શોધખોળ કરો
Advertisement
માત્ર આટલા જ દિવસોમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં થયો મોટો ઘડાટો, અમિર હસ્તીઓની યાદીમાં કયા નંબરે પહોંચ્યા? જાણો
સમગ્રે દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાના ઝપેટમાં દુનિયાનાં સૌથી શક્તિશાળી અને દિગ્ગજો પણ આવી ચુક્યા છે. આ રોગચાળાએ કોઈને બિમાર કર્યાં તો ઘણાં ઘનવાનોને આર્થિક રીતે નુકસાન પણ પહોંચાડ્યું
સમગ્રે દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાના ઝપેટમાં દુનિયાનાં સૌથી શક્તિશાળી અને દિગ્ગજો પણ આવી ચુક્યા છે. આ રોગચાળાએ કોઈને બિમાર કર્યાં તો ઘણાં ઘનવાનોને આર્થિક રીતે નુકસાન પણ પહોંચાડ્યું છે. કોરોનાની ઝપેટમાં ભારતનાં સૌથી મોટા અને અબજોપતિ બિઝનેસમેન મુકેશ અંબાણી પણ આવી ગયા છે. તેમની નેટવર્થમાં છેલ્લા બે મહિનામાં 28 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.
હુરૂન રિચ લિસ્ટ પ્રમાણે, અંબાણીની નેટવર્થ 300 મીલિયન ડોલર (30 કરોડ)નો જોરદાર ઘટાડો નોંધાયો છે. દરેક દિવસે તે ઘટીને 31 માર્ચે 48 અબજ ડોલર જેટલી થઈ ગઈ છે. તેમની સંપત્તી લગભગ 1 લાખ 44 હજાર કરોડ જેટલી ઘટી છે અને હવે તે 3 લાખ 65 હજાર કરોડ રહી ગઈ છે. અંબાણી સિવાય ગૌતમ અદાણી, શિવ નાદર અને ઉદય કોટકની સંપત્તીમાં પણ જબરજસ્ત ઘટાડો નોંધાયો છે.
મુકેશ અંબાણીની સંપત્તીમાં પણ મોટો ઘટાડો થવાનું કારણ શેર બજારમાં જોરદાર કડાકો છે. હુરૂન ગ્લોબલ રિચ લિસ્ટનાં જણાવ્યા મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)નાં ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટરની સંપતીમાં ફેબ્રુઆરી-માર્ચનાં સમયગાળામાં 19 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો છે. આ જ કારણે તે દુનિયાભરના અમિર હસ્તીઓની યાદીમાં 8 ક્રમ ઘટીને 17માં સ્થાને પહોંચી ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement