શોધખોળ કરો

શું આપના UANથી ખોટું PF અકાઉન્ટ લિંક છે ? તો નહી કરી શકો ક્લેમ, આ રીતે કરો ડિલિંક

જો UANમાં ખોટું PF એકાઉન્ટ જોડાઈ ગયું હોય તો તેને ઓનલાઈન ડીલિંક કરી શકાય છે. EPFO પોર્ટલ પર Member ID પસંદ કરીને કારણ જણાવવું પડશે અને OTP દ્વારા વેરિફિકેશન કર્યા બાદ ખોટું એકાઉન્ટ દૂર કરવાની રિકવેસ્ટ મોકલી શકાય છે.

ક્યારેક નોકરી બદલાય છે તો ક્યારેક કંપની બદલાય છે. આ દરમિયાન જો તમારા UANમાં એવું કોઈ PF એકાઉન્ટ દેખાય, જેની સાથે તમારે કોઈ સંબંધ જ નથી, તો તેને નજરઅંદાજ ન કરો.

ખોટી Member ID તમારા PF રેકોર્ડમાં મૂંઝવણ ઊભી કરી શકે છે અને ભવિષ્યમાં PF ટ્રાન્સફર અથવા ઉપાડ કરતી વખતે મુશ્કેલી ઊભી થઈ શકે છે. સારી વાત એ છે કે, EPFOએ ખોટી રીતે જોડાયેલી Member IDને દૂર કરવા માટે ઓનલાઈન સુવિધા આપી છે.

સૌથી પહેલાં UANમાં PFની માહિતી ચેક કરો

ખોટા PF એકાઉન્ટની ઓળખ કરવા માટે EPFOના યુનિફાઇડ મેમ્બર પોર્ટલ પર તમારા UAN અને પાસવર્ડની મદદથી લોગિન કરો. ત્યારબાદ ‘Service Details’ અથવા ‘Service History’માં જઈને તમારા UAN સાથે જોડાયેલી તમામ Member ID જુઓ. અહીં કંપનીનું નામ, નોકરીનો સમયગાળો અને Member ID જેવી માહિતીને તમારી વાસ્તવિક નોકરીના રેકોર્ડ સાથે સરખાવો.

જો લિસ્ટમાં એવી કોઈ કંપની અથવા PF Member ID હોય, જ્યાં તમે ક્યારેય કામ જ ન કર્યું હોય, તો તેને ખોટી રીતે જોડાયેલી Member ID માનવામાં આવી શકે છે. જોકે, કોઈ જૂના અને વાસ્તવિક નોકરીદાતાના PF એકાઉન્ટને માત્ર એટલા માટે ડીલિંક ન કરો કે હવે તમે ત્યાં નોકરી કરતા નથી.

ખોટી Member IDને આ રીતે કરો ડીલિંંક

ખોટા એકાઉન્ટની ઓળખ થયા બાદ સંબંધિત Member IDની સામે ઉપલબ્ધ ‘Delink’ વિકલ્પ પસંદ કરી શકાય છે. ત્યારબાદ પોર્ટલ પર ડીલિંટ કરવાનું કારણ જણાવવું પડશે. ઉદાહરણ તરીકે, જો કોઈ કંપનીએ તમને નોકરીની ઓફર કરી હતી પરંતુ તમે ત્યાં નોકરી શરૂ જ ન કરી હોય, તો આ કારણ પસંદ કરી શકાય છે.

ત્યારબાદ જરૂરી ડિક્લેરેશન સ્વીકારવું પડશે અને આધાર આધારિત OTP દ્વારા ઓળખ વેરિફાય કરવી પડશે. OTP તમારા UANમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવશે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વિનંતી આગળની કાર્યવાહી માટે મોકલવામાં આવશે.

PFમાં પૈસા જમા થઈ ચૂક્યા હોય તો શું થશે?

એપ્રિલ 2026માં EPFOએ આ સુવિધાનો વ્યાપ વધાર્યો હતો. હવે કેટલાક એવા ખોટી Member IDના કેસમાં પણ ડીલિંક કરવાની વિનંતી કરી શકાય છે, જેમાં નોકરીદાતા દ્વારા PF કોન્ટ્રિબ્યુશન જમા થઈ ચૂક્યું હોય. આવા કિસ્સામાં પ્રક્રિયા એમ્પ્લોયર અથવા સંબંધિત EPFO ફીલ્ડ ઓફિસ સુધી જઈ શકે છે.

જોકે, દરેક કેસમાં તાત્કાલિક ડીલિંક કરવું શક્ય નથી. જે Member ID સાથે જોડાયેલો ક્લેમ પહેલેથી જ પ્રોસેસ, સેટલ અથવા પેન્ડિંગ થઈ ચૂક્યો હોય, તે નિર્ધારિત નિયમો હેઠળ આ સુવિધાથી બહાર હોઈ શકે છે. ખોટી Member IDમાં છથી વધુ કોન્ટ્રિબ્યુશન થયેલા કેસમાં પણ ઓનલાઈન વિનંતીની મર્યાદા લાગુ પડે છે.

જરૂરી દસ્તાવેજો સાચવીને રાખો

જો ઓનલાઈન પ્રક્રિયા દરમિયાન કોઈ સમસ્યા આવે તો એપોઇન્ટમેન્ટ લેટર, સેલરી સ્લિપ, PF સ્ટેટમેન્ટ અને એમ્પ્લોયર સાથે થયેલી વાતચીત જેવા રેકોર્ડ સુરક્ષિત રાખો. જરૂર પડ્યે આ દસ્તાવેજો EPFO અથવા એમ્પ્લોયર સમક્ષ સાચી માહિતી સાબિત કરવામાં મદદ કરી શકે છે.

UANમાં સમયાંતરે તમારી સર્વિસ હિસ્ટ્રી તપાસવી વધુ સારું છે. ખાસ કરીને નોકરી બદલ્યા બાદ એ તપાસવું જરૂરી છે કે તમારા PF રેકોર્ડમાં સાચો એમ્પ્લોયર અને Member ID જ જોડાયેલા છે.

Advertisement

ટોપ સ્ટોરી

LPG News: 370 રૂપિયા મોંઘો મળશે LPG સિલિન્ડર, ડિસેમ્બરમાં વધશે ભાવ, મોટી ખોટમાં કંપનીઓ
LPG News: 370 રૂપિયા મોંઘો મળશે LPG સિલિન્ડર, ડિસેમ્બરમાં વધશે ભાવ, મોટી ખોટમાં કંપનીઓ
પોસ્ટ ઓફિસમાં ₹36 લાખનું કૌભાંડ: નકલી પાસબુકથી છેતરાયા લોકો, હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
પોસ્ટ ઓફિસમાં ₹36 લાખનું કૌભાંડ: નકલી પાસબુકથી છેતરાયા લોકો, હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
બેંક એકાઉન્ટમાંથી કપાઈ જાય પૈસા, તો ગભરાશો નહીં! ફટાફટ કરો આ કામ
બેંક એકાઉન્ટમાંથી કપાઈ જાય પૈસા, તો ગભરાશો નહીં! ફટાફટ કરો આ કામ
નવેમ્બર 2026માં બેંકો 16 દિવસ બંધ રહેશે: દિવાળી અને છઠ પૂજાની રજાઓનું સંપૂર્ણ લિસ્ટ
નવેમ્બર 2026માં બેંકો 16 દિવસ બંધ રહેશે: દિવાળી અને છઠ પૂજાની રજાઓનું સંપૂર્ણ લિસ્ટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ વચ્ચે માવઠું
Hun To Bolish | હું તો બોલીશ | સરદારનું ભારત
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, એકતા પરેડમાં ગુજરાતની ઝાંખીની ઝલક
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, 'નક્સલ મુક્ત ભારત'ની થીમ પર કાર્યક્રમ
Gandhinagar Protest News: ગાંધીનગરમાં વન કર્મચારીઓનો વિરોધ, ગ્રેડ પે સહિત 5 પડતર પ્રશ્નોનો ઉકેલ ક્યારે?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
Rajkot: રાજકોટ દારુ પાર્ટીમાં મોટો ખુલાસો, અમદાવાદની અભિનેત્રી સહિત મોટા ઉદ્યોગપતિઓ હતા સામેલ
Rajkot: રાજકોટ દારુ પાર્ટીમાં મોટો ખુલાસો, અમદાવાદની અભિનેત્રી સહિત મોટા ઉદ્યોગપતિઓ હતા સામેલ
ભુવનેશ્વર IN, ટીમ ઈન્ડિયામાં વધુ એક ધાકડ બોલરની વાપસી, હેમિલ્ટનમાં ભારતની પહેલા બેટિંગ
ભુવનેશ્વર IN, ટીમ ઈન્ડિયામાં વધુ એક ધાકડ બોલરની વાપસી, હેમિલ્ટનમાં ભારતની પહેલા બેટિંગ
રામલીલા મેદાનમાં વિપક્ષનું શક્તિ પ્રદર્શન, રેલીમાં 10 લાખ લોકો પહોંચવાનો દાવો
રામલીલા મેદાનમાં વિપક્ષનું શક્તિ પ્રદર્શન, રેલીમાં 10 લાખ લોકો પહોંચવાનો દાવો
World Vegan Day: વીગન ડાયેટ શું છે અને તેમાં શું ખાવામાં આવે છે? જાણો ફાયદા
World Vegan Day: વીગન ડાયેટ શું છે અને તેમાં શું ખાવામાં આવે છે? જાણો ફાયદા
Upcoming Bikes 2027: 2027માં થશે આ ધાંસુ બાઇક્સની એન્ટ્રી, કિંમત ઓછી અને માઇલેજ વધારે
Upcoming Bikes 2027: 2027માં થશે આ ધાંસુ બાઇક્સની એન્ટ્રી, કિંમત ઓછી અને માઇલેજ વધારે
IND vs NZ: હેમિલ્ટનમાં થશે રનનો વરસાદ કે ચાલશે બોલરોનો જાદુ? જાણો પીચ રિપોર્ટ અને સંભવિત પ્લેઈંગ ઈલેવન
IND vs NZ: હેમિલ્ટનમાં થશે રનનો વરસાદ કે ચાલશે બોલરોનો જાદુ? જાણો પીચ રિપોર્ટ અને સંભવિત પ્લેઈંગ ઈલેવન
Embed widget