મોટો ઝટકો! ડીઝલની કિંમતમાં થયો 25 રૂપિયાનો વધારો, જાણો કોના પર થશે સૌથી વધુ અસર?
રશિયા-યુક્રેન વોરના કારણે તેલના ભાવ ભડકે બળી રહ્યા છે. સમાચાર મુજબ ડીઝલના ભાવમાં લીટરે 25 રૂપિયાનો વધારો થયો છે. જથ્થાબંધમાં વેચવામાં આવતા ડીઝલમાં પ્રતિ લીટરે 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

Diesel Price Hike: રશિયા અને યુક્રેન વોરના કારણે તેલના ભાવ ભડકે બળી રહ્યા છે. તાજેતરના સમાચાર મુજબ ડીઝલના ભાવમાં લીટરે 25 રૂપિયાનો વધારો થયો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે જથ્થાબંધ ગ્રાહકો(Wholesale Customers)ને વેચવામાં આવતા ડીઝલમાં પ્રતિ લીટરે 25નો વધારો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં 40 ટકાનો ઉછાળો આવતા આ પગલું ભરવામાં આવ્યું છે. જો કે પેટ્રોલ પંપના માધ્યમથી વેચવામં આવતા છૂટક ડીઝલના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
પેટ્રોલ પંપોના વેચાણમાં 20 ટકાનો વધારો
આ મહિને પેટ્રોલ પંપો પર વેચાણમાં 20 ટકાનો ઉછાળો આવ્યો છે. મોટી બસોના ઓપરેટરો અને મોલ જેવા જથ્થા વેપારીઓએ પેટ્રોલ પંપો પાસેથી તેલ ખરીદ્યું છે. સામાન્ય રીતે તેઓ પેટ્રોલિયમ કંપનીઓ પાસેથી ડાયરેક્ટ ખરીદી કરે છે, તેમા તેલનું છુટક વેચાણ કરતી કંપનીઓને નુકશાન વધ્યું છે.
કઈ કંપની સૌથી વધુ પ્રભાવિત થઈ
તમને જણાવી દઈએ કે, સૌથી વધુ પ્રભાવિત નાયરા એનર્જી, જિયો-બીપી અને શેલ જેવી કંપનીઓ થઈ છે. વેચાણ વધવા છતા આ કંપનીઓએ અત્યાર સુધી માત્રામાં ઘટડો કર્યો નથી. પરંતુ હવે પંપો માટે કામગીરી આર્થિક રીતે વ્યાવહારિક રહેશે નહીં.
136 દિવસથી ભાવમાં નથી થયો વધારો
આ અંગે માહિતી રાખતા સૂત્રોએ કહ્યું કે, 136 દિવસથી ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી, જેના કારણે આ કંપનીઓ માટે તેલ વેંચવાની જગ્યાએ પેટ્રોલ પંપને બંધ કરવા વધુ યોગ્ય રહશે. નોંધનિય છે કે વર્ષ 2008માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ વેચવાલી ઘટીને શૂન્ય પર આવતા તેમણે તેમના 1432 પેટ્રોલ પંપો બંધ કરી દીધા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કંઈક આવી સ્થિતિ આજે પણ જોવા મળી રહી છે. જથ્થાબંધ વેપારી પેટ્રોલ પંપો પાસેથી ખરીદી કરી રહ્યા છે. મુંબઈમાં જથ્થાબંધ વેપારી માટે ડીઝલનો ભાવ વધીને 122.05 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. પેટ્રોલ પંપો પર ડીઝલ 94.14 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
આ જ રીતે દિલ્હીમાં પેટ્રોલ પંપો પર ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર જ્યારે જથ્થાબંધ કે ઓદ્યોગિક ગ્રાહકો માટે તેની કિંમત 115 રૂપિયા પ્રતિ લીટર છે. જથ્થાબંધ વેપારીઓ માટે ભાવો અને પેટ્રોલ પંપો પર કિમતમાં 25 રૂપિયાનું મોટુ અંતર હોવાથી જથ્થાબંધ વેપારીઓ પેટ્રોલ પંપો પરથી તેલની ખરીદી કરી રહ્યા છે. તેઓ પેટ્રોલીયમ કંપનીઓ પાસેથી સીધા ટેન્કર બુક નથી કરાવી રહ્યા. જેના કારણે પેટ્રોલીયમ કંપનીઓને ભારે નુકસાની સહન કરવી પડી રહી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
