(Source: ECI/ABP News/ABP Majha)
Democracy Discount: 'મત આપીને આવો અને મેળવો ડિસ્કાઉન્ટ', મતદારો માટે આવી અનેક ઓફર્સ
Democracy Discount: લોકોને મત આપવા માટે પ્રોત્સાહિત કરવા માટે ઘણી કંપનીઓ ખાસ ઝૂંબેશ ચલાવી રહ્યા છે
Democracy Discount:દેશમાં લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ પછી વધુ પાંચ તબક્કામાં મતદાન થવાનું છે. ચૂંટણીના માહોલમાં ચૂંટણી પંચ સહિતની વિવિધ સંસ્થાઓ વધુને વધુ મતદારોને મતદાન કરવા પ્રોત્સાહિત કરી રહી છે. કંપનીઓ અને બિઝનેસ જગત પણ આ પ્રયાસોમાં પાછળ નથી.
ફ્લાઇટથી લઈને ફૂડ સુધીની ઑફર્સ
લોકોને મત આપવા માટે પ્રોત્સાહિત કરવા માટે ઘણી કંપનીઓ અને બિઝનેસ ખાસ ઝૂંબેશ ચલાવી રહ્યા છે. આ માટે મતદાતાઓને વિવિધ ઉત્પાદનો અને સેવાઓ પર ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યા છે. મતદારો માટે આ ડિસ્કાઉન્ટની શ્રેણી ખૂબ જ વિશાળ છે અને તેનો વિસ્તાર ઉડ્ડયનથી લઈને રેસ્ટોરન્ટ્સ સુધીનો છે.
સસ્તી ફ્લાઇટ ટિકિટ
ઉડ્ડયન કંપની એર ઈન્ડિયા એક્સપ્રેસ 18 થી 22 વર્ષની ઉંમર ધરાવતા ફર્સ્ટ ટાઇમ વોટર્સને પોતાનો મત આપવા માટે ભાડામાં વિશેષ ડિસ્કાઉન્ટ આપી રહી છે. જો પ્રથમ વખત મતદાર પોતાનો મત આપવા માટે તેના સંસદીય મતવિસ્તારમાં જવા માંગે છે તો તે એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટના ભાડામાં 19 ટકાના વિશેષ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે. આ ડિસ્કાઉન્ટ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ તેમજ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર ઉપલબ્ધ છે.
મુસાફરી માટે ઓછું ભાડું
ઇલેક્ટ્રિક વાહન રાઇડ હેલિંગ સર્વિસ પૂરી પાડતી કંપની બ્લુસ્માર્ટએ મતદારો માટે મુસાફરીના ભાડામાં ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. કંપની દિલ્હી અને બેંગલુરુના મતદારોને મતદાન કેન્દ્ર અને ત્યાંથી પાછા ફરવા માટે ભાડામાં છૂટ આપી રહી છે. બેંગલુરુના મતદારોને એમ્યુઝમેન્ટ પાર્ક ચેઈન વન્ડરલા પર ટિકિટ પર 15 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
અહી પણ મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
એનરિચ તેની સલૂન ચેઇનમાં મતદારોને 50 ટકા વધારાનું ડિસ્કાઉન્ટ અથવા રિવોર્ડ પોઈન્ટ આપી રહ્યું છે. આ ઓફર અમદાવાદ, બેંગલુરુ, મુંબઈ, ઈન્દોર, પુણે જેવા શહેરો માટે છે. આ ઑફર મતદાનના દિવસથી આગામી એક સપ્તાહ માટે માન્ય છે. નોઇડાના મતદારો કાફે દિલ્હી હાઇટ્સ, એફ બાર, આઇ સેઇડ ન્યૂટન, નોઇડા સોશિયલ, ધ બીયર કેફે વગેરે પર વિશેષ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.
Education Loan Information:
Calculate Education Loan EMI