શોધખોળ કરો

EPFO: બદલાઈ ગયો છે તમારો મોબાઈલ નંબર, તો ઘરે બેઠા આ રીતે કરો નવો નંબર અપડેટ ? જાણો સરળ રીત 

એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)ના સભ્યો હવે મોટાભાગની સુવિધાઓ ઓનલાઈન મેળવે છે. જો કોઈ પણ પ્રકારની માહિતી હોય તો તે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવે છે.

EPFO :  એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)ના સભ્યો હવે મોટાભાગની સુવિધાઓ ઓનલાઈન મેળવે છે. જો કોઈ પણ પ્રકારની માહિતી હોય તો તે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવે છે. EPFO સંબંધિત તમામ કામ વેબસાઇટ અથવા ઉમંગ એપ દ્વારા કરવામાં આવે છે. પરંતુ EPFO ​​સંબંધિત કોઈપણ કામ કરવા માટે તમારા PF એકાઉન્ટમાં નોંધાયેલ મોબાઇલ નંબરનું એક્ટિવ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે EPFO ​​આ નંબર પર OTP મોકલે છે.

OTP ભર્યા બાદ જ આગળની પ્રક્રિયા કરી શકાશે. EPFO ​​તરફથી કોઈપણ પ્રકારની માહિતી ફક્ત રજિસ્ટર્ડ નંબર પર SMS દ્વારા આવે છે. પરંતુ જો તમારો રજિસ્ટર્ડ નંબર હવે એક્ટિવ નથી અને તમે તેના બદલે નવો નંબર અપડેટ કરવા માંગો છો, તો તમે આ કામ ઘરે બેઠા સરળતાથી કરી શકો છો. તેની સરળ રીત અહીં જાણો.

આ રીતે નવો મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો

સૌથી પહેલા તમારા લેપટોપ અથવા મોબાઈલ પર UAN પોર્ટલ ખોલો. તેની લિંક છે- https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ આ પછી, તમારો UAN નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરીને લોગ ઇન કરો.

આ પછી તમારી સામે એક પેઈજ ખુલશે. આ પેઈજ પર, ટોચના બારમાં હાજર મેનેજ ટૂલ ટેબ પર ક્લિક કરો અને સંપર્ક વિગતો પર જાઓ.

આ પછી ચેક મોબાઈલ નંબર ઓપ્શન પર ક્લિક કરો. એક નવુ ટેબ તમારી સામે  ખુલશે. અહીં તમારે તમારો નવો મોબાઈલ નંબર બે વાર દાખલ કરવો પડશે.

હવે 'ગેટ ઓથોરાઈઝેશન પિન' પર ક્લિક કરો. તેના પર ક્લિક કરતાની સાથે જ તમને નવો નંબર દેખાવા લાગશે. તમને આ નંબર પર 4 અંકનો પિન મળશે. પેજ પર હાજર ખાલી બોક્સમાં આ PIN ભરો અને નીચે Save Changes પર ક્લિક કરો.

આ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, તમારો મોબાઇલ નંબર UAN પોર્ટલ પર અપડેટ કરવામાં આવશે. આ પછી, તમને EPFO ​​તરફથી નવો નંબર અપડેટ કરવા અંગેનો મેસેજ પણ મળશે.  

પીએફ ખાતાની કોઈ માહિતી ખોટી છે કે નહીં. જો સરનેમ , જન્મ તારીખ અથવા અન્ય કોઈપણ માહિતી ખોટી હોય તો તમે તેને ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં સુધારી શકો છો.

કર્મચારી પહેલા વિગતો સુધારવા માટે અરજી સબમિટ કરે છે અને પછી આ અરજી એમ્પ્લોયર દ્વારા મંજૂર કરવામાં આવે છે. આ પછી EPFO ​​અધિકારી વિનંતીમાં કરવામાં આવેલા સુધારા/ફેરફારોની ચકાસણી કરે છે અને એકાઉન્ટને અપડેટ કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચાર્ટ તૈયાર થયા પછી પણ મળશે કન્ફર્મ ટ્રેન ટિકિટ! જાણો IRCTC નું આ ખાસ ફીચર
ચાર્ટ તૈયાર થયા પછી પણ મળશે કન્ફર્મ ટ્રેન ટિકિટ! જાણો IRCTC નું આ ખાસ ફીચર
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
ઓછા પ્રીમિયમમાં મોટું ફંડ: આ 5 LIC પોલિસીઓ છે શાનદાર, આજીવન રિટર્નની આપે છે ગેરંટી
ઓછા પ્રીમિયમમાં મોટું ફંડ: આ 5 LIC પોલિસીઓ છે શાનદાર, આજીવન રિટર્નની આપે છે ગેરંટી
PPF vs SCSS vs SSY: કઈ સ્કીમમાં મળશે સૌથી વધુ વ્યાજ અને ટેક્સ બેનિફિટ?
PPF vs SCSS vs SSY: કઈ સ્કીમમાં મળશે સૌથી વધુ વ્યાજ અને ટેક્સ બેનિફિટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget