શોધખોળ કરો

LPG Cylinder: ઓગસ્ટના પહેલા દિવસે જ લાગ્યો મોંઘવારીનો માર, આજથી વધી ગયા LPG સિલિન્ડર ભાવ

LPG Cylinder: એલપીજી સિલિન્ડરની કિંમતમાં આ ફેરફાર આજે 1 ઓગસ્ટ, 2024થી દેશભરમાં લાગુ થઈ ગયો છે. તમે તમારા શહેરમાં LPG સિલિન્ડરની નવીનતમ કિંમત અહીં ચકાસી શકો છો...

LPG Cylinder: ઓગસ્ટની પહેલી તારીખ સામાન્ય લોકો માટે મોંઘવારીનો નવો ડોઝ લઈને આવી છે. સરકારી તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર બાદ 1 ઓગસ્ટથી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર મોંઘા થઈ ગયા છે. રાહતની વાત એ છે કે ઘરેલુ ઉપયોગ માટેના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ ગ્રાહકોને આજે આંચકો લાગશે
સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, આજથી દેશના વિવિધ શહેરોમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ 8-9 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જોકે, આ વધારો માત્ર 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર માટે છે. આ વખતે પણ ઘરેલુ ઉપયોગ માટેના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આજથી તમારા શહેરમાં આ કિંમતો
તાજેતરના વધારા બાદ દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત 6.50 રૂપિયા વધીને 1652.50 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ જુલાઈ મહિનામાં કિંમતમાં 19 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને તે ઘટીને 1,646 રૂપિયા થઈ ગઈ હતી. એ જ રીતે, આજથી કોલકાતામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 1,764.50 રૂપિયામાં ઉપલબ્ધ થશે. કોલકાતામાં 8.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મુંબઈના લોકોએ હવે આ મોટા સિલિન્ડર માટે 1,605 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે ચેન્નાઈમાં તેની કિંમત હવે 1,817 રૂપિયા હશે.

સતત 4 મહિના કિંમતમાં ઘટાડો થયો હતો
અગાઉ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત સતત ચાર મહિના સુધી ઘટાડવામાં આવી રહી હતી. ગયા મહિને એટલે કે 1 જુલાઈથી 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ 30 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જૂનમાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 19 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. 1 મેથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 19 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. એપ્રિલ પહેલા સતત ત્રણ મહિના સુધી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો થયો હતો.

આ ગ્રાહકો પર કોઈ અસર થઈ નથી
ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં છેલ્લો ફેરફાર માર્ચમાં થયો હતો, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા દિવસ (8 માર્ચ 2024)ના અવસર પર એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. 100નો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. તેના એક દિવસ પહેલા એટલે કે 7 માર્ચે મોદી સરકારે એલપીજી સિલિન્ડરના મામલે સામાન્ય લોકોને રાહત આપી હતી. ત્યારબાદ કેબિનેટે 31 માર્ચ 2025 સુધી પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 300 રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત કરી હતી. ત્યારપછી 14 કિલોના સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે લગભગ 5 મહિનાથી ઘરેલુ ઉપયોગના સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે

વિડિઓઝ

US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
અમેરિકન મહિલા જ્યોતિષની ડરામણી ભવિષ્યવાણી: 2026 માં લાખો લોકોની જશે નોકરી,ભૂકંપ અને યુદ્ધનો ખતરો
અમેરિકન મહિલા જ્યોતિષની ડરામણી ભવિષ્યવાણી: 2026 માં લાખો લોકોની જશે નોકરી,ભૂકંપ અને યુદ્ધનો ખતરો
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન
Cricket History: જ્યારે 21 વર્ષના બેટ્સમેને 6 બોલમાં બનાવ્યા 48 રન! ક્રિકેટના દિગ્ગજો પણ હેરાન
Cricket History: જ્યારે 21 વર્ષના બેટ્સમેને 6 બોલમાં બનાવ્યા 48 રન! ક્રિકેટના દિગ્ગજો પણ હેરાન
આ તારીખે લોન્ચ થશે Tata Punch Facelift, જાણો ફિચર્સ અને કિંમત
આ તારીખે લોન્ચ થશે Tata Punch Facelift, જાણો ફિચર્સ અને કિંમત
Embed widget