શોધખોળ કરો

બજાજ ચેતકની ભારતીય માર્કેટમાં વાપસી, ઇલેક્ટ્રિક સ્કૂટર કર્યું લોન્ચ

બજાજ ઓટોએ ચેતકનું પ્રોડક્શન 2006માં બંધ કરી દીધું હતું. ચેતક સ્કૂટરને વર્ષ 1972માં પ્રથમ વખત લોન્ચ કરવામાં આવ્યું હતું.

નવી દિલ્હીઃ બજાજના ટુ વ્હીલર વાહનનો જ્યારે પણ ઉલ્લેખ થાય ત્યારે ચેતક સ્કૂટરની ચર્ચા જરૂર થાય છે. પરંતુ છેલ્લા 14 વર્ષથી બજાજનું સ્કૂટર ગાયબ હતું, હવે તેણે ઇલેક્ટ્રિક અવતારમાં વાપસી કરી છે. Urbanite બ્રાંડ સાથે બજાજે ઈલેક્ટ્રિક ટૂ વ્હીલર સેગમેન્ટમાં એન્ટ્રી કરી છે. બજાજે ચેતકના ઈલેક્ટ્રિક વર્ઝનને લોન્ચ કર્યું ત્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત પણ હાજર હતા. ભારતીય માર્કેટમાં બજાજના ઈલેક્ટ્રિક સ્કૂટર ચેતકનો મુકાબલો Ather 450 અને Okinawa Praise સાથે થવાની આશા છે. બજાજ ચેતકની ભારતીય માર્કેટમાં વાપસી, ઇલેક્ટ્રિક સ્કૂટર કર્યું લોન્ચ બજાજનું ચેતક ઈલેક્ટ્રિક સ્કૂટર ઇકો અને સ્પોર્ટ મોડ એમ બે વેરિયન્ટમાં મળશે. ઇકો મોડમાં 95 કિલોમીટર અને સ્પોર્ટ મોડમાં 85 કિલોમીટરની રેન્જ મળશે. સ્કૂટર 6 કલર ઓપ્શનમાં મળશે. ઈ સ્કૂટરની એક શો રૂમ કિંમત એક લાખ રૂપિયા આસપાસ હોઇ શકે છે. આ સ્કૂટર બજારમાં સત્તાવાર રીતે જાન્યુઆરી 2020માં લોન્ચ થશે. બજાજ ચેતકની ભારતીય માર્કેટમાં વાપસી, ઇલેક્ટ્રિક સ્કૂટર કર્યું લોન્ચ ફીચર્સની વાત કરવામાં આવે તો સેફટી માટે ઈન્ટીગ્રેટેડ બ્રેકિંગ સિસ્ટમ મળશે. તેમાં મોટી ડિજિટલ ઈન્સ્ટ્રૂમેન્ટ પેનલ હશે,.જ્યારે સ્માર્ટફોન અને ટર્ન બાય ટર્ન નેવિગેશન માટે આ પેનલ બ્લૂટૂથ કનેક્ટિવિટીથી સપોર્ટ કરશે. આ ઉપરાંત ફ્રન્ટ અને રિયર ડિસ્ક બ્રેક મળી શકે છે. આ ઉપરાંત એલઈડી હેડલેમ્પ્સ તથા ટેલ લાઇટ, ટેલિસ્કોપિક ફ્રંટ ફોક્સ અને મોનેશોક, સ્ટેપ્ટ સીટ્સ મળવાની શક્યતા છે. બજાજ ઓટોએ ચેતકનું પ્રોડક્શન 2006માં બંધ કરી દીધું હતું. ચેતક સ્કૂટરને વર્ષ 1972માં પ્રથમ વખત લોન્ચ કરવામાં આવ્યું હતું. બજાજ ચેતકની ભારતીય માર્કેટમાં વાપસી, ઇલેક્ટ્રિક સ્કૂટર કર્યું લોન્ચ બજાજ ઓટોના એમડી રાકેશ શર્માએ કહ્યું કે, સ્કૂટરનું વેચાણ જાન્યુઆરીથી થશે. શરૂઆતમાં પુણે અને બેંગ્લોરમાં લોન્ચ કરાશે. જે બાદ અન્ય શહેરોમાં વેચાણ શરૂ કરાશે. નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી ટેકસ છૂટ અમારા માટે પ્રોત્સાહજનક છે. બજાજ ઓટોના એમડી રાજીવ બજાજના કહેવા મુજબ, આપણા દેશ સિવાય ઇલેક્ટ્રિક વ્હીકલ્સને અન્ય દેશોમાં રોજ લોન્ચ કરવામાં આવે છે. હજુ ઈવીએસમાં ઘણું કરવાનું બાકી છે. કેટલીક કંપનીઓ મોબાઇલ બિઝનેસમાં ઇલેક્ટ્રિક બાઇક બનાવવાના બિઝનેસમાં ડાયવર્ટ થઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ
સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો
સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો
રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા
રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget