શોધખોળ કરો

EPFO Good News: હવે BHIM App થી ઉપાડી શકાશે PF ના પૈસા, જાણો ક્યારે શરૂ થશે સુવિધા?

નોકરિયાત વર્ગ માટે મોટા સમાચાર! EPFO હવે BHIM App અને UPI દ્વારા PF ઉપાડવાની સુવિધા લાવી રહ્યું છે. જાણો આ નવી સિસ્ટમ ક્યારે લોન્ચ થશે અને તેના નિયમો શું છે.

EPFO PF Withdrawal: દેશના કરોડો નોકરિયાત વર્ગ માટે તેમના ભવિષ્યની સુરક્ષા એટલે પ્રોવિડન્ટ ફંડ (Provident Fund). મેડિકલ ઈમરજન્સી હોય, લગ્ન પ્રસંગ હોય કે પછી મકાનનું સપનું, મુશ્કેલ સમયમાં PF ની રકમ હંમેશા સંજીવનીનું કામ કરે છે. જોકે, અત્યાર સુધી આ રકમ ઉપાડવા માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું. પરંતુ હવે એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) આ પ્રક્રિયાને ચપટી વગાડતા પૂરી થાય તેવી સરળ બનાવવા જઈ રહ્યું છે.

હવે તમે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ એટલે કે યુપીઆઈ (UPI) ના માધ્યમથી પણ PF ના પૈસા ઉપાડી શકશો. આવો જાણીએ આ નવી સિસ્ટમ વિશે વિગતે.

જટિલ પ્રક્રિયાનો આવશે અંત

અત્યાર સુધી પીએફ ઉપાડ (PF Withdrawal) માટે ઓનલાઈન ફોર્મ ભરવું, આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ લિંક કરવું અને એમ્પ્લોયરના વેરિફિકેશનની રાહ જોવી પડતી હતી. ઘણીવાર નાની ટેકનિકલ ભૂલના કારણે ક્લેમ રિજેક્ટ થતા હતા. પરંતુ હવે EPFO જે નવી સિસ્ટમ લાવી રહ્યું છે તે પેમેન્ટ કરવા જેટલી જ સરળ હશે.

BHIM App પર મળશે સુવિધા

સૌથી મોટો સવાલ એ છે કે કઈ એપ પર આ સુવિધા મળશે? મળતી માહિતી મુજબ, શરૂઆતના તબક્કામાં આ સુવિધા માત્ર 'ભીમ એપ' (BHIM App) પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) સાથે મળીને આ ટેકનિકલ માળખું તૈયાર થઈ રહ્યું છે.

શરૂઆતમાં પૈસા ઉપાડવા માટે એક ચોક્કસ મર્યાદા (Limit) નક્કી કરવામાં આવશે, જે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના નિયમોને આધીન હશે.

જો ભીમ એપ પર આ પ્રયોગ સફળ રહ્યો, તો ભવિષ્યમાં ગુગલ પે (Google Pay), ફોનપે (PhonePe) અને પેટીએમ (Paytm) જેવી એપ્સ પર પણ આ સુવિધા મળી શકે છે.

કેવી રીતે કામ કરશે નવી સિસ્ટમ?

નવી વ્યવસ્થા હેઠળ, PF ખાતાધારકો સીધા તેમની UPI એપ પર જઈને ક્લેમ માટે રિક્વેસ્ટ નાખી શકશે. જેવી રિક્વેસ્ટ સબમિટ થશે, EPFO ની સિસ્ટમ ઓટોમેટિક બેકએન્ડમાં તમારો આધાર નંબર, બેંક વિગતો અને PF એકાઉન્ટ બેલેન્સ (PF Balance) ચેક કરી લેશે. જો બધું બરાબર હશે તો ક્લેમ તુરંત પ્રોસેસ થઈ જશે. આનાથી ક્લેમ સેટલમેન્ટનો સમય બચશે અને ટ્રેકિંગ કરવું પણ સરળ બનશે.

ક્યારે લોન્ચ થશે આ સુવિધા?

EPFO ના આયોજન મુજબ, આગામી 2 થી 3 મહિનામાં આ UPI આધારિત સિસ્ટમ લોન્ચ થઈ શકે છે. હાલમાં તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. સુરક્ષા અને સરળતાને ધ્યાનમાં રાખીને પ્રથમ તબક્કામાં મર્યાદિત યુઝર્સ માટે જ આ સેવા શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ
સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો
સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો
રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા
રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget