Cabinet Decisions: ગરીબ કલ્યાણ અન્ન યોજના 5 વર્ષ લંબાવાઈ, મહિલા સ્વ સહાય જૂથોને અપાશે 15 હજાર ડ્રોન
Cabinet Decisions: આ યોજનાનો લાભ 81 કરોડથી વધુ લોકોને મળશે. આગામી પાંચ વર્ષમાં આ યોજના પર 11 લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવશે. આ યોજના કોવિડ 19 રોગચાળા દરમિયાન શરૂ કરવામાં આવી હતી.
Cabinet Decisions: કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે બુધવારે સરકાર દ્વારા લેવામાં આવેલા મહત્વના નિર્ણયોની માહિતી આપી હતી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે ગરીબ કલ્યાણ અન્ન યોજના 1 જાન્યુઆરી, 2024 થી આગામી પાંચ વર્ષ માટે લંબાવવામાં આવશે. અંત્યોદય પરિવારોને દર મહિને 35 કિલો અનાજનું વિતરણ કરવામાં આવશે. આ યોજનાનો લાભ 81 કરોડથી વધુ લોકોને મળશે. આગામી પાંચ વર્ષમાં આ યોજના પર 11 લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવશે. આ યોજના કોવિડ 19 રોગચાળા દરમિયાન શરૂ કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં લગભગ 13.50 કરોડ ભારતીયો ગરીબીના સ્તરથી ઉપર આવ્યા છે. મોદી સરકારની આ એક મોટી ઉપલબ્ધિ છે.
15 હજાર મહિલા સ્વ સહાય જૂથોને અપાશે ડ્રોન
અનુરાગ ઠાકુરે માહિતી આપી કે કેન્દ્રીય કેબિનેટે મહિલા સ્વ-સહાય જૂથોને ડ્રોન પ્રદાન કરવાની યોજનાને પણ મંજૂરી આપી છે. 2023-24 થી 2025-2026 દરમિયાન 15,000 પસંદ કરેલ મહિલા સ્વ-સહાય જૂથોને ડ્રોન આપવામાં આવશે જેથી ખેડૂતોને કૃષિ ઉપયોગ માટે ભાડાની સેવાઓ પૂરી પાડવામાં આવે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે સરકારના આ નિર્ણયની જાણકારી આપતાં કહ્યું, સરકારના આ નિર્ણયથી મહિલાઓ વર્ષે ઓછામાં ઓછી 1 લાખ રૂપિયાની વધારાની આવક મેળવી શકશે. વડાપ્રધાન મોદીએ 15 ઓગસ્ટના રોજ તેમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં ડ્રોન ટેક્નોલોજી વડે મહિલા સ્વ સહાય જૂથોને સશક્ત કરવાની લાલ કિલ્લા પરથી જાહેરાત કરી હતી.
#Cabinet approves continuation of Centrally Sponsored Scheme for Fast Track Special Courts for further three years
— PIB India (@PIB_India) November 29, 2023
➡️ The scheme has been further extended until 31.03.2026, with a financial outlay of Rs. 1952.23 crore, with the Central Share funded from the Nirbhaya Fund
➡️… pic.twitter.com/GjgD5XQQLg
કેબિનેટના નિર્ણય મુજબ ફાસ્ટ ટ્રેક કોર્ટ યોજનાને આગામી ત્રણ વર્ષ માટે લંબાવવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય સગીર છોકરીઓના દુષ્કર્મ અને જાતીય શોષણના મામલામાં નિર્ધારિત સમયગાળામાં ન્યાય આપવાનો છે.
કેન્દ્રીય કેબિનેટે 16 નાણાપંચોને મંજૂરી આપી
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કેબિનેટની બેઠકમાં 16મા નાણાપંચ પર પણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય કેબિનેટે 16મા નાણાપંચના સંદર્ભની શરતોને મંજૂરી આપી દીધી છે. કાર્યકારી જૂથની ભલામણોના આધારે, 16મા નાણાં પંચના સંદર્ભની શરતો નક્કી કરવામાં આવી છે. 16મું નાણાપંચ ઓક્ટોબર 2025 સુધીમાં તેનો અહેવાલ સુપરત કરશે. કેન્દ્ર આ અંગે નિર્ણય લેશે અને તેને 1 એપ્રિલ 2026 થી 31 માર્ચ 2031 સુધી લાગુ કરવામાં આવશે.
કેન્દ્રીય કેબિનેટના નિર્ણયોની માહિતી આપતા અનુરાગ ઠાકુરે એમ પણ કહ્યું કે, વડાપ્રધાન સુરંગમાં ફસાયેલા 41 મજૂરો માટે ચલાવવામાં આવી રહેલા બચાવ અભિયાન પર સતત નજર રાખતા હતા. દરરોજ તેઓ બે વખત અભિયાનની માહિતી લેતા હતા.
Cabinet approves providing 15,000 drones to women Self Help Groups
— ANI Digital (@ani_digital) November 29, 2023
Read @ANI Story | https://t.co/pcnyporK2y#CabinetDecisions #Meeting #SHGs pic.twitter.com/3D5SZurzRH