બસ આજ જોવાનું બાકી હતું ? રૂપિયા, દાગીના નહીં પણ તસ્કરો 60 કિલો લીંબુ ચોરી ગયા, લસણ-ડુંગળી પણ ન છોડ્યા
લીંબુ 200 રૂપિયા પ્રતિ કિલોના જથ્થાબંધ ભાવે વેચાઈ રહ્યું છે. જ્યારે એ જ લીંબુ બજારમાં 250 થી 280 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે.
યુપીના શાહજહાંપુર જિલ્લામાંથી ચોરીની અનોખી ઘટના સામે આવી છે. આવી ઘટના તમે પહેલા ક્યારેય નહિ સાંભળી હોય. ખરેખર, અહીં એક વેપારીના વેરહાઉસમાં ચોરી થઈ છે. તેના વેરહાઉસમાંથી પૈસા અને દાગીનાની ચોરી કરી નતી થઈ પરંતુ શાકભાજીની ચોરી કરી હતી. ચોરે શાકભાજીની પણ ખૂબ જ ચતુરાઈથી ચોરી કરી હતી. ચોરોએ પહેલા લીંબુ પર હાથ સાફ કર્યો. બજારમાં આજકાલ ફળો કરતાં લીંબુનો ભાવ વધુ છે. આ કારણોસર ચોરોએ વેરહાઉસમાંથી 60 કિલો લીંબુ ચોલી લીધા હતા. એટલું જ નહીં, ચોરોએ લીંબુની સાથે લસણ, ડુંગળી અને કાંટાની પણ ચોરી કરી હતી. આ બનાવ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.
મામલો જિલ્લાના તિલ્હારનો છે. અહીં લીંબુની મોંઘવારીની અસર સૌથી વધુ જોવા મળી હતી. બહાદુરગંજ મોહલ્લાના રહેવાસી મનોજ કશ્યપે જણાવ્યું કે, તેની શાકભાજી માર્કેટ, બાજરિયામાં દુકાન છે. દુકાનની સામે રાત્રીના સમયે શાકભાજી રાખવા માટે ગોડાઉન છે. મનોજે જણાવ્યું કે જ્યારે તે રવિવારે સવારે શાકમાર્કેટ પહોંચ્યો તો તેણે જોયું કે વેરહાઉસનું તાળું તૂટેલું હતું.
રસ્તા પર બધું વેરવિખેર હતું. ચોરોએ તેમના ગોડાઉનમાંથી 60 કિલો લીંબુ, લગભગ 40 કિલો ડુંગળી, 38 કિલો લસણ અને કાંટાના વજનની ચોરી કરી હતી. વેપારી મનોજે જણાવ્યું કે લીંબુ 200 રૂપિયા પ્રતિ કિલોના જથ્થાબંધ ભાવે વેચાઈ રહ્યું છે. જ્યારે એ જ લીંબુ બજારમાં 250 થી 280 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. ચોરીની જાણ થતાં વેપારીઓએ એકઠા થઈને નારાજગી વ્યક્ત કરી હતી.
મોંઘવારીનો માર
દિલ્હીના બજારમાં લીંબુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હીની સ્થાનિક શાકભાજી મંડીમાં છેલ્લા પાંચ દિવસમાં જ તેમાં પ્રતિ કિલો રૂ. ૮૦ સુધીનો વધારો થતો જોવા મળ્યો છે. વેપારીઓ અનુસાર ગુજરાતમાં ગયા વર્ષે આવેલ તોફાનને કારણે લીંબુના ભાવમાં વધારો જોવા મળ્યો છે. વધુમાં છેલ્લા બે વર્ષથી કોરોના કાળમાં લીંબુના યોગ્ય ભાવ ન મળવાના કારણે ખેડૂતોએ પણ આ વખતે લીંબુના પાકમાં રસ દાખવ્યો નહોતો.