શોધખોળ કરો

કરોડો કર્મચારીઓ માટે સારા સમાચાર, EPFOએ વ્યાજમાં કર્યો વધારો, જાણો હવે કેટલું મળશે વ્યાજ

માર્ચ 2020 માં, EPFOએ વર્ષ 2019-20 માટે વ્યાજ દર ઘટાડીને 8.5 ટકા કર્યો હતો, જે છેલ્લા 7 વર્ષમાં તેનું સૌથી નીચું સ્તર હતું. વર્ષ 2018-19માં EPFનો વ્યાજ દર 8.65 ટકા હતો.

EPFO: એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ (EPF) પરના વ્યાજમાં વધારો કર્યો છે, જેનાથી કરોડો ખાતાધારકો માટે સારા સમાચાર છે. સમાચાર એજન્સી પીટીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ 8.15 ટકાના દરે વ્યાજ ચૂકવવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા નાણાકીય વર્ષ માટે, EPFO ​​દ્વારા 8.10 ટકાના દરે વ્યાજ ચૂકવવામાં આવી રહ્યું હતું.

EPFOએ વ્યાજ વધાર્યું

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા નાણાકીય વર્ષ 2022-23 માટે EPF ખાતાધારકો માટે 8.15 ટકા વ્યાજ દર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રીતે દેશના 6 કરોડથી વધુ EPF ખાતાધારકોને વ્યાજમાં વધારો થશે અને તેમના ખાતામાં વધુ પૈસા આવશે. ગયા વર્ષે એટલે કે વર્ષ 2021-22 માટે આ વ્યાજ દર 8.1 ટકાના દરે હતો. આ વ્યાજ દર છેલ્લા 40 વર્ષમાં સૌથી નીચો હતો અને સરકારના આ નિર્ણયનો ઘણો વિરોધ થયો હતો.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT) દ્વારા વ્યાજ દરો નક્કી થતાં જ નાણા મંત્રાલયે આ વ્યાજ દરોની અસર માટે નોટિફિકેશન બહાર પાડવું પડશે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) બોર્ડની બે દિવસીય બેઠક ગઈકાલે એટલે કે 27 માર્ચ, 2023 ના રોજ શરૂ થઈ હતી. અનુમાન મુજબ, EPFOના લગભગ 6 કરોડ સભ્યો છે અને EPFO ​​કરોડો કર્મચારીઓના 27.73 લાખ કરોડ રૂપિયાનું સંચાલન કરે છે. આજે આ સમાચાર આવતાં જ દેશના 6 કરોડ ખાતાધારકોને ખૂબ જ સારા સમાચાર મળ્યા છે. આજે શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવ 2022-23 માટે EPF દરની જાહેરાત કરી શકે છે.

અગાઉના વ્યાજ દરો જાણો

માર્ચ 2020 માં, EPFOએ વર્ષ 2019-20 માટે વ્યાજ દર ઘટાડીને 8.5 ટકા કર્યો હતો, જે છેલ્લા 7 વર્ષમાં તેનું સૌથી નીચું સ્તર હતું. વર્ષ 2018-19માં EPFનો વ્યાજ દર 8.65 ટકા હતો.

નોંધનીય છે કે સરકારે તાજેતરમાં બજેટ 2023ની જાહેરાતમાં પીએફ ખાતા સંબંધિત કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. કેન્દ્રીય બજેટ 2023માં નાણામંત્રીએ કર્મચારી ભવિષ્ય નિધિ ઉપાડવાના નિયમોમાં ફેરફારની જાહેરાત કરી છે. હવે, જો કોઈ કારણસર તમારે તમારા પીએફ ખાતામાંથી 5 વર્ષની મુદત પહેલા પૈસા ઉપાડવા પડે અને પાન કાર્ડ લિંક ન થાય, તો આવી સ્થિતિમાં 30 ટકાના બદલે 20 ટકાના દરે TDS ચૂકવવો પડશે. આ નવા નિયમો 1 એપ્રિલ 2023થી લાગુ થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું થરૂરનું BJPમાં જોડાવાનું નક્કી! આ મોટા નેતાએ કોંગ્રેસ MP સાથેનો ફોટો કરીને લખ્યું- ‘ફાઈનલી આપણે એક જ દીશામાં યાત્રા કરી રહ્યા છીએ’

'જો કોઈ અમારા મુસ્લિમ ભાઈઓ-બહેનોને આંખ બતાવશે તો, તેને...', મહારાષ્ટ્રના ડિપ્ટી CM  અજિત પવારની ચેતવણી

રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ખાલી પડેલી 10 હજારથી વધુ જગ્યા પર થશે  ટૂંક સમયમાં જ શિક્ષકોની ભરતી

KKR vs RCB: આજથી IPLનો પ્રારંભ, આવી હોઈ શકે છે કોલકાતા-બેંગ્લોરની પ્લેઇંગ ઇલેવન, જાણો પિચ રિપોર્ટ અને મેચની પ્રિડિક્શન

ABP Premium

વિડિઓઝ

CM Bhupendra Patel:ભરતીને લઈને CM ભૂપેન્દ્ર પટેલનો સૌથી મોટો નિર્ણય | 22-3-2025Gujarat Teachers Recruitment : રાજ્યમાં 10,700 શિક્ષકોની કરાશે ભરતી, CM Bhupendra Patel નો મોટો નિર્ણયHun To Bolish : હું તો બોલીશ : કેમ ઉછેરો છો રાક્ષસી વૃક્ષ ?Hun To Bolish : હું તો બોલીશ : ગોંડલમાં ગુનેગાર કોણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું થરૂરનું BJPમાં જોડાવાનું નક્કી! આ મોટા નેતાએ કોંગ્રેસ MP સાથેનો ફોટો કરીને લખ્યું- ‘ફાઈનલી આપણે એક જ દીશામાં યાત્રા કરી રહ્યા છીએ’
શું થરૂરનું BJPમાં જોડાવાનું નક્કી! આ મોટા નેતાએ કોંગ્રેસ MP સાથેનો ફોટો કરીને લખ્યું- ‘ફાઈનલી આપણે એક જ દીશામાં યાત્રા કરી રહ્યા છીએ’
'જો કોઈ અમારા મુસ્લિમ ભાઈઓ-બહેનોને આંખ બતાવશે તો, તેને...', મહારાષ્ટ્રના ડિપ્ટી CM  અજિત પવારની ચેતવણી
'જો કોઈ અમારા મુસ્લિમ ભાઈઓ-બહેનોને આંખ બતાવશે તો, તેને...', મહારાષ્ટ્રના ડિપ્ટી CM અજિત પવારની ચેતવણી
રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ખાલી પડેલી 10 હજારથી વધુ જગ્યા પર થશે  ટૂંક સમયમાં જ શિક્ષકોની ભરતી
રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ખાલી પડેલી 10 હજારથી વધુ જગ્યા પર થશે ટૂંક સમયમાં જ શિક્ષકોની ભરતી
KKR vs RCB: આજથી IPLનો પ્રારંભ, આવી હોઈ શકે છે કોલકાતા-બેંગ્લોરની પ્લેઇંગ ઇલેવન, જાણો પિચ રિપોર્ટ અને મેચની પ્રિડિક્શન
KKR vs RCB: આજથી IPLનો પ્રારંભ, આવી હોઈ શકે છે કોલકાતા-બેંગ્લોરની પ્લેઇંગ ઇલેવન, જાણો પિચ રિપોર્ટ અને મેચની પ્રિડિક્શન
World Water Day: કયા દેશમાં મળે છે સૌથી સ્વચ્છ પીવાનું પાણી, કયા ક્રમે છે ભારત?

16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી

ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!

WhatsApp એ ભારતમાં લગભગ એક કરોડ એકાઉન્ટ્સ કર્યા બેન, જો આ કામ કરશો તો તમારો પણ લાગશે નંબર

Embed widget