Diwali 2021: દિવાળી પહેલા સોનાનો ભાવ પહોંચી શકે છે 60 હજાર, જાણો શું છે કારણ
Gold Price : મજબૂત વૈશ્વિક માંગની વચ્ચે સટ્ટોડિયાના તાજા સોદાની લેવાલીના કારણે સ્થાનિક વાયદા બજારમાં સોનાના ભાવમાં ઉછાળો આવી શકે છે.
નવી દિલ્હીઃ જો તમે તહેવારની સિઝનમાં (Festival Season) સોનું ખરીદવાનું (Gold Buy)વિચારી રહ્યા હો તો પહેલા આ વાંચો. દિવાળી પહેલા (Diwali 2021) સોનાની કિંમત ઐતિહાસિક સ્તરે પહોંચી શકે છે. મજબૂત વૈશ્વિક માંગની વચ્ચે સટ્ટોડિયાના તાજા સોદાની લેવાલીના કારણે સ્થાનિક વાયદા બજારમાં સોનાના ભાવમાં ઉછાળો આવી શકે છે.
ઓગસ્ટ 2020માં સોનાએ બતાવી હતી સર્વોચ્ચ સપાટી
ઓગસ્ટ 2020માં સોનાનો ભાવ 56,264 રૂપિયાના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો હતો. વર્તમાન સમયમાં સોનાની કિંમત પર નજર કરવામાં આવે તો સર્વોચ્ચ સપાટીથી 9000 રૂપિયાથી વધુ સસ્તું થઈને 46 હજાર આસપાસ કારોબાર કરી રહ્યું છે. તેથી જો તમે સોનામાં રોકાણ કરવાનું મન બનાવી રહ્યો હો તો ગભરાવાની જરૂર નતી. ટૂંક સમયમાં જ સોનાની કિંમત તેના ઉચ્ચતમ સ્તર પર પહોંચી જશે. બજાર નિષ્ણાતોના કહેવા મુજબ પીળી ધાતુની કિંમત 60 હજારના આંકડાને પાર કરી જશે.
બજાર નિષ્ણાતો શું કહે છે
બજાર નિષ્ણાતોના કહેવા મુજબ, વર્ષના અંત સુધી સોનાના બજારમાં ચમક રહેશે. સોનું લાંબાગાળાએ સારું રિટર્ન આપી શકે છે. જાણકારો કહે છે, સોનું ભલે વર્તમાન સમયમાં સસ્તુ થયું છે પરંતુ વર્ષના અંત સુધીમાં ફરીથી તેમાં ચમક આવી જશે. વર્ષાંતે સોનાની કિંમત 1950 થી 2000 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચવાની શક્યતા છે. ભારતીય બજારમાં સોનાની કિંમત 58 હજારથી 60 હજાર પહોંચી શકે છે.
ઘરઆંગણે વિશ્વ બજાર પાછળ સોનાના ભાવમાં આગેકૂચ જોવા મળી હતી. અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૪૮૩૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૪૮૫૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦ ઘટી રૂ.૬૨૦૦૦ રહ્યા હતા.