શોધખોળ કરો
દેશમાં પાંચ વર્ષમાં 5G મોબાઇલ સેવા, 5.23 લાખ કરોડના સ્પેક્ટ્રમ વેચવાની મોદી સરકારની મંજૂરી
મંત્રાલયે આ માટે 25 ટકા સબ ગીગાહર્ટ્સના સ્થાન પર 10 ટકા સ્પેક્ટ્રમ માટે આગામી રકમ જમા કરાવશે.
![દેશમાં પાંચ વર્ષમાં 5G મોબાઇલ સેવા, 5.23 લાખ કરોડના સ્પેક્ટ્રમ વેચવાની મોદી સરકારની મંજૂરી DCC clears 8,300 MHz spectrum auction worth 5.22 lakh crore દેશમાં પાંચ વર્ષમાં 5G મોબાઇલ સેવા, 5.23 લાખ કરોડના સ્પેક્ટ્રમ વેચવાની મોદી સરકારની મંજૂરી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/20231339/6.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ટેલિકોમ મિનિસ્ટરે 5.23 લાખ કરોડની કિંમતના સ્પેક્ટ્રમની હરાજીની યોજનાને મંજૂરી આપી છે. આ સ્પેક્ટ્રમ 8300 મેગાહર્ટ્સના હશે જે દેશભરમાં 12 સર્કલોમાં વહેચાશે. સ્પેક્ટ્રમ હરાજીની પ્રક્રિયા જાન્યુઆરી 2020માં શરૂ થશે. મંત્રાલયે આ માટે 25 ટકા સબ ગીગાહર્ટ્સના સ્થાન પર 10 ટકા સ્પેક્ટ્રમ માટે આગામી રકમ જમા કરાવશે.
ટેલિકોમ સચિવ અંશુ પ્રકાશે મીડિયાને જણાવ્યું કે, ડિઝિટલ કોમ્યુનિકેશન કમિશને સ્પેક્ટ્રમના વેચાણાની મંજૂરી આપી દીધી છે. આ વેચાણ માર્ચ 2020માં થશે. ડીસીસીએ પોતાની શુક્રવારની બેઠકમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓફ ઇન્ડિયાની ભલામણોને મંજૂરી આપી દીધી છે.
અંશુ પ્રકાશે જણાવ્યું કે, અમે સ્પેક્ટ્રમની કિંમતને લઇને ટાઇની ભલામણોને સ્વીકારી લીધી છે. હરાજીની પ્રક્રિયા માટે પ્રસ્તાવ આમંત્રિત કરવા એક હરાજીકર્તાની પસંદગીની પ્રક્રિયા 13 જાન્યુઆરીએ શરૂ કરાશે. જે સ્પેક્ટ્રમની હરાજી થશે જેમાં 700 MHz, 800MHz, 900MHz, 2100MHz, 2300MHz અને 3300-3600ને વેચાણ માટે રાખવામાં આવશે. જેમાં 5જી સેવાઓ માટે 6050MHz પણ સામેલ છે. માનવામાં આવી રહ્યુ છે કે આગામી પાંચ વર્ષોમાં 5જી સેવાઓ કામ કરવા લાગશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)