM માં UPI નો ઉપયોગ કરીને રોકડ ઉપાડવાને અલગ ટ્રાન્ઝેક્શન માનતી હતી, પરંતુ હવે નવા નિયમમાં તેને તમારી ફ્રી મંથલી લિમિટમાં ઉમેરી દેવામાં આવશે. HDFC Bank અને Punjab National Bank (PNB) જેવી બેંકોએ આ નવા નિયમોની જાહેરાત કરી છે.

આવી સ્થિતિમાં જો તમે બેંક દ્વારા આપવામાં આવેલી ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ કરતા વધુ વખત ATM માંથી રોકડ ઉપાડશો, તો બેંક તમારી પાસેથી દરેક વધારાના ટ્રાન્ઝેક્શન માટે 23 રૂપિયા સુધીની ફી વસૂલશે. અત્યાર સુધી આ બેંકો પોતાના ATM માંથી મહિનામાં 5 વખત ફ્રીમાં રોકડ ઉપાડવાની સુવિધા આપે છે. બીજી બેંકોના ATM માટે મેટ્રો સિટીઝમાં 3 વખત અને નોન-મેટ્રો શહેરોમાં 5 વખત ફ્રી કેશ વિડ્રોઅલની સુવિધા આપવામાં આવે છે.

UPI થી કેશ વિડ્રોઅલ સરળ
UPI દ્વારા ATM માંથી પૈસા ઉપાડવાની પ્રક્રિયા પણ ખૂબ જ સરળ છે. ગ્રાહકોએ ડેબિટ કાર્ડ વગર રોકડ મેળવવા માટે બસ ATM સ્ક્રીન પર QR કોડ સ્કેન કરવાનો રહેશે અને પોતાની UPI એપ પર ટ્રાન્ઝેક્શનને મંજૂરી આપવાની રહેશે. ઘણી બેંકો ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે આ ફીચર લાવી રહી છે.

ડેઈલી કેશ વિડ્રોઅલ લિમિટ પણ ઓછી
પંજાબ નેશનલ બેંક (PNB) એ તેના કેટલાક ડેબિટ કાર્ડ માટે દરરોજ રોકડ ઉપાડવાની લિમિટ ઘટાડવાનો પણ નિર્ણય લીધો છે. બેંકે હજુ પૂરી જાણકારી આપી નથી. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે બેંક દરરોજ પૈસા ઉપાડવાની લિમિટમાં 50 ટકા સુધીનો ઘટાડો કરી શકે છે. બેંક ગ્રાહકોને સલાહ આપી રહી છે કે તેઓ પોતાના કાર્ડના નિયમો તપાસી લે અને મોટા ટ્રાન્ઝેક્શન માટે UPI અથવા નેટ બેંકિંગ જેવા ડિજિટલ ઓપ્શનનો ઉપયોગ કરે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ
સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો
સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો
રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા
રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget